SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ આગમ કથાનુયોગ-૩ --- તે અતિ ક્રોધી, રૌદ્ર, દુષ્ટ, દુઃસાહસી, ધૂર્ત, ખુશામત કરનાર, ઠગ, કપટી, છળકપટ અને મિલાવટ કરવામાં ચતુર, શીલવ્રત અને ગુણોથી રહિત, પૌષધોપવાસનું પ્રત્યાખ્યાન નહીં કરનારો, ઘણાં જ મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, સાથીઓનો ઘાત કરનારો, વધ કરનારો, વિનાશ કરનારો અને અધર્મના ધ્વજ સમાન હતો. ઘણાં બધા નગરોમાં અર્થાત્ દૂર-દૂર સુધી તેનો અપયશ ફેલાયેલો હતો. તે શૂર, દઢપ્રવાહી, સાહસિક અને શબ્દ વેધી હતો. તે (વિજયચોર) સિંહગુફાચોરપલ્લીમાં પાંચ સો ચોરોનું અધિપતિત્વ, અગ્રેસરત્વ, સ્વામીત્વ, ભર્તુત્વ, મહત્તરકત્વ, આશૈશ્વર્યત્વ અને સેનાપતિત્વ કરતો અને તેમનું પાલન કરતો એવો વિચરતો હતો. તે તસ્કરો, ચોરોનો સેનાપતિ વિજય ઘણાં જ ચોરોને માટે, જારોને માટે, ગ્રંથિ ભેદ કરનારા (ખીસા કાતરુંઓ) માટે, સંધિ છેદ કરનારા માટે, ખાતર પાડનારા માટે, રાજાના અપકારીને માટે, ઋણધારકોને માટે, બાળઘાતકોને માટે, વિશ્વાસઘાતકોને માટે, જુગાર રમનારા માટે, ખંડ રક્ષકોને માટે તથા મનુષ્યોના હાથ–પગ આદિ અવયવોનું છેદન-ભેદન કરનારા માટે અને બીજા ઘણાં લોકોને માટે કુડંગ સમાન આધારભૂત (આશ્રયદાતા) હતો. તે સમયે, તે વિજય તસ્કર ચોર સેનાપતિ રાજગૃહની અગ્રિદિશામાં સ્થિત જનપદને ગ્રામઘાત દ્વારા, નગરઘાત દ્વારા, ગાયોનું હરણ કરીને, મનુષ્યોને કેદ કરીને, પથિકોને મારીને, ખાતર પાડીને, વારંવાર પીડા આપીને, વારંવાર વિધ્વંસ કરીને, લોકોને સ્થાન વિહિન અને નિર્ધન કરતો એવો વિચરણ કરતો હતો. ત્યારપછી તે ચિલાત દાસચેટક રાજગૃહ નગરમાં ઘણાં બધા અર્થાભિશંકી, ચૌરાભિશંકી, દારાભિશંકી, ધનિકો અને જુગારી દ્વારા પરાભવ પામીને, પ્રતાડિત થઈને રાજગૃહ નગરથી બહાર નીકળ્યો, નીકળીને જ્યાં સિંહગુફા ચોર પલ્લી હતી, ત્યાં આવ્યો, આવીને ચોર સેનાપતિ વિજયનું શરણું લઈને રહેવા લાગ્યો. ત્યારપછી તે ચિલાત દાસચેટક ચોરસેનાપતિ વિજયનો પ્રમુખ ખગ અને યષ્ટિધારક થઈ ગયો. તેથી જ્યારે પણ તે વિજયચોર સેનાપતિ ગામ ભાંગવા, નગર ભાંગવા, ગાયોનું હરણ કરવા, મનુષ્યોને બંદી બનાવવા, પથિકોને લુંટવા–કુટવા જતો હતો, તે વખતે તે ચિલાત દાસચેડ ઘણીબધી કૂવિય સેનાને હણીને-મથન કરીને, પ્રવરવીરોનો ઘાત કરીને, ધ્વજા-પતાકા આદિ નષ્ટ કરીને, પ્રાણોને સંકટગ્રસ્ત કરીને દૂરદૂર દિશા–વિદિશામાં ભગાડી દેતો હતો. ભગાડીને પછી તે ધનને લઈને પોતાનું કાર્ય કરીને અજ્ઞાત માર્ગથી સિંહગુફા ચોરપલ્લીમાં સકુશલ શીઘ પાછો આવી જતો હતો. ત્યારપછી તે વિજય ચોર સેનાપતિએ ચિલાત તસ્કરને ઘણી જ ચોર વિદ્યાઓ, ચોર મંત્ર, ચોર માયા અને ચોર કપટને શીખવાડેલા હતા. ત્યારપછી તે વિજય ચોર સેનાપતિ કોઈ સમયે કાળધર્મથી યુક્ત થયો અર્થાત્ મૃત્યુ પામ્યો. ત્યારે તે પ૦૦ ચોરોએ વિજય ચોર સેનાપતિનું ઘણા-ઘણાં ઠાઠ-માઠ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005010
Book TitleAgam Kathanuyoga Gujarati Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy