________________
શ્રમણ કથાઓ
૧૬૫
– આવીને મજ્જનગૃહમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને જાળીઓથી મનોહર, ચિત્રવિચિત્ર મણિ અને રત્નોથી જેનો ભૂમિભાગ રમણીય છે એવા ખાન મંડપમાં વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોની રચના વડે ચિત્રિત જ્ઞાનપીઠ પર સુખપૂર્વક બેઠો. બેસીને શુભ જળ વડે, સુગંધિત જળ વડે, પુષ્પમિશ્રિત જળ વડે અને શુદ્ધ જળ વડે વારંવાર કલ્યાણકારી અને ઉત્તમ સ્નાનવિધિથી સ્નાન કર્યું. કલ્યાણકારી અને ઉત્તમ સ્નાન કરીને પછી અનેક પ્રકારના સેંકડો કૌતુક કરવામાં આવ્યા.
ત્યારપછી પંખીની પાંખ સમાન સુકમાલ, સુગંધિત અને કષાય રંગથી રંગેલ વસ્ત્ર વડે શરીરને લૂછ્યું. કોરા–બહુમૂલ્ય અને શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કર્યા – યાવતું – ચંદ્રમાં સમાન પ્રિયદર્શનવાળો, રાજા શ્રેણિક મજ્જનગૃહથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી ત્યાં આવ્યો, આવીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને શ્રેષ્ઠ સિંહાસન પર બેઠો.
ત્યારપછી તે શ્રેણિક રાજા પોતાનાથી બહુ દૂર નહીં, બહુ નીકટ નહીં તેવા સ્થાને ઇશાનખૂણામાં શ્વેતવસ્ત્રથી આચ્છાદિત અને સરસવના માંગલિક ઉપચારથી જેમાં શાંતિકર્મ કરાયેલ છે, એવા આઠ ભદ્રાસન રખાવે છે. રખાવીને વિવિધ મણિરત્નોથી મંડિત – થાવત્ – અંદરના ભાગમાં ધારિણી દેવીને માટે અતિશય મૃદુ ભદ્રાસન રખાવે છે, રખાવીને કૌટુંબિક પુરુષને બોલાવે છે. બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયો ! અષ્ટાંગ મહાનિમિત્ત-જ્યોતિષશાસ્ત્રના સૂત્ર અને અર્થના પાઠક તથા વિવિધ શાસ્ત્રોમાં કુશળ સ્વપ્ન પાઠકોને જલ્દીથી બોલાવો અને બોલાવીને જલ્દીથી મારી આ આજ્ઞા પ્રમાણે કાર્ય સંપન્ન કરો.
ત્યારપછી તે કૌટુંબિક પુરુષો શ્રેણિક રાજાના આ કથનને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત હદયવાળા – યાવત્ – હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા થઈને, બંને હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી હે દેવ! “તમે કહો છો તે બરાબર છે." આ પ્રમાણે કહીને વિનયપૂર્વક આજ્ઞા વચનોને સ્વીકારે છે, સ્વીકારીને શ્રેણિક રાજા પાસેથી નીકળ્યા, નીકળીને રાજગૃહ નગરના મધ્યમાંથી થઈને
જ્યાં સ્વપ્નલક્ષણ પાઠકોનું ઘર છે, ત્યાં પહોંચ્યા, પહોંચીને સ્વપ્ન (લક્ષણ) પાઠકોને બોલાવ્યા. ૦ સ્વપ્ન ફળ કથન :
ત્યારપછી શ્રેણિક રાજાના કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવાયા ત્યારે તે સ્વપ્ન (લક્ષણ) પાઠકો હર્ષિત-સંતુષ્ટ થયા. આનંદિત ચિત્તવાળા – યાવત્ – હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા થયા, તેઓએ સ્નાન કર્યું. બલિકર્મ કર્યું – યાવત્ – પોતપોતાના ઘરોથી નીકળ્યા, નીકળીને રાજગૃહ નગરની વચ્ચોવચ્ચથી થઈને જ્યાં શ્રેણિક રાજાનું મુખ્ય ભવનનું દ્વાર છે, ત્યાં આવે છે, આવીને બધાં એકત્રિત થયા, થઈને શ્રેણિક રાજાના ભવનાવતંસકના દ્વારેથી અંદર પ્રવેશ કર્યો.
- પ્રવેશ કરીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં શ્રેણિક રાજા છે ત્યાં આવે છે, આવીને જય-વિજય શબ્દોથી શ્રેણિક રાજાને વધાવ્યા. શ્રેણિક રાજાએ તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org