SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથાઓ ૨૬૫ તે કાળે, તે સમયે બારાવતી (દ્વારિકા) નામની નગરી હતી. પૂર્વ–પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ હતી. નવયોજન વિસ્તીર્ણ અને બાર યોજન આયામથી હતી. કુબેરની બુદ્ધિથી નિર્મિત હતી, સુંદર પ્રાકારોથી યુક્ત હતી. વિવિધ પ્રકારના પંચવર્ણ કપિશીર્ષકથી શોભિત હતી અને અલકાપુરી સદશ હતી. પ્રત્યક્ષ દેવલોક સ્વરૂપ હતી. તે નગરીની બહાર ઇશાન ખૂણામાં રૈવતક નામનો પર્વત હતો. ઉત્તગ – યાવત્ – ઉત્તમ દશાર વીર પુરુષ આદિથી યુક્ત હતી. તે પર્વતથી નીકટ નંદનવન નામે ઉદ્યાન હતું. તેના મધ્ય ભાગમાં સુરપ્રિય નામ યશાયતન હતું. તે નગરીમાં કૃષ્ણ વાસુદેવ નામે રાજા હતો. જે મહાડિમવંત સદશ – યાવત્ – દશાર્ણભદ્ર રાજાની જેમ વિચરતો હતો. તે ત્યાં સમુદ્રવિજય પ્રમુખ દશ દશાર, બળદેવ પ્રમુખ પાંચ મહાવીર, ઉગ્રસેન, પ્રમુખ ૧૬,૦૦૦ રાજા, પ્રદ્યુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમારો, શાંબ આદિ ૬૦,૦૦૦ દુર્દાત્ત યોદ્ધાઓ, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીરો, મહસેન આદિ ૫૬,૦૦૦ બલવક, રુકિમણી આદિ ૩૨,૦૦૦ રાણીઓ, અનંગસેના આદિ અનેક હજાર ગણિકાઓ અને અન્ય પણ ઘણાં જ ઈશ્વર, તલવર – યાવત્ – સાર્થવાહ વગેરે તેમજ વૈતાઢયગિરિ અને સમુદ્રપર્યત દક્ષિણાદ્ધ ભરતનું તથા દ્વારિકા (બારાવતી) નગરીનું આધિપત્ય – યાવત્ – પાલન કરતો વિચરતો હતો. તે સમયે અત્ અરિષ્ટનેમિના ઉક્ત અંતેવાસી (અનીયસ, અનંતસેન, અજિતસેન, અનિહતરિપુ, દેવસેન અને શત્રુસેન) એ છ ભાઈ (સહોદર) અણગારો – યાવત્ – ઉગ્રતપસ્વી, ઉદાર, ચૌદપૂર્વી, ચાર જ્ઞાન સંયુક્ત, સદશ વર્ણ, સટશ રૂપ, સદશ ત્વચા, સદશ વય યુક્ત, નીલવર્ણવાળા, શ્રીવત્સ લક્ષણ યુક્ત પ્રશસ્ત બત્રીસ લક્ષણધારક, નલકુબેર સમાન, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી હતા અને પ્રવજ્યાના દિવસથી આરંભીને ભગવંતની અનુજ્ઞાથી નિરંતર છઠછઠ તપ અંગીકાર કરી વિચરતા હતા તેવા છ એ અણગારો પૂર્વે જણાવ્યા મુજબ દ્વારિકા નગરી હતી ત્યાં આવ્યા. તેમાંના એક સંઘાટક (મુનિ યુગલ) ઉચ્ચ-નીચ અને મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાર્થે ભ્રમણ કરતા રાજા વસુદેવ અને દેવકી રાણીનું જ્યાં ઘર હતું, ત્યાં પ્રવિષ્ટ થયા. ત્યારે તે દેવકીદેવીએ તે અણગારોને આવતા જોયા. જોઈને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્તવાળી, પ્રીતિયુક્ત મનવાળી, પરમ ઉલ્લસિત, હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળી થઈને આસનેથી ઉઠી, ઉઠીને મસ્તકે અંજલિ જોડી સાત-આઠ ડગલા સામે ચાલી. પછી ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદના–નમસ્કાર કર્યા. વિંદન–નમસ્કાર કરીને જ્યાં ભોજનગૃહ હતું ત્યાં આવી. ત્યારપછી તેણીએ સિંકેશર લાડુનો થાળ ભર્યો. તેના વડે તે અણગારોને પ્રતિલાભિત કર્યા. પડિલાભિને વંદના–નમસ્કાર કર્યા. કરીને પ્રતિવિસર્જિત કર્યા. ત્યારપછી બીજા સંઘાટક (મુનિ યુગલ) પણ દ્વારિકા નગરીના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાના નિમિત્તે ભ્રમણ કરતા વસુદેવ રાજા અને દેવકી રાણીના ઘેર આવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005010
Book TitleAgam Kathanuyoga Gujarati Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy