________________
૩૨૮
આગમ કથાનુયોગ-૩
પ્રકારનો અધ્યવસાય – કાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – તે ગ્રામ, આકર, નગર, નિગમ રાજધાની, ખેડ, કર્બટ, દ્રોણમુખ, મડંબ, પટ્ટન, આશ્રમ, સંબાણ, સંનિવેશ આદિ ધન્ય છે જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિચરણ કરે છે.
તે રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહ પ્રકૃતિ ધન્ય છે, જે શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને અણગાર પ્રવજ્યા ગ્રહણ કરે છે.
તે રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહ પ્રભૂતિ ધન્ય છે, જે શ્રમણ ભગવંત મહાવીર પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કરે છે.
તે રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ સાર્થવાહ આદિ ધન્ય છે, જે શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મશ્રવણ કરે છે.
તેથી શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વી વિચરણ કરતા, પ્રામાનુગ્રામ વિહરતા જો અહીં આવે, અહીં બિરાજે અને હસ્તિ શીર્ષ નગરની બહાર પુષ્પકરંડક ઉદ્યાનના કૃતવનમાલપ્રિય યક્ષના યક્ષાયતનમાં યથાપ્રતિરૂપ અવગ્રહ ધારણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા અહીં વિચરણ કરે, તો હું શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર દીક્ષા ગ્રહણ કરીશ.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર સુબાહુકુમારના આવા પ્રકારના માનસિક વિચાર – યાવત્ – જાણીને પૂર્વાનુપૂર્વી વિચરતા, ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા જ્યાં હસ્તિશીર્ષ નગર હતું, જ્યાં પુષ્પકરંડક ઉદ્યાન હતું -- જ્યાં કૃતવનમાલપ્રિય યક્ષનું વલાયતન હતું, ત્યાં પધાર્યા. આવીને યથા પ્રતિરૂપ—અભિગ્રહ ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. પર્ષદા નીકળી, રાજા પણ નીકળ્યો.
ત્યારપછી તે મહાનું જનકોલાહલ અને – યાવત્ – જનસમુદાયને સાંભળીને અને જોઈને તે સુબાહુકુમારને આ આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, કલ્પિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો – જમાલીકુમારની માફક સર્વ કથન જાણવું. તેની માફક જ સુબાહુકુમાર નીકળ્યો. ભગવંતે ધર્મકથા કહી. પર્ષદા અને રાજા પાછા ગયા.
ત્યારપછી તે સુબાહુકુમાર શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મને સાંભળીને અને અવધારીને હર્ષિત–સંતુષ્ટ થઈને જેમ મેઘકુમારે માતાપિતાને પૂછેલું, તેમ સુબાહકુમારે પૂછયું. તેની માફક જ નિષ્ક્રમણાભિષેક કર્યો – યાવત્ – તે અણગાર થઈ ગયા. ઈર્યા સમિતિનું પાલન કરતા – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા.
ત્યારપછી તે સુબાહુ અણગાર શ્રમણ ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિક આદિથી આરંભીને અગિયાર અંગોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં જ ઉપવાસ, છઠ, અઠ્ઠમ આદિ વિવિધ પ્રકારના તપોના આચરણ વડે આત્માને ભાવિત કરતા ઘણાં - અનેક વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. છેલ્લે એક માસની સંલેખના કરી, ઝોસણા કરી, અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરી, આલોચના કરી, પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત કરી, કાળ માસે કાળ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org