SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથાઓ ૨ ૩૫ ચિલ્લાતા, શોક કરતા, વિસરતા અને વિલાપ કરતા પોતપોતાના માતાપિતા પાસે ફરિયાદ કરતા. ત્યારે તેઓ ક્રોધિત, રોષિત. કુપિત, ચંડવત્ થઈને દાંત કચકચાવતા ધન્ય સાર્થવાહની પાસે આવ્યા, આવીને ખેદજનક વચનો વડે અનાદરયુક્ત વચનો વડે, ઉપાલંભ વચનો વડે ખેદ પ્રગટ કરતા, રોતા, ઉપાલંભ આપતા ધન્ય સાર્થવારને આ વૃત્તાંત સંભળાવતા. ત્યારે ધન્ય સાર્થવાહે તે ઘણાં બાળક–બાલિકા, ડિંભક–કિંભિકા, કુમારકુમારીકાઓના માતાપિતા પાસેથી આ વાત સાંભળી અત્યંત ક્રોધિત, રુષિત, કુપિત, ચંડવત્ બનીને દાંતોને કચકચાવી તે ચિલાત દાસચેટકનો ઊંચા-નીચા આક્રોશ વચનોથી આક્રોશ કર્યો, તેનો તિરસ્કાર કર્યો, ભત્સના કરી, ધમકાવ્યો, તર્જના કરી, ઊંચી-નીચી તાડના વડે તાડન કર્યું અને પછી પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. - અથવા – પરંપરા – (૨) – ધન્ય શેઠે પોતાની પુત્રી સુસુમાને સાચવવા ચિલાતિ દાસપુત્રને રાખેલ હતો. જ્યારે–જ્યારે સુસુમા રડતી, ત્યારે ત્યારે ચિલાતિપુત્ર તેણીની યોનિમાં અંગળી ફેરવતો, તેનાથી સુખ પામી તે બાલિકા રડતી બંધ થઈ જતી હતી. આ વાતની ધન્ય સાર્થવાહને ખબર પડી. તેણે ચિલાતિની દુશ્લેષ્ટા જાણીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો. ૦ ચિલાતકનું ચોર સેનાપતિ થવું : ત્યારે ધન્ય સાર્થવાહ દ્વારા પોતાના ઘરમાંથી કાઢી મૂકાયા પછી તે ચિલાતા દાસચેટક રાજગૃહનગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ, દેવાલય, સભા, પાણીની પરબ, જુગારીના અડ્ડા, વેશ્યાગૃહો અને પાનક ગૃહોમાં સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યો. ત્યારપછી તે દાસચેટક ચિલાતને કોઈ હાથ પકડીને રોકનાર કે વચન વડે રોકનાર નહીં રહેવાથી સ્વચ્છંદ મતિ, વૈરચારી, મદ્યપાન આસક્ત, ચોરીમાં આસક્ત, માંસાસો, જુગારરસી, વૈશ્યાસક્ત, પરદા રાગમનમાં આસક્ત થઈ ગયો. તે સમયે રાજગૃહ નગરથી બહુ દૂર નહીં, તેમ બહુ નજીક નહીં એવા પ્રદેશમાં અગ્નિખૂણામાં સિંહગુફા નામની એક ચોરપલી હતી. જે વિષમ ગિરિતળેટીના પ્રાંતભાગે આવેલી હતી. વાંસની ઝાડીઓના પ્રાકારથી ઘેરાયેલી હતી, છિન્ન ભિન્ન થયેલા વિષમ શૈલના પ્રપાતરૂપ પરિખા વડે યુક્ત હતી. તેમાં આવવા-જવા માટે એક જ વાર હતું. તેમાં અનેક નાના–નાના ખંડો હતા. જાણકારો જ તેમાં પ્રવેશી શકતા કે નીકળી શકતા હતા. તે પલ્લીમાં જ પાણી હતું. પલ્લીની બહાર આસપાસમાં પાણી મળવું અતિ દુર્લભ હતું. ચોરીને લાવેલ ધનને પાછું મેળવવા આવેલી સેના પણ તેનું કંઈ બગાડી શકતી ન હતી. તે સિંહગુફા નામક ચોરપલીમાં વિજય નામનો એક ચોર સેનાપતિ રહેતો હતો. જે અધાર્મિક, અધર્મસ્થિત, અધર્મીનો પ્રિય, અધર્મનો ઉપદેશક, અધર્મનું બીજ, અધર્મને જોનારો, કુધર્મ અને કુશીલનું આચરણ કરનાર, પાપ કાર્યોમાં પ્રવૃત્તિને કરનારો હતો. હનન, છેદન, ભેદનમાં પ્રવૃત્ત રહેવાથી જેના હાથ ખૂનથી લાલ રહેતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005010
Book TitleAgam Kathanuyoga Gujarati Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy