________________
૨૨૬
આગમ કથાનુયોગ-૩
દાસચેટક પંથકને સોંપ્યો.
તે પંથક દાસચેટકે ભદ્રા સાર્થવાહી પાસેથી દેવદત્ત બાળકને લઈને પોતાની કમરે રાખ્યો. રાખીને ઘરથી નીકળ્યો અને ઘણાં જ ડિંભ (બચ્ચા) – યાવત્ – કુમારીઓથી પરિવૃત્ત થઈને જ્યાં રાજમાર્ગ હતો, ત્યાં આવ્યો, આવીને દેવદત્ત બાળકને એકાંતમાં એકબાજુ બેસાડ્યો, બેસાડીને ઘણાં જ ડિંભ (બચ્ચા) – યાવત્ – કુમારીઓને સાથે લઈને રમાડવામાં મગ્ન થઈ ગયો. ૦ વિજય ચોર દ્વારા દેવદત્તની હત્યા :
આ સમયે વિજય ચોર રાજગૃહનગરના ઘણાં કારો અને અપઢારો – યાવત્ – શૂન્યગૃહોને પૂર્વોક્ત રીતે જોતો, માર્ગણા, ગવેષણા કરતા કરતા જ્યાં દેવદત્ત બાળક હતો, ત્યાં આવ્યો, આવીને દેવદત્ત બાળકને સર્વ અલંકાર આભુષણોથી વિભૂષિત જોયો. જોઈને દેવદત્ત બાળકના આભરણ અલંકારોમાં મૂર્ણિત, આસક્ત, ગ્રથિત, લાલય, ગૃદ્ધ, અભિલાષા યુક્ત અને અભ્યપપન્ન તન્મય થઈ ગયો અને પંથક દાસચેટકને અસાવધાન જોયો અને ચારે તરફની દિશામાં દૃષ્ટિ નાંખી, અહીં-તહીં જોયું અને પછી તેણે દેવદત્ત બાળકને ઉઠાવ્યો.
પછી ઉઠાવીને કાંખમાં દબાવ્યો, દબાવીને દુપટ્ટા વડે તેને ઢાંકી દીધો. ઢાંકીને શીઘ, ત્વરિત, ચપલ, ઉતાવળી ગતિથી રાજગૃહનગરના અપકારથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં જીર્ણઉદ્યાન હતું, જ્યાં ભગ્ન કૂવો હતો ત્યાં પહોંચ્યો, પહોંચીને દેવદત્ત બાળકને જીવનરહિત કરી દીધો. મારી નાંખીને બધાં આભરણ અલંકાર લઈ દીધા અને દેવદત્ત બાળકના નિષ્ણાણ, ચેષ્ટા, હીને અને નિર્જીવ શરીરને તે ભગ્ર કૂવામાં ફેંકી દીધો. ત્યારપછી તે માલુકા કચ્છમાં આવ્યો, આવીને માલુકા કચ્છમાં ઘૂસીને નિશ્ચલ, નિસ્પદ અને મૌન રહીને દિવસ આથમવાની પ્રતિક્ષા કરવા લાગ્યો. ૦ દેવદત્તની શોધખોળ :–
ત્યારપછી તે પંથક દાસચેટક થોડા સમય પછી દેવદત્ત બાળકને જ્યાં બેસાડેલા હતો તે સ્થાને આવ્યો. આવીને દેવદત્ત બાળકને તે સ્થાને બેસેલો ન જોઈને રોતો, ચિલ્લાતો, વિલાપ કરતો બધી જગ્યાએ તે બાળકને શોધવા લાગ્યો. પરંતુ દેવદત્ત બાળકની કયાંય ખબર ન મળી. તે બાળકની કૃતિ, યુતિ કે પ્રવૃત્તિ જાણવા ન મળી. ક્યાંય ભાળ ન મળવાથી તે જ્યાં પોતાનું ઘર હતું, જ્યાં ધન્ય સાર્થવાહ હતો. ત્યાં આવ્યો, આવીને ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! ભદ્રા સાર્થવાહીએ દેવદત્ત બાળકને સ્નાન કરાવીને – ચાવતું – સર્વ અલંકારોથી વિભૂષિત કરી મને સોંપ્યો હતો.
ત્યારપછી મેં દેવદત્ત બાળકને કમરમાં લઈ લીધો, લઈને હું ઘરની બહાર નીકળ્યો અને નીકળીને ઘણાં જ બચ્ચા–બચ્ચી, બાલક–બાલિકા, કુમાર-કુમારીઓને સાથે લઈને રાજમાર્ગ પર પહોંચ્યો, પહોંચીને દેવદત્ત બાળકને એક સ્થાને બેસાડ્યો, બેસાડી તે ઘણાં જ બચ્ચા – યાવત્ – કુમારીઓ સાથે રમવામાં મગ્ન થયો.
ત્યારપછી મેં દેવદત્ત બાળકને બેસાડ્યો, થોડી ક્ષણો પછી હું પાછો ત્યાં આવ્યો, આવીને તે સ્થાને દેવદત્ત બાળકને ન જોઈને રોતો, ચિલ્લાતો, વિલાપ કરતો બધી જગ્યાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org