________________
શ્રમણ કથાઓ
૧૨ ૩
કરો અને કરાવો. આ પ્રમાણે કરીને, કરાવીને મારી આજ્ઞા પાછી આપો.
તેઓ પણ એ પ્રમાણે કરીને તે આજ્ઞાને પાછી સોપે છે.
ત્યારપછી તે ઉદાયન રાજા બીજી વખત કૌટુંબિક પરષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયો ! જલદીથી કેશીકુમારનો મહાર્થ, મહાઈ, મહાઈ એવો વિપુલ રાજ્યાભિષેક કરો. જે પ્રમાણે શિવભદ્રનો કરેલ તે જ વર્ણન અહીં કરવું. (કથા જુઓ – શિવરાજર્ષિ) – યાવત્ – દીઘાર્ય ભોગવો. ઇષ્ટજનોથી સદા ઘેરાયેલા રહી સિંધુ સૌવીર આદિ સોળ જનપદો, વીતીભય આદિ ૩૬૩ નગરો અને આકરો, મહાસેના પ્રમુખ દશ રાજાઓ અને બીજા ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ પ્રસૃતિનું આધિપત્ય, પ્રમુખત્વ, ભર્તૃત્વ, સ્વામિત્વ, આશૈશ્વર્યત્વ, સેનાપતિત્વ કરતા – પાલન કરતા વિચરણ કરો, એમ કહીને જયજયકાર કરે છે.
ત્યારપછી કેશકુમાર રાજા થઈ ગયા – મહાહિમવંત, મલયમંદર પર્વતની સદશા રાજાઓમાં શ્રેષ્ઠ રાજાની માફક – યાવત્ – રાજ્ય પર શાસન કરતા વિચરવા લાગ્યા. ૦ ઉદાયનની પ્રવજ્યા :
ત્યારપછી તે ઉદાયન રાજાએ કેશીરાજા પાસે આજ્ઞા માંગી.
ત્યારે તે કેશી રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા – ઇત્યાદિ જે પ્રમાણે જમાલિના સંબંધમાં કહેલું તે જ પ્રકારે નગરને બહારથી અને અંદરથી સાફ કરાવો ઇત્યાદિ – નિષ્ક્રમણાભિષેકની તૈયારી કરે છે. (કથા જુઓ – જમાલિ)
ત્યારપછી તે કેશીરાજા અનેક ગણનાયક, દંડનાયક, રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, સેનાપતિ, શ્રેષ્ઠી, સાર્થવાહ, દૂત, સંધિપાલથી પરિવૃત્ત થઈને ઉદાયન રાજાને ઉત્તમ સિંહાસન પર પૂર્વ તરફ મુખ કરીને બેસાડે છે, બેસાડીને ૧૦૮ સુવર્ણ કળશો દ્વારા અભિષેક કરે છે ઇત્યાદિ જમાલિના અભિષેકની માફક – યાવત્ – મહાન નિષ્ક્રમણ—અભિષેક કરે છે. કરીને દશ નખ ભેગા કરી, બંને હાથ જોડી, મસ્તકે અંજલિ કરી જય-વિજય શબ્દોથી વધારે છે. વધાવીને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી! અમે તમને શું આપીએ ? શું અર્પણ કરીએ અથવા આપને શું ઇષ્ટ છે ? શું પ્રયોજન છે?
ત્યારે તે ઉદાયન રાજાએ કેશીરાજાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! હું કુત્રિકાપણથી રજોહરણ અને પાત્ર મંગાવવા અને વાણંદને બોલાવવા ઇચ્છું છું – ઇત્યાદિ જેમ જમાલિના સંબંધમાં કહેલું, તે જ પ્રમાણે અહીં કહેવું જોઈએ. વિશેષ એટલું કે – દુસ્સહ પ્રિય વિયોગથી દુઃખિત પદ્માવતી રાણી અગ્રકેશોને ગ્રહણ કરે છે.
ત્યારપછી કશીરાજા બીજી વખત ઉત્તર દિશામાં સિંહાસનને રખાવે છે, રખાવીને ઉદાયન રાજાને ચાંદી–સોનાના કળશોથી સ્નાન કરાવે છે, કરાવીને – યાવત્ – શેષ વર્ણન જમાલિના વર્ણન પ્રમાણે જાણવું – યાવત્ – ચારે પ્રકારના અલંકારોથી અલંકૃત્ થઈને પરિપૂર્ણ રૂપે અલંકૃત થઈને સિંહાસનથી ઊભો થાય છે. ઊભા થઈને શિબિકાની અનુપ્રદક્ષિણા કરીને શિબિકા પર આરૂઢ થાય છે. આરૂઢ થઈને શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વ તરફ મુખ કરીને બેઠો. તે જ પ્રમાણે ધાવમાતાના સંબંધમાં જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org