________________
૧૩૬
આગમ કથાનુયોગ-૩
૦ થાવસ્ત્રાપુત્રનો પ્રવ્રજ્યા સંકલ્પ :
થાવગ્સાપુત્ર પણ ભગવંતને વંદના કરવાને માટે નીકળ્યો. મેઘકુમારની માફક ધર્મ શ્રવણ કરી અને હૃદયમાં ધારણ કરી જ્યાં થાવસ્યા ગાથાપત્ની હતી, ત્યાં આવ્યો, આવીને ચરણસ્પર્શ કર્યો. મેઘકુમારની માફક પોતાના વૈરાગ્યનું નિવેદન કર્યું. (તે માટે મેઘકુમારની કથા જોવી)
ત્યારપછી જ્યારે થાવચ્ચ ગાથાપત્ની વિષયોને અનુકૂળ અને વિષયોને પ્રતિકૂળ ઘણી બધી આઘવાણા અને પન્નવણા (સામાન્ય કથન અને વિશેષ કથન) વડે, સન્નવણા (ધન–વૈભવ આદિની લાલચ દેખાડીને), વિન્નવણા–આજીજી કરીને થાવસ્ત્રાપુત્રને સામાન્ય કથન, વિશેષ કથન, લલચામણી અને મનામણીથી સમર્થ ન થઈ, ત્યારે ઇચ્છા ન હોવા છતાં, તેણે થાવચ્ચપુત્ર બાળકનું નિષ્ક્રમણ સ્વીકારી લીધું.
વિશેષતા એ છે કે – (માતાએ કહ્યું કે –) હું નિષ્ક્રમણ-અભિષેક જોવા ઇચ્છું છું. ત્યારે થાવસ્ત્રાપુત્ર મૌન રહ્યો.
ત્યારપછી તે થાવણ્યા ગાથાપત્ની આસનેથી ઉઠી, ઉઠીને તેણે માર્થ, મહાઈ, મહાઈ, રાજાને યોગ્ય ભેટ ગ્રહણ કરી, કરીને મિત્રો, જ્ઞાતિજનો, કુટુંબીજનો, સ્વજનો, સંબંધીઓ અને પરિજનો આદિથી પરિવૃત્ત થઈને જ્યાં કૃષ્ણ વાસુદેવના શ્રેષ્ઠ ભવનના મુખ્ય પ્રવેશ દ્વારનો દેશભાગ હતો, ત્યાં આવી, આવીને પ્રતિહાર દ્વારા દેખાડાયેલા માર્ગે
જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવી, આવીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજય શબ્દોથી વધાવ્યા, વધાવીને મહાર્થ, મહાઈ, મહાઈ અને રાજાને યોગ્ય ભેંટણું સામે ધર્યું, ધરીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! થાવસ્ત્રાપુત્ર મારો એક જ પુત્ર છે, જે મને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, વૈર્ય અને વિશ્વાસનું સ્થાન, કાર્ય કરવામાં સંમત, ઘણાં કાર્યોમાં બહુમાન્ય અને કાર્ય કર્યા પછી પણ અનુમત છે, આભૂષણોની પેટી સમાન છે, રત્ન છે, રત્નરૂપ છે, જીવનના ઉચ્છવાસ સમાન છે, હૃદયમાં આનંદ ઉત્પન્ન કરનાર, ગૂલરના ફૂલ સમાન જેનું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે, તો પછી દર્શન કરવાથી તો વાત જ શું બને ?
જે રીતે ઉત્પલ, પઘકમલ અથવા કુમુદ કીચડમાં ઉત્પન્ન થાય છે અને પાણીમાં વૃદ્ધિ પામે છે, તો પણ કાદવની રજ કે પાણીના કણોથી લિપ્ત થતું નથી. આ જ પ્રમાણે થાવગ્ગાપુત્ર કામોમાં ઉત્પન્ન થયો છે અને ભોગોમાં વૃદ્ધિ પામ્યો છે. તો પણ કામરજથી લિપ્ત ન થયો, ભોગરજથી લિપ્ત ન થયો.
હે દેવાનુપ્રિય! તે હવે સંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મ જરા મરણથી ભયભીત થઈ અર્વન્ત અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને ગૃહવાસ ત્યાગી અણગાર દીક્ષા અંગીકાર કરવા ઇચ્છે છે. હું તેનો નિષ્ક્રમણ સત્કાર કરવા ઇચ્છું છું. તેથી હે દેવાનુપ્રિય ! મારી અભિલાષા છે કે પ્રવજ્યા અંગીકાર કરનાર થાવસ્યાપુત્રને માટે છત્ર, મુગટ અને ચામર પ્રદાન કરો.
ત્યારપછી કૃષ્ણ વાસુદેવે થાવગ્ગાગાથાપત્નીને કહ્યું, હે દેવાનુપ્રિયા ! તમે નિશ્ચિત અને વિશ્વસ્ત રહો. હું સ્વયં થાવગ્ગાપુત્ર બાળકનો નિષ્ક્રમણ સત્કાર કરીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org