SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ આગમ કથાનુયોગ-૩ – ઉદાયને રાજાની કથાના બે ભિન્ન પ્રવાહો મુખ્યત્વે જોવા મળેલ છે. (૧) ભગવતીજી સૂત્રમાં – જેમાં આ કથા ઋષભદત્ત આદિની માફક સીધી જ ચાલે છે. (૨) આવશ્યક સૂત્ર—પૂર્ણિ અને વૃત્તિમાં જેમાં કુમારનંદી સોનીનો પ્રબંધ, પ્રભાવતી દેવ દ્વારા પ્રતિબોધ આદિ ઘટનાઓ પૂર્વક કથા નિરૂપણ છે. - બંને કથાપ્રવાહોમાં ઘણી જ ભિન્નતા જોવા મળેલ છે. અહીં તેનું યથામતિ સંકલન કરીને બંને પ્રવાહોનો સમન્વય કરેલ છે.) ૦ ચંપાનગરીમાં ભ૦મહાવીર : તે કાળ, તે સમયમાં ચંપા નામે નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું. તે વખતે શ્રમણ ભગવંત મહાવીર કોઈ દિવસે અનુક્રમે વિચરતા, ગ્રામાનુગ્રામ સુખપૂર્વક વિહાર કરતા, જ્યાં ચંપાનગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યાં પધાર્યા, પધારીને યથાયોગ્ય અવગ્રહ ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. ૦ ઉદાયન રાજા અને તેનો પરિવાર : તે કાળ, તે સમયે સિંધુ સૌવીર જનપદમાં વીતીભય નામક નગર હતું. તે વીતીભય નગરની બહાર ઇશાન ખૂણામાં મૃગવન નામે ઉદ્યાન હતું. જે સર્વઋતુઓના પુષ્પો અને ફળોથી સમૃદ્ધ હતું. તે વીતીભય નગરમાં ઉદાયન નામે રાજા હતો. જે માહિમવન, મહા મલય, મંદર, સમાન સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ હતો (ઇત્યાદિ). તે ઉદાયન રાજાની એક રાણી પદ્માવતી હતી. જે સુકમાલ હાથ–પગવાળી હતી (ઇત્યાદિ). તેને બીજી એક પ્રભાવતી નામે રાણી હતી. જે ચેટકરાજાની પુત્રી હતી. (કે આવશ્યક નિર્યુક્તિ ૭૭૫-૭૭૬ની વૃત્તિ તથા આવ.નિ. ૧૨૮૪ની વૃત્તિમાં માત્ર પ્રભાવતી નો જ ઉલ્લેખ છે, જ્યારે ભગવતીજીમાં સૂત્ર–૫૮૭માં આ બંને પાઠ મળે છે. અલબત્ત ભગવતીજીની મુકિત વૃત્તિમાં પદ્માવતી રાણીનો પાઠ છપાયેલ નથી. તેથી સ્વાભાવિક વિચાર આવે કે, પ્રભાવતી અને પદ્માવતી બંને અલગ-અલગ છે કે કેમ ? તદુપરાંત ભરતેશ્વર બાહુબલી વૃત્તિ અને ઉપદેશ પ્રાસાદાદિ ચરિત્ર ગ્રંથોમાં માત્ર પ્રભાવતીનો જ ઉલ્લેખ છે. તો આ બંને રાણી અલગ માનવા કે પછી ફક્ત પ્રભાવતી રાણીનો આવશ્યક સૂત્રવાળો પાઠ જ સત્ય માનવો ? હવે જો માત્ર પ્રભાવતી રાણીનો પાઠ સત્ય માનીએ – તો પણ બીજી સમસ્યા સર્જાય છે – આવશ્યકના પાઠ મુજબ પ્રભાવતીએ દીક્ષા ગ્રહણ કરી અને તે દેવ થયા. ઉદાયન રાજર્ષિને આહારમાં આવેલ વિષયુક્ત દહીંમાંથી વિષ દૂર કર્યું આદિ નિરૂપણ છે. ભગવતીજીમાં પદ્માવતી દેવી ઉદાયન રાજાની દીક્ષામાં સાથે બેઠા, અગ્ર કેશ ગ્રહણ કર્યા ઇત્યાદિ પાઠ છે. માટે માની શકાય કે પ્રભાવતી–પદ્માવતી જુદા હોય. વળી જે મુકિત પ્રત છે તેમાં પણ આરંભમાં પ્રભાવતી તથા તેના પુત્ર અભિચિ કુમારનો ઉલ્લેખ છે, જ્યારે દીક્ષા વખતેના સમગ્ર વર્ણનમાં તે જ મુક્તિ પ્રતમાં પદ્માવતીનો ઉલ્લેખ છે (પણ પ્રભાવતીનો નથી) પૂ.આગમોકારક સાગારાનંદસૂરિ સહિત તમામ સંપાદકોએ ભગવતીજીમાં તેરમા શતકના છઠા ઉદ્દેશોમાં આરંભમાં પ્રભાવતીનો અને પછીથી પવાવતીનો ઉલ્લેખ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005010
Book TitleAgam Kathanuyoga Gujarati Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy