________________
આગમ કથાનુયોગ-૩
કરતો હતો. તેની પત્નીનું નામ ભદ્રા હતું. તે ધન્ય સાર્થવાહના પુત્ર અને ભદ્રાના આત્મજ એવા પાંચ સાર્થવાહ બાળક હતા. તે આ પ્રમાણે :- (૧) ધન, (૨) ધનપાલ, (૩) ધનદેવ, (૪) ધનગોપ (૫) ધનરક્ષિત. આ પાંચ પુત્રો પછી તે ધન્ય સાર્થવાહની પુત્રી અને ભદ્રાની આત્મજા એવી સુંસુમા નામની એક પુત્રી હતી. જેના હાથ—પગ આદિ અંગો સુકુમાર હતા.
૨૩૪
૦ ચિલાત–દાસચેટક દ્વારા બાળક—બાલિકાનું તર્જન :–
તે ધન્ય સાર્થવાહને ચિલાત નામે દાસચેટક હતો. જે પાંચે ઇન્દ્રિયો અને શરીરથી પરિપૂર્ણ અને માંસથી ઉપચિત હતો. તથા બાળકોને રમાડવામાં કુશળ હતો.
ત્યારપછી તે દાસચેટક સુંસુમા બાલિકના બાલગ્રાહક (બાળક સાચવનાર) રૂપે નિમણૂંક પામ્યો. તે સુંસુમા બાલિકાને કેડમાં ગ્રહણ કરી (ઉપાડી) ઘણાં જ બાળક– બાલિકા, ડિંભ–ડિંભિકા, કુમાર–કુમારીકાઓની સાથે રમણ કરતોકરતો રહેતો હતો.
તે સમયે તે ચિલાત દાસચેટક તે ઘણાં જ બાળક અને બાલિકાઓ, ડિંભ ડિંભિકાઓ, કુમારીકુમારીકાઓમાંથી કોઈકની કોડી લઈ લેતો, કોઈની લખોટી લઈ લેતો, કોઈની આડોલિકા તો કોઈના દડાનું હરણ કરી લેતો. કોઈના કપડા છુપાવી દેતો તો કોઈનો દુપટ્ટો હરી લેતો. કોઈના આભૂષણ, માળા-અલંકાર ચોરી લેતો હતો. તેમજ કોઈના પર આક્રોશ કરતો, તો કોઈની હાંસી ઉડાવતો હતો, કોઈને ઠગી લેતો, કોઈની ભર્ત્યના કરતો હતો. કોઈની તર્જના કરતો તો કોઈને મારપીટ કરતો હતો.
ત્યારે તે ઘણાં જ બાલક-બાલિકા, ડિંભ–ડિંભિકા, કુમાર–કુમારીકા રોતા—રોતા, ચિસો પાડતા, શોકયુક્ત થતા, વિસરતા, વિલાપ કરતા પોતપોતાના માતા–પિતાની પાસે જઈને કહેતા (ફરિયાદ કરતા)—
૦ ચિલાતને ઘરમાંથી કાઢી મૂક્યો :–
(આ વિષયમાં બે પરંપરા છે :- (૧) ચિલાતનું કજીયાખોર અને દુર્વિનિતપણું (૨) ચિલાતની કુચેષ્ટા) (૧) ત્યારે તે ઘણાં બાળક અને બાલિકાઓના, ડિંભ અને ડ્રિંભિકાઓના, કુમાર અને કુમારીકાઓના માતા–પિતા ધન્ય સાર્થવાહની પાસે આવતા, આવીને ધન્ય સાર્થવાહને ખેદજનક વચનોથી ખેદ પ્રગટ કરતા, રોતા અને ઉપાલંભ આપતા અને એ રીતે ખેદ કરીને, રોઈને અને ઉપાલંભ આપીને ધન્ય સાર્થવાહને આ વાત જણાવતા હતા.
ત્યારપછી ધન્ય સાર્થવાહ ચિલાત દાસચેટને આ વાતને માટે વારંવાર મનાઈ કરતો, પણ ચિલાત દાસચેટક પોતાની પ્રવૃત્તિથી અટકતો ન હતો.
મનાઈ કરી હોવા છતાં (પણ) તે ચિલાત દાસચેટક તે ઘણાં બાળક—બાલિકાઓ, ડિંભ—ડિંભિકાઓ, કુમારકુમારીકામાંથી કોઈની કોડી લઈ લેતો, કોઈની લખોટી ચોરી લેતો, કોઈની આડોલિકા લઈ લેતો તો કોઈનો દડો લઈ લેતો, કોઈના કપડા ચોરી લેતો તો કોઈના દુપટ્ટા લઈ લેતો, કોઈના આભરણ, માળા, અલંકાર ચોરી લપેતો. કોઈના પર આક્રોશ કરતો, કોઈની હાંસી ઉડાવતો, કોઈને ઠગી લેતો, કોઈને ધમકાવતો, કોઈનું તર્જન કરતો તો કોઈને તાડન કરતો.
ત્યારે તે ઘણાં બાળક–બાલિકા, ડિંભક–ડિંભિકા, કુમાર–કુમારીકા રોતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org