________________
શ્રમણ કથાઓ
૭૫
જન્મમરણથી ભયભીત છીએ. તેથી આપ દેવાનુપ્રિયની સાથે અમે પણ મુનિસુવ્રત અરિહંતની પાસે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અણગારત્વ અંગીકાર કરીશું.
ત્યાર પછી કાર્તિક શ્રેષ્ઠીએ તે ૧૦૦૮ વણિકોને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! જો તમે લોકો સંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મ મરણથી ભયભીત છો અને મારી સાથે જ મુનિસુવ્રત અરિહંતની પાસે મુંડિત થઈને ગૃહ ત્યાગ કરીને આનગારિક પ્રવજ્યા ગ્રહણ કરવાને ઇચ્છુક છો તો હે દેવાનુપ્રિયો ! તમે પોતપોતાના ઘેર જાઓ અને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાઓ, તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિજનો પારિવારિક જનો, સંબંધીઓ અને પરિજનોને આમંત્રિત કરો, આમંત્રીને તે મિત્રો, જ્ઞાતિજનો, કુટુંબિઓ, સંબંધીઓ અને પરિજનોનું વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, ગંધ, માલા, અલંકારો દ્વારા સત્કાર સન્માન કરો. તે મિત્રો, જ્ઞાતિજનો, કુટુંબીઓ, સંબંધીઓ અને પરિજનો સમક્ષ જ્યેષ્ઠ પુત્રને મુખીઆરૂપે સ્થાપિત કરો, કરીને તે મિત્રો, જ્ઞાતિજનો, કુટુંબીજનો, સંબંધીઓ, પરિજનો અને જ્યેષ્ઠ પુત્રને પૂછો, પૂછીને હજાર પુરુષો દ્વારા વહન કરાતી એવી શિબિકામાં બેસો, બેસીને મિત્રો, જ્ઞાતિજનો, કુટુંબીજનો, સંબંધીઓ, પરિજનો અને
જ્યેષ્ઠ પુત્ર દ્વારા અનુસરણ કરાતા એવા સર્વ ઋદ્ધિ – યાવત્ – વાદ્યોના ઘોષપૂર્વક અવિલંબપણે મારી પાસે આવો.
ત્યારપછી તે ૧૦૦૮ વણિક કાર્તિક શ્રેષ્ઠીના આ કથનને વિનયપૂર્વક સ્વીકારે છે, સ્વીકારીને જ્યાં પોતપોતાના ઘર છે, ત્યાં આવે છે, આવીને વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન બનાવડાવે છે, બનાવીને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, પરિજનોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન દ્વારા, વસ્ત્ર, ગંધ, માલા અને અલંકારો વડે સત્કાર અને સન્માન કરે છે.
ત્યારપછી તે મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ અને પરિજનો સમક્ષ જ્યેષ્ઠ પુત્રને કુટુંબના પ્રમુખ પદે સ્થાપિત કરે છે. સ્થાપિત કરીને તે મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, પરિજનો અને જ્યેષ્ઠ પુત્રની આજ્ઞા લે છે, આજ્ઞા લઈને પુરુષ સહસ્ત્રવાહિની શિબિકાઓ પર આરૂઢ થાય છે, આરૂઢ થઈને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, પરિજનો અને જ્યેષ્ઠ પુત્રના દ્વારા અનુસરણ કરાતા એવા તેઓ ઋદ્ધિપૂર્વક – યાવત્ – વાદ્યોના ઘોષપૂર્વક વિના વિલંબે કાર્તિક શ્રેષ્ઠીની પાસે ઉપસ્થિત થાય છે.
ત્યારપછી તે કાર્તિકશ્રેષ્ઠી ગંગદત્તની માફક (કથા જુઓ ગંગદા) પુષ્કળ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવે છે - યાવત્ – શિબિકામાં બેસે છે, બેસીને મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, પરિજનો, જ્યેષ્ઠ પુત્ર અને ૧૦૦૮ વણિકો દ્વારા અનુસરણ કરાતો એવો સર્વ ઋદ્ધિ – યાવત્ – વાદ્યોના ઘોષપૂર્વક હસ્તિનાપુર નગરની મધ્યમાંથી ગંગદત્તની માફક નીકળે છે – યાવત્ – હે ભગવંત ! આ સંસાર ચારે તરફથી સળગી અને પ્રજ્વલિત થઈ રહ્યો છે – યાવત્ – આપનું અનુગમન કરવું શ્રેયરૂપ થશે. તેથી હે ભગવન્! આ ૧૦૦૮ વણિકોની સાથે હું આપની પાસે સ્વયમેવ પ્રવ્રજિત થવા - યાવત્ – ધર્મશ્રવણ કરવાને માટે ઇચ્છુક છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org