________________
૧૨૨
આગમ કથાનુયોગ-૩
૦ ઉદાયનનો પ્રવજ્યા સંકલ્પ :
ત્યારપછી તે ઉદાયન રાજા શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ શ્રમણ કરી – અવધારણ કરી હર્ષિત અને સંતુષ્ટ થઈને પોતાના સ્થાનેથી ઉર્યો. ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી – યાવત્ – નમસ્કાર કરીને બોલ્યો
હે ભગવન્! આ એ જ પ્રમાણે છે. હે ભગવન્! આ તથ્ય છે – યાવત્ – આપ જે પ્રમાણે કહો છો (તે સત્ય છે) એ પ્રમાણે કહ્યું, વિશેષ એટલું કે, હે દેવાનુપ્રિય ! અભીચિકુમારને રાજ્ય પર સ્થાપિત કરીશ, ત્યારપછી આપ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈને ઘરવાસનો ત્યાગ કરી આનગારિક પ્રવજ્યા સ્વીકાર કરીશ.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો.
ત્યારપછી તે ઉદાયન રાજા શ્રમણ ભગવંત મહાવીરને એ પ્રમાણે કહેતા સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયો અને શ્રમણ ભગવંત મહાવીરને વંદના–નમસ્કાર કર્યા, વંદનાનમસ્કાર કરીને અભિષેક યોગ્ય હાથી પર આરૂઢ થયો. આરૂઢ થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી નીકળ્યો, નીકળીને વીતીભય નગર તરફ જવાને ઉદ્યત થયો. ૦ અભીચિને બદલે કેશીકુમારનો રાજ્યાભિષેક :
ત્યારપછી તે ઉદાયન રાજાને આવા પ્રકારના અધ્યવસાય – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – નિશ્ચયથી અભીચિકુમાર મારો એક માત્ર પુત્ર છે. જે મને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, ધૈર્ય અને વિશ્રામ સ્થળની સમાન, સંમત, બહુમત, અનુમત, રત્નકરંડક સમાન, રત્નભૂત, જીવના શ્વાસોચ્છવાસ સમાન, હૃદયને આનંદદાયક, ગૂલરના ફૂલસમાન છે. જેનું નામ શ્રવણ પણ દુર્લભ છે તો દર્શનની તો વાત જ શું કરવી ?
તેથી જો હું અભીચિકુમારને રાજ્ય પર સ્થાપિત કરી શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અનગારત્વ સ્વીકારીશ, તો અભીચિકુમાર રાજ્ય, રાષ્ટ્ર, બળ, વાહન, કોઠાગાર, કોષ, પુર, અંતઃપુર, જનપદ અને મનુષ્ય સંબંધિ કામભોગોમાં મૂર્શિત, ગૃહ, ગ્રથિત અને તલ્લીન થઈને અનાદિ, અનંત દીર્ધ માર્ગવાળા, વિસ્તૃત ચાતુર્મતિક રૂપ સંસાર વનમાં પરિભ્રમણ કરતો રહેશે. તેથી અભીચિકુમારને રાજ્ય પર
સ્થાપિત કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને અણગાર પ્રવજ્યા સ્વીકારવી શ્રેયસ્કર નથી. - તેના બદલે મારા ભાણેજ કેશીકુમારને રાજ્ય પર સ્થાપિત કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી આગારિક પ્રવજ્યા ગ્રહણ કરવી શ્રેયરૂપ છે. આ પ્રમાણે વિચાર કરે છે, વિચાર કરીને જ્યાં વીતીભય નગર છે, ત્યાં આવે છે, આવીને વીતીભય નગરની વચ્ચોવચ્ચ થઈને જ્યાં પોતાનું ભવન હતું, જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવે છે, આવીને અભિષેકય હસ્તીથી નીચે ઉતર્યો. નીચે ઉતરીને જ્યાં સિંહાસન હતું, ત્યાં આવ્યો. આવીને શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વ તરફ મુખ કરીને બેઠો, બેસીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયો ! જલ્દીથી વીતીભય નગરને અંદ–બહાર જળ વડે સિંચિંત કરો, સાફ-સુથરું કરો. લીંપીને – યાવત્ – શ્રેષ્ઠ સુગંધિત દ્રવ્યોની ગંધથી ગંધવટ્ટીની સમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org