________________
આગમ કથાનુયોગ-૩
૦ ભ૦મહાવીરની સ્કંદકે કરેલ પર્યપાસના :
તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવંત મહાવીર વ્યાવૃત્તભોજી હતા. તે વ્યાવૃત્તભોજી શ્રમણ ભગવંતનું શરીર ઉદાર, શૃંગાર કર્યો હોય તેવું, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગલરૂપ, અલંકારોથી રહિત હોવા છતાં શોભતું, ઉત્તમ લક્ષણ, વ્યંજન અને ગુણોની શોભાથી યુક્ત અતીવ અતીવ શોભી રહ્યું હતું.
ત્યારપછી તે કાત્યાયનગોત્રીય સ્કંદક વ્યાવૃત્ત ભોજી શ્રમણ ભગવંત મહાવીરનું ઉદાર શરીર – યાવત્ – શોભા દ્વારા અત્યંત શોભાયમાન શરીરને જુએ છે. જોઈને હર્ષિત, સંતુષ્ટ અને આનંદિત ચિત્તવાળો થયો અને હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળો થઈને
જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી – યાવત્ – તેમની પર્યુપાસના કરવા લાગ્યો. ૦ ભ૦મહાવીર દ્વારા સ્કંદકને બોધ :
હે કુંદક ! એ પ્રમાણે કહીને શ્રમણ ભગવંત મહાવીરે કાત્યાયન ગોત્રીય સ્કંદકને આ પ્રમાણે કહ્યું, હે સ્કંદક શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક શ્રાવક પિંગલ નિર્ગળે તને આ પ્રમાણે આક્ષેપપૂર્વક પૂછેલું- હે માગધ ! શું લોક શાંત છે કે અનંત છે? ઇત્યાદિ પૂર્વવત્ જાણું – યાવત્ – જે કારણે તે જલ્દીથી મારી પાસે આવેલ છે. તે સ્કંદક ! શું આ અર્થ સમર્થ છે ? – સત્ય છે ?
હાં, આ સત્ય છે. (સ્કંદકે કહ્યું,
હે કુંદક ! તારા મનમાં જે આ પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, શું લોક સાંત છે કે અનંત છે ? તેનો અર્થ આ પ્રમાણે છે – હે સ્જદક ! મેં લોક ચાર પ્રકારનો બતાવેલો છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી.
દ્રવ્યથી જે લોક છે, તે એક છે અને અંતસહિત છે.
ક્ષેત્રથી જે લોક છે, તે અસંખ્ય કોડાકોડી યોજનના આયામ વિખંભવાળો છે અને તેની પરિધિ અસંખ્ય કોડાકોડી યોજન પ્રમાણ છે તથા તેનો અંત પણ છે.
કાળથી જે લોક છે, તે કોઈ સમયે ન હતો એવું નથી, કોઈ સમયે નહીં હોય તેમ પણ નથી, કોઈ સમયે નથી તેમ પણ નહીં પરંતુ તે હંમેશા હતો, હંમેશા છે અને હંમેશા રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય છે તથા અનંત છે.
ભાવથી જે લોક છે તે અનંત વર્ણ પર્યાયરૂપ છે, અનંત ગંધ પર્યાયરૂપ છે, અનંત રસપર્યાય રૂપ છે, અનંત સ્પર્શ પર્યાયરૂપ છે. અનંત સંસ્થાન પર્યાયરૂ૫ છે, અનંત ગુરુલઘુ પર્યાયરૂપ તથા અનંત અગુરુલઘુ પર્યાયરૂપ છે, તેનો અંત નથી.
તેથી સ્કન્દક ! દ્રવ્યથી લોક અંતવાળો છે. ક્ષેત્રથી લોક અંતવાળો છે, કાલથી લોક અનંત છે, ભાવથી લોક અનંત છે. ૦ ચતુર્વિધ જીવ પ્રરૂપણા :
હે áદક ! તને જે આ, આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત, સંકલ્પ સમુત્પન્ન થયો છે – શું જીવ સાંત છે કે અનંત છે ? તેનો અર્થ આ પ્રમાણે છે
હે કુંદક ! મેં જીવને ચાર પ્રકારે પ્રરૂપેલ છે. તે આ પ્રમાણે દ્રવ્યથી, ક્ષેત્રથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org