________________
શ્રમણ કથાઓ
૨ ૩૩
નથી કરતા, ફક્ત જ્ઞાન, દર્શન, ચારિત્રની સાધના કરવા સિવાય તેનું અન્ય કોઈ પ્રયોજન નથી.
– તે સાધુ-સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકા દ્વારા આ લોકમાં અર્ચનીય, વંદનીય, નમસ્કરણીય, પૂજનીય, સત્કારણીય, સન્માનીય થાય છે. તથા તેમને કલ્યાણરૂપ, મંગળરૂ૫, દેવસ્વરૂપ, ચૈત્યરૂપ માનીને તેમની પર્યાપાસના કરવાને યોગ્ય મનાય છે.
પરલોકમાં પણ તે હસ્તકેદન, કર્ણોદન, નાસિકા છેદન તથા આ જ પ્રમાણે હૃદયનું ઉત્પાદન, વૃષણોનું ઉત્પાદન અને ઉબંધન આદિ કષ્ટોને પ્રાપ્ત કરતો નથી તથા અનાદિ અનંત દીર્ધ માર્ગવાળી સંસારઅટવીને પાર કરે છે. જે પ્રમાણે ધન્ય સાર્થવાહે કરી તેમ. (જાણવું.)
૦ આગમ સંદર્ભ :નાયા. ૧૫૭;
– ૪ – ૪ – ૦ ચિલાતિ પુત્ર કથા – પૂર્વભવ :
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં યજ્ઞને માનતો એવો એક યજ્ઞદેવ નામનો ધિગજાતીય બ્રાહ્મણ રહેતો હતો. તે પોતાને પંડિત માનતો હતો. તે સદા જિનશાસનની નિંદા કરતો હતો. તેણે એવી પ્રતિજ્ઞા કરેલી કે, જે કોઈ મને વાદમાં જીતે તેનો હું શિષ્ય થઈશ. ત્યારે કોઈ વિશિષ્ટ સાધુએ વાદમાં હરાવતા તેણે દીક્ષા લીધી. કોઈ વખતે શાસનદેવી દ્વારા પ્રેરણા પામીને ધર્મમાં સ્થિર થયો, પણ પૂર્વના સંસ્કારને કારણે જાતિમદથી સાધુપણા તરફનો તેનો ગંછા ભાવ થોડો થોડો પણ રહ્યા કરતો હતો.
તેણે પોતાનું સમગ્ર સ્નેહી–સ્વજન વર્ગને પ્રતિબોધ કર્યો. પણ તેની પત્ની શ્રીમતી સજ્જડ સ્નેહાનુરાગને કારણે યજ્ઞદત્તને દીક્ષા છોડાવવા ઇચ્છા કરે છે. કોઈ દિવસે તેની પત્નીએ તેમને વશ કરવા માટે તેના પર કાર્પણ કર્યું, તેના દોષથી યજ્ઞદત્ત (મુનિ) મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયા, પેલી સ્ત્રી પણ તેના નિર્વેદથી ખૂબ કલેશ પામીને છેવટે તેણીએ દીક્ષા લીધી. આલોચના કર્યા વિના મૃત્યુ પામેલી શ્રીમતી પણ દેવલોકમાં ઉત્પન્ન થઈ. ૦ ચિલાતિ પુત્રરૂપે જન્મ :
યજ્ઞદત્તનો જીવ દેવલોકથી ચ્યવયો. રાજગૃહ નગરમાં ધન્ય નામે સાર્થવાહ હતો. તેને ત્યાં શિલાતિકા નામની દાસી હતી. તે દાસીનું કૃષિમાં યજ્ઞદત્તનો જીવ ઉત્પન્ન થયો. તેનું આમ ચિલાતક પાડવામાં આવ્યું. પણ તે ચિલાતી દાસીનો પુત્ર હોવાથી શિલાતિપુત્ર નામે વ્યવહારમાં પ્રસિદ્ધ થયો. પૂર્વભવે સાધુની ગંછા કરેલી હોવાથી તે દાસીપુત્ર થયો.
- શ્રીમતીનો જીવ દેવલોકથી ચ્યવીને આ જ ધન્ય સાર્થવાહને ત્યાં પાંચ પુત્ર પછી પુત્રીરૂપે ઉત્પન્ન થયો. તે બાલિકાનું નામ સુસુમાં રાખવામાં આવ્યું. ૦ ઘન્ય સાર્થવાહ પરિવાર :
તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. ત્યાં ધન્ય નામે સાર્થવાહ નિવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org