________________
શ્રમણ કથાઓ
૪૨૩
હે પાર્થિવ ! તને અભય છે. પરંતુ તે પણ અભયદાતા બન. આ અનિત્ય જીવલોકમાં તું શા માટે હિંસામાં સંલગ્ન છે? જ્યારે બધું જ છોડીને તારે અહીંથી અવશ્ય લાચાર થઈને ચાલ્યું જવાનું છે, તો આ અનિત્ય જીવલોકમાં તું રાજ્યમાં કેમ આસક્ત થયો છે ?
હે રાજન્ ! તું જેમાં મોહમુગ્ધ છે, તે જીવન અને સૌંદર્ય વીજળીની ચમક જેવું ચંચળ છે, તું તારા પરલોકના હિતને સમજી શકતો નથી. સ્ત્રીઓ, પુત્ર, મિત્ર, બંધુજન જીવિત વ્યક્તિની સાથે જ જીવે છે. કોઈ પણ મૃત વ્યક્તિની પાછળ જતું નથી. (મરતું
નથી).
અત્યંત દુઃખની સાથે પુત્ર પોતાના મૃત પિતાને ઘરની બહાર નીકાળી દે છે. તે જ પ્રમાણે પુત્રને પિતા અને ભાઈને બીજો ભાઈ બહાર નીકાળી દે છે. તેથી હે રાજનું! તું તપ આચર, જે સુખ અથવા દુઃખના કર્મ જે વ્યક્તિએ કર્યા છે, તે પોતાના કે કર્મોની સાથે જ પરભવમાં જાય છે. ૦ સંજય રાજાની પ્રવજ્યા અને ક્ષત્રિય મુનિનો પ્રશ્ન :
(ગર્દભાલિ) અણગારની પાસે મહાનું ધર્મને સાંભળીને રાજા મોક્ષનો અભિલાષી અને સંસારથી વિમુખ થઈ ગયો. રાજ્યને છોડીને તે સંજય રાજા ભગવાન્ ગર્દભાલી અણગાર સમીપે જિન શાસનમાં (અહંદુ દર્શનમાં) ધ્વજિત થઈ ગયા.
જ્યારે ગર્દભાલિ મુનિએ સમજાવ્યું કે, મનુષ્ય જન્મ તો પાણીના પરપોટા સમાન છે, “આત્માને મરણનું દુઃખ શું છે ?' તે જાણવા છતાં શા માટે હિંસામાં આસક્ત છે ? આ બધાનો ત્યાગ કરીને અવશ્ય જવાનું જ છે તે જાણવા છતાં કિંપાક ફળની ઉપમાવાળા કામભોગોમાં શા માટે મુંઝાયો છે ? એ પ્રમાણે તે અણગાર પાસે ધર્મને સાંભળીને તે રાજા રાજ્યનો ત્યાગ કરીને મનોજ્ઞ શબ્દાદિ કામગુણો તથા આજ્ઞા–ઐશ્વર્યાદિનો ત્યાગ કરીને પ્રવૃજિત થઈ ગયો.
રાષ્ટ્રનો ત્યાગ કરી પ્રવજિત થયેલા ક્ષત્રિય મુનિએ એક દિવસ સંજયમુનિને કહ્યું, તમારું આ રૂપ જેવું પ્રસન્ન અર્થાત્ નિર્વિકાર છે, તે જ પ્રમાણે તારું અંતરમન પણ પ્રસન્ન છે ?
(હે મુનિ !) તમારું નામ શું છે ? તમારું ગોત્ર શું છે ? કયા પ્રયોજનથી તમે મહાન્ મુનિ બન્યા છો ? કઈ પ્રકારે તમે આચાર્યની સેવા કરો છો ? કઈ પ્રકારે વિનિત કહેવાઓ છો ? ૦ સંજયમુનિ દ્વારા સ્વનિવેદન :
મારું નામ સંજય છે. મારું ગોત્ર ગૌતમ છે. વિદ્યા અને ચારિત્રના પારગામી ગર્દભાલિ મારા આચાર્ય છે.
હે મહામુનિ ! ક્રિયા, અક્રિયા, વિનય અને અજ્ઞાન – આ ચાર સ્થાનો દ્વારા કેટલાંક એકાંતવાદી તત્ત્વવેતા અસત્ય તત્ત્વની પ્રરૂપણા કરે છે. પરંતુ) બુદ્ધ-સર્વજ્ઞ પરિનિર્વત – સંસાર ત્યાગી, જ્ઞાન અને ચારિત્રથી સંપન્ન, સત્ય વક્તા અને સત્ય-પરાક્રમી જ્ઞાતવંશીય ભગવાન્ મહાવીરે આ પ્રમાણે પ્રજ્ઞાપના કરેલી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org