________________
૧૨૬
આગમ કથાનુયોગ-૩
૦ આગમ સંદર્ભ :આયા.ચૂપૃ. ૬૪;
સૂય ચૂપૃ. ૨૨૮; ભગ ૫૮૭, ૨૮૮;
નિસી.ભા.૩૧૮૫ની ચૂ આવ રૃ.૧–. ૩૯૯ થી ૪૦૧, ર–પૃ. ૩૬, ૧૭૧; આવનિ ૭૭૫, ૭૭૬, ૧૨૮૪ની .
ઠા ૭૩રની વૃ. આવનિ ૧૧૮૫ + 2
દસ
;
૦ રોહ કથા :
તે કાળ અને તે સમયે ભગવંત મહાવીરના અંતેવાસી રોહ નામક અણગાર હતા. તેઓ પ્રકૃતિથી ભદ્ર, મૃદુ, વિનીત, ઉપશાંત, અલ્પ ક્રોધ, માન, માયા, લોભવાળા હતા. અત્યંત નિરહંકારતા સંપન્ન, ગુર સમાશ્રિત, કોઈને સંતાપ ન પહોંચાડનારા, વિનયમૂર્તિ હતા. તે રોહ અણગાર ઉર્ધ્વજાનું અને નીચેની તરફ મસ્તક ઝુકાવી, ધ્યાનરૂપી કોષ્ઠકમાં પ્રવિષ્ટ, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવંત મહાવીર સાથે વિચરી રહ્યા હતા.
ત્યારપછી રોહ અણગાર જાતશ્રદ્ધ થઈને – યાવત્ – ભગવંતની પર્યાપાસના કરતા બોલ્યા – હે ભગવંત! પહેલા લોક અને પછી અલોક કે પહેલા અલોક અને પછી લોક?
હે રોહ ! લોક અને અલોક પહેલા પણ છે અને પછી પણ છે. આ બંને શાશ્વતભાવ છે. તેમાં આ પહેલો કે આ પછી એવો ક્રમ નથી.
હે ભગવન્! પહેલા જીવ અને પછી અજીવ કે પહેલા અજીવ અને પછી જીવ ?
હે રોહ ! જેમ લોક અને અલોકના વિષયમાં કહ્યું, તેવું જ અહીં સમજવું. આ જ પ્રમાણે ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક, સિદ્ધિ અને અસિદ્ધિ, સિદ્ધ અને સંસારીના વિષયમાં
જાણવું.
હે ભગવન્! પહેલા ઇંડુ અને પછી મુરઘી કે પહેલા મરઘી અને પછી ઇંડુ ? હે રોહ ! તે ઇંડુ ક્યાંથી આવ્યું? ભગવન્! તે મુર્દામાંથી આવ્યું. તે મુરઘી ક્યાંથી આવી ? ભગવન્! ઇંડામાંથી આવી.
એ પ્રકારે છે રોહ ! મરઘી અને ઇંડુ પહેલા પણ હતા અને પછી પણ હતા. આ બંને શાશ્વત ભાવ છે. તેમાં પહેલા–પછીનો ક્રમ નથી.
હે ભગવન્! પહેલા લોકાંત અને પછી અલોકાંત કે પહેલા અલોકાંત અને પછી લોકાંત? હે રોહ ! આમાં પહેલા પછીનો કોઈ કમ નથી.
આ જ પ્રમાણે લોકાંતનો સંબંધ – સાતમું અવકાશાન્તર, સાતમું તનુવાત, ઘનવાત, ઘનોદધિ અને સાતમી પૃથ્વી સાથે સમજવો.
લોકાંતના સંબંધમાં ઉપર જેવા જ પ્રશ્નોત્તર અવકાશાન્તર, વાત, ઘનોદધિ, પૃથ્વી, હીપ, સાગર, ક્ષેત્ર, નારક આદિ જીવ, અસ્તિકાય, સમય, કર્મ, વેશ્યા, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ, દ્રવ્ય, પ્રદેશ, પર્યાય અને કાળ સાથે જોડી સમજી લેવા.
હે ભગવન્! સર્વોદ્ધા(કાળ) પહેલા અને લોકાંત પછી કે લોકાંત પહેલા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org