________________
શ્રમણ કથાઓ
કાળથી અને ભાવથી, દ્રવ્યથી જીવ એક છે અને અંતવાળો છે, ક્ષેત્રથી જીવ અસંખ્યાત પ્રદેશવાળો છે અને અસંખ્ય પ્રદેશોમાં તેનો અવગાહ છે અને તેનો અંત પણ છે.
કાળથી જીવ કોઈ સમયે ન હતો એમ પણ નથી, કોઈ કાળે નહીં હોય તેમ પણ નથી, કોઈ કાળે નથી તેમ પણ નહીં. જીવ હંમેશા હતો – છે અને રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત, નિત્ય છે અને તેનો અંત નથી. ભાવથી જીવમાં અનંત જ્ઞાનપર્યાય, અનંત દર્શનપર્યાય, અનંત ચારિત્રપર્યાય, અનંત ગુરુ લઘુ પર્યાય, અનંત અગુરુલઘુ પર્યાય છે અને તેનો અંત નથી.
તેથી હે સ્કંદક ! દ્રવ્યથી જીવ અંતસહિત છે, ક્ષેત્રથી જીવ અંતસહિત છે. કાળથી જીવ અનંત છે અને ભાવથી પણ અનંત છે.
૦ ચાર પ્રકારની સિદ્ધિની પ્રરૂપણા :~
હે સ્કંદક ! તને જે આ પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો છે કે, શું સિદ્ધિ અંતવાળી છે કે અંતરહિત છે ? તેનો ઉત્તર પણ એ જ છે કે હે સ્કંદક ! મેં સિદ્ધિ ચાર પ્રકારે પ્રરૂપેલી છે. તે આ પ્રમાણે—દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી.
દ્રવ્યથી સિદ્ધિ એક અને અંત સહિત છે. ક્ષેત્રથી સિદ્ધિ ૪૫ લાખ યોજન આયામ—વિખંભવાળી છે અને તેની પરિધિ ૧૪,૨૩,૨૪૯ યોજનથી કંઈક વિશેષાધિક છે અને અંતસહિત છે.
૯૧
કાળથી સિદ્ધિ ક્યારેય ન હતી તેમ નહીં, ક્યારેય નથી. નથી તેમ નહીં અને ક્યારેય નહીં હોય તેમ પણ નથી. સિદ્ધિ હતી – છે અને રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય અવસ્થિત અને નિત્ય છે. તેમજ તેનો અંત નથી.
ભાવથી સિદ્ધિ અનંત વર્ણપર્યાય, અનંત ગંધપર્યાય, અનંત રસપર્યાય, અનંત સ્પર્શપર્યાય, અનંત સંસ્થાન પર્યાય, અનંત ગુરુ લઘુ પર્યાય, અનંત અગુરુલઘુપર્યાય રૂપ છે તથા તેનો અંત નથી.
તેથી હે સ્કંદક ! દ્રવ્યથી સિદ્ધિ અંતવાળી છે. ક્ષેત્રથી સિદ્ધિ અંતવાળી છે, કાળથી સિદ્ધિ અનંત છે અને ભાવથી પણ સિદ્ધિ અનંત છે.
૦ ચાર પ્રકારની સિદ્ધ પ્રરૂપણા :
હે સ્કંદક ! તને જે આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, સિદ્ધો અંતસહિત છે અથવા અંતરહિત છે ? તેનું પણ આ સ્પષ્ટીકરણ છે હે સ્કંદક ! મેં ચાર પ્રકારની સિદ્ધોની પ્રરૂપણા કરી છે. તે આ પ્રમાણે – દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી.
દ્રવ્યથી સિદ્ધ એક છે અને સાંત છે, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશવાળા છે અને અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે અને તેનો અંત પણ છે.
કાળથી સિદ્ધ આદિવાળા છે, પરંતુ અપર્યવસિત છે અર્થાત્ તેનો અંત નથી -- અંતરહિત છે. ભાવથી સિદ્ધ અનંત જ્ઞાનપર્યાયરૂપ છે, અનંતદર્શન પર્યાયરૂપ છે
યાવત્
અનંત અગુરુ લઘુપર્યાયરૂપ છે અને તેનો અંત નથી.
-
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org