________________
૩૩૨
આગમ કથાનુયોગ-૩
૦ મહચંદ્રકુમાર કથા :
ચંપા નામે નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર ઉદ્યાન હતું અને પૂર્ણભદ્ર યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં દત્ત નામે રાજા હતો, તેની રક્તવતી નામે રાણી હતી. તેમને મહચંદ્રકુમાર નામે પુત્ર હતો. તેના શ્રીકાંતા આદિ ૫૦૦ રાજકન્યાઓ સાથે વિવાહ થયા. ભગવંત મહાવીર સમોસર્યા. મહચંદ્રએ શ્રાવકોના બાર વ્રતો ગ્રહણ કર્યા. ગૌતમસ્વામીએ પૂર્વભવ પૂછયો
તિગિકી નામે નગરી હતી. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. તેણે ધર્મવીર્ય અણગાર પ્રતિલાભિત કર્યા. મનુષ્યાય બાંધી. અહીં ઉત્પન્ન થયો – યાવત્ – સિદ્ધ થયા. (શેષ સર્વ કથા સુબાહુકુમાર પ્રમાણે જાણવી.)
૦ આગમ સંદર્ભ :વિવા. ૩૬, ૪૫,
– ૪ – ૪ – ૦ વરદત્તકુમાર કથા :
તે કાળે, તે સમયે સાકેત નામક નગર હતું. ત્યાં ઉત્તર કુનામક ઉદ્યાન હતું. ત્યાં પાર્શમૃગ યક્ષનું યક્ષાયતન હતું. મિત્રનંદી નામનો રાજા હતો. તેને શ્રીકાંતા રાણી હતી. તેમને વરદત્ત કુમાર નામે પુત્ર હતો. તેને વરસેના આદિ ૫૦૦ પનીઓ હતી. તીર્થંકર ભગવંત મહાવીરનું આગમન થયું. વરદત્તે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ગૌતમસ્વામીએ તેનો પૂર્વભવ પૂછ્યો.
શતદ્વાર નામે નગર હતું. ત્યાં વિમલવાહન રાજા હતો. તેમણે ધર્મરુચિ અણગારને ઉત્કટ ભક્તિભાવથી નિર્દોષ આહારદાન વડે પ્રતિલાભિત કર્યા. મનુષ્યાયુનો બંધ કર્યો. પછી અહીં ઉત્પન્ન થયો. શેષ વૃત્તાંત સુબાહુકુમાર મુજબ જાણવું – યાવત્ – તેણે પ્રવજ્યા અંગીકાર કરી.
વરદત્તકુમારનો જીવ કલ્પાંતરોમાં ઉત્પન્ન થઈ અર્થાત્ દેવ તથા મનુષ્યના અનેક ભવો ધારણ કરી અંતે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થશે. પછી મહાવિદેહમાં જન્મ લઈને દૃઢ પ્રતિજ્ઞની માફક સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે. – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :વિવા. ૩૬, ૪૬;
–– ૪ – ૪ – ૦ દઢપ્રતિજ્ઞ કથા :
(આ કથા અંબઇ પરિવ્રાજકની કથા અંતર્ગત જોવી.)
તે દૃઢપ્રતિજ્ઞ તથારૂપ સ્થવીરોની પાસે કેવલબોધિ પ્રાપ્ત કરશે. ગૃહવાસનો પરિત્યાગ કરી તે અનગાર ધર્મમાં પ્રવજિત થશે. તે અણગારમુનિ દૃઢપ્રતિજ્ઞ ઈર્યા – થાવત્ – ગુપ્ત બ્રહ્મચારી થશે. આ પ્રકારની ચર્યામાં સંપ્રવર્તમાન મુનિ દઢપ્રતિજ્ઞને અનંત, અનુત્તર, નિર્ચાઘાત, નિરાવરણ, કૃત્ન, પ્રતિપૂર્ણ, કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થશે.
ત્યારપછી દઢપ્રતિજ્ઞ કેવલી ઘણાં વર્ષો સુધી કેવલી પર્યાયનું પાલન કરશે. એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org