________________
શ્રમણ કથાઓ
૩૩૩
માસની સંલેખના અને એક માસનું અનશન સંપન્ન કરી જે લક્ષ્યને માટે નગ્નભાવ, મંડભાવ, અસ્નાન, અદંતવન, કેશાંચનબ્રહ્મચર્ય વાસ, અચ્છત્રક, પાદરણિકા ઘારણ ન કરવા, ભૂમિશયન, ફલક શયન, સામાન્ય કાષ્ઠ પાટ શયન, ભિક્ષા હેતુ પરગૃહ પ્રવેશ કરણ કે
જ્યાં આહાર મળે કે ન મળે. બીજા તરફથી જન્મ–કર્મની ભત્રેનાપૂર્વક અવહેલના કે તિરસ્કાર, હિંસા, નિંદા, ગહ, તર્જના, તાડના, પરિભવના, પરિવ્યથના, પરીષહ, ઉપસર્ગ આદિ સ્વીકાર કર્યા હતા, તે લક્ષ્યને પૂર્ણ કરીને અંતિમ ઉચ્છવાસ નિઃશ્વાસે સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિવૃત્ત થશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :ઉવ. ૫૦,
—
X
-
X
——
૦ કેશીકુમાર કથા :
(આ કથા પ્રદેશી રાજાના કથાનક અંતર્ગત જોવી)
તે કાળે, તે સમયે જાતિસંપન્ન, કુળસંપન્ન, આત્મબળથી યુક્ત, અધિક રૂપવાનું, વિનયવાનું, સખ્યમ્ જ્ઞાન, દર્શન, ચારિત્રના ધારક, લજ્જાવાનું, લાઘવવાનું, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, ક્રોધ, માન, માયા, લોભને જીતનારા, જીવવાની ઇચ્છા અને મૃત્યુના ભયથી વિમુક્ત, તપઃપ્રધાન, ગુણપ્રધાન, કરણપ્રધાન, ચરણપ્રધાન, નિગ્રહપ્રધાન, નિશ્ચયપ્રધાન, આર્જવપ્રધાન, માર્દવપ્રધાન, લાઘવપ્રધાન, ક્ષમાપ્રધાન, ગુપ્રિધાન, મુક્તિપ્રધાન, વિદ્યાપ્રધાન, મંત્રપ્રધાન, કુશલ અનુષ્ઠાનોમાં પ્રધાન, વેદ પ્રધાન, નયપ્રધાન, નિયમપ્રધાન, સત્યપ્રધાન, શૌચપ્રધાન, જ્ઞાનપ્રધાન, દર્શનપ્રધાન, ચારિત્રપ્રધાન (તથા–)
- ઉદાર, ઘોર પરીષહો, ઇન્દ્રિયો અને કષાયોના નિગ્રહમાં કઠોર, ઘોરવતી, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યવાસી, શરીર સંસ્કારના ત્યાગી, વિપુલ તેજલેશ્યાને પોતાના શરીરમાં સમાવી રાખનાર, ચૌદ પૂર્વના જ્ઞાતા, મત્યાદિ ચાર જ્ઞાનોના સ્વામી, પાર્શ્વનાથ ભગવંતના સંતાનીય શિષ્ય કેશીકુમાર શ્રમણ પ૦૦ અણગારોથી પરિવૃત્ત થઈને અનુક્રમે ચાલતા-ચાલતા, ગ્રામાનુગ્રામ વિચરતા, સુખ-સુખે વિહાર કરતા જ્યાં શ્રાવતી નગરી હતી, જ્યાં કોષ્ઠક ચૈત્ય હતું, ત્યાં પધાર્યા. શ્રાવસ્તી નગરીની બહાર કોષ્ઠક ચૈત્યમાં યથોચિત અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
(ત્યારપછી ચિત્ત સારથીનું આવવું, પ્રદેશી રાજા સાથેનો સંવાદ ઇત્યાદિ વર્ણન પ્રદેશી રાજાની કથામાં જોવું)
૦ આગમ સંદર્ભ :
રાય ૫૩; ૦ કેશી–ગૌતમ સંવાદ :– - પાર્થનામક જિન, અર્ણનું, લોકપૂજિત સંબુધાત્મા, સર્વજ્ઞ, ધર્મતીર્થ પ્રવર્તક અને વીતરાગ હતા. લોકપ્રદીપ ભગવંત પાર્શ્વના જ્ઞાન અને ચરણના પારગામી, મહાનું યશસ્વી કેશીકુમારશ્રમણ શિષ્ય હતા. તેઓ અવધિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી પ્રબુદ્ધ હતા. તેઓ શિષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org