________________
૭૬
૦ કાર્તિક શ્રેષ્ઠી અને ૧૦૦૮ વણિકોની પ્રવ્રજ્યા :
ત્યારપછી મુનિસુવ્રત અર્હન્તે તે કાર્તિક શ્રેષ્ઠીને અને ૧૦૦૮ વણિકોને સાથે પ્રવ્રુજિત કર્યા – યાવત્ - ધર્મોપદેશ આપ્યો – હે દેવાનુપ્રિયો ! આ પ્રમાણે ચાલવું, આ પ્રમાણે બેસવું – યાવત્ આ પ્રમાણે સંયમનું પાલન કરવું.
-
ત્યારપછી તે કાર્તિક શ્રેષ્ઠી (મુનિ) ૧૦૦૮ વણિક (મુનિ)ની સાથે મુનિસુવ્રત અર્જુન્ત દ્વારા નિરુપિત આ પ્રકારના ધાર્મિક ઉપદેશને સમ્યક્ પ્રકારે સ્વીકાર કરે છે, તેમની આજ્ઞા અનુસાર તે રીત મુજબ તેનું આચરણ કરે છે – યાવત્ – સંયમનું પાલન કરે છે. ત્યાર પછી તે કાર્તિક શ્રેષ્ઠી (મુનિ) ૧૦૦૮ વણિકો સાથે અનગાર થયા – ઇર્યા સમિતિ યુક્ત – યાવત્ - ગુપ્ત બ્રહ્મચારી થયા.
BLAS
ત્યારપછી તે કાર્તિક અણગાર મુનિસુવ્રત અર્હન્તના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિક આદિ ચૌદ પૂર્વેનું અધ્યયન કરે છે અર્થાત્ અનુક્રમે દ્વાદશાંગીનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં જ ઉપવાસ, છટ્ઠ, અટ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, અર્ધ માસક્ષમણ, માસક્ષમણ આદિ વિચિત્ર તપ કર્મ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા કરતા પરિપૂર્ણ બાર વર્ષના શ્રામણ્ય પર્યાયનું પાલન કરીને સંલેખના દ્વારા આત્માની ઝોસણા કરે છે. સાઠ ભક્તોનું અનશન દ્વારા છેદન કરે છે અર્થાત્ ત્રીશ દિવસનું અનશન કરીને આલોચના, પ્રતિક્રમણ કરી સમાધિપૂર્વક મરણ સમયે કાળધર્મ પામ્યા. ૦ શક્રરૂપે ઉત્પત્તિ :
કાર્તિક અણગાર કાળધર્મ પામીને સૌધર્માવતંસક વિમાનમાં આવેલી ઉપપાત સભામાં દેવષ્યથી આચ્છાદિત દેવસભામાં અંગૂલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અવગાહનાથી શક્ર દેવેન્દ્ર રૂપે ઉત્પન્ન થયા.
૦ નૈરિક તાપસની ઐરાવણ દેવરૂપે ઉત્પત્તિ :
આગમ કથાનુયોગ–૩
નૈરિક પરિવ્રાજક પણ સ્તનાભિયોગથી અજ્ઞાન કષ્ટ કરી મરણ પામીને સૌધર્મ દેવલોકમાં ઐરાવણ દેવરૂપ એવો સૌધર્મેન્દ્ર શક્રનું વાહનરૂપ હાથી એવો દેવ થયો. (અવધિ)જ્ઞાન વડે તેણે જાણ્યું કે, હું પૂર્વભવે નૈરિક તાપસ હતો અને કાર્તિક શેઠ ઇન્દ્ર થયો છે. તે જોઈને તે નાસવા લાગ્યો. ત્યારે ઇન્દ્ર તેને પકડીને તેની પીઠ ઉપર ચડી ગયો. હાથીએ ઇન્દ્રને ડરાવવા પોતાના બે રૂપ કર્યા, ત્યારે ઇન્દ્રે પણ પોતાના બે રૂપ કર્યા. પછી હાથીએ ચાર રૂપ કર્યા, ત્યારે ઇન્દ્રે પણ પોતાનાં ચાર રૂપ કર્યા. એવી રીતે હાથી જેમ જેમ પોતાના રૂપ વધારતો ગયો, તેમ તેમ ઇન્દ્ર પણ પોતાનાં રૂપ વધારતો ગયો.
પછી ઇન્દ્રે જયારે તેને નાસતો જોયો ત્યારે અવધિજ્ઞાન વડે હાથીનું સ્વરૂપ જાણ્યું, ત્યારે તેણે તેની તર્જના કરી, ત્યારે તે ઐરાવણ દેવ પોતાના મૂળરૂપે સ્થિર થયો. ૦ શક્રેન્દ્ર અને તેની સિદ્ધિગતિ :–
ત્યારે સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયેલા દેવેન્દ્ર દેવરાજ શકે ઇત્યાદિ સમસ્ત કથન ગંગદત્તની માફક જાણી લેવું – યાવત્ – ત્યાંથી ચ્યવીને, મનુષ્ય થઈને તે સર્વ દુઃખોનો અંત કરશે, વિશેષ એ કે તેની સ્થિતિ બે સાગરોપમ પ્રમાણ છે, બાકી સર્વકથન પૂર્વવત્ જાણવું. (તે માટે ગંગદત્તની કથા જોવી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org