________________
શ્રમણ કથાઓ
૩૨૯
૦ સુબાહુ અણગારની ગતિ :
સુબાહુ અણગાર કાળ કરીને સૌધર્મકલ્પ દેવતા થયા.
ત્યારપછી તે દેવલોકથી આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિશય થયા પછી તે દેવ શરીરનો ત્યાગ કરીને મનુષ્ય શરીરને પ્રાપ્ત કરશે અને ત્યાં કેવળબોધિને પ્રાપ્ત કરશે અને તથારૂપ સ્થવિરોની પાસે મુંડિત થઈન, ગૃહત્યાગીને અનગાર ધર્મમાં પ્રવ્રજિત થશે.
તે ત્યાં ઘણાં વર્ષો સુધી શ્રમણ્યનું પાલન કરશે. આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત કરીને કાળ કરીને સનતકુમાર કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થશે.
ત્યાંથી ચુત થઈને તે મનુષ્યભવ ધારણ કરશે. દીક્ષા લેશે અને કાળ કરીને બ્રહ્મલોકમાં ઉત્પન્ન થશે.
પછી મનુષ્યભવ ધારણ કરશે, ત્યાંથી મૃત્યુ પામીને મહાશુક્ર કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી મનુષ્યભવ લઈને આનતકલ્પ દેવ થશે. ત્યાંથી મનુષ્યભવ લઈને આરણકલ્પ દેવ થશે. ત્યાંથી મનુષ્યભવ પામીને સર્વાર્થસિદ્ધ દેવ થશે.
ત્યાંથી અનંતર ચ્યવન કરી તે મહાવિદેહ ક્ષેત્રમાં જાતિ સંપન્ન, કુલ સંપન્ન, દ્ધિ સંપન્ન થશે, પછી દૃઢપ્રતિજ્ઞ સમાન તે સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિવૃત્ત થશે અને સર્વદુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :વિવા. ૩૬, ૩૭;
ગચ્છા. ૧૦૦ની વૃ – ૪ – ૪ – ૦ ભદ્રનંદી કથા :
તે કાળે, તે સમયે ઋષભપુર નામે નગર હતું. સ્તૂપ કરંડ ઉદ્યાન હતું. ત્યાં ધન્ય નામના યક્ષનું આયતન હતું. ધનાવહ રાજા હતો અને સરસ્વતી રાણી હતી.
સરસ્વતી રાણીનું સ્વપ્ન દર્શન, રાજાને કથન, જન્મ, બાલ્યાવસ્થા – કળાઓનું શિક્ષણ. યૌવન – પાણિગ્રહણ, પ્રીતિદાન, પ્રાસાદ નિર્માણ અને ભોગોને ભોગવવા. આ બધું સુબાહુકુમારના વર્ણનની માફક જાણવું.
વિશેષ ફક્ત એ કે, આ કુમારનું નામ ભદ્રનંદી રાખ્યું. શ્રીદેવી આદિ ૫૦૦ શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ થયું. સ્વામી (ભગવંત મહાવીર) પધાર્યા. સમવસરણ રચાયું. શ્રાવક ધર્મ ગ્રહણ કર્યો. પૂર્વભવ સંબંધી પૃચ્છા.
મહાવિદેહ વર્ષ ક્ષેત્રમાં પુંડરીકિણી નગરી હતી. ત્યાં વિજય નામે કુમાર હતો. તેણે યુગબાહુ તીર્થકરને પ્રતિલાભિત કર્યા. મનુષ્યાયુનો બંધ કર્યો. અહીં ઉત્પન્ન થયો. બાકી સર્વ કથન સુબાહકુમારની કથા મુજબ જાણવું – યાવત્ – મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિને પ્રાપ્ત કરશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :વિવા. ૩૬, ૩૮;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org