________________
શ્રમણ કથાઓ
૧૩૭
૦ કૃષ્ણ અને થાવસ્ત્રાપુત્રનો સંવાદ :–
ત્યારપછી કૃષ્ણવાસુદેવ ચતુરંગિણી સેનાની સાથે વિજયહસ્તીરત્ન પર આરૂઢ થઈને જ્યાં થાવચ્ચાગાથાપત્નીનું ભવન હતું, ત્યાં આવ્યા. આવીને થાવચ્ચપુત્રને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! તું પ્રવ્રજિત થઈને દીક્ષા ગ્રહણ ન કર. પરંતુ મારી ભુજાઓની છત્રછાયામાં રહીને હે દેવાનુપ્રિય ! મનુષ્ય સંબંધિ વિપુલ કામભોગોને ભોગવ. હું ફક્ત તારી ઉપર થઈને આવતા વાયકાય (પવનોને રોકવામાં સમર્થ નથી. પરંતુ તે સિવાય તને જે કોઈપણ આધિ-વ્યાધિ ઉત્પન્ન થશે, તે બધાનું નિવારણ કરીશ.
ત્યારે કૃષ્ણ વાસુદેવના આ કથનને સાંભળીને થાવગ્સાપુત્રે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! જો આપ મારા જીવનનો અંત કરનારા આવતા મરણને રોકી શકો અને શરીર પર આક્રમણ કરનારી અને શરીરના રૂપનો વિનાશ કરનારી વૃદ્ધાવસ્થાને રોકી દો. તો હું આપની ભુજાઓની છાયાને ગ્રહણ કરી, આપની છત્રછાયામાં રહીને મનુષ્ય સંબંધિ વિપુલ કામભોગોને ભોગવતો વિચરું,
ત્યારપછી થાવગ્ગાપુત્રના આ કથનને સાંભળીને કૃષ્ણ વાસુદેવે થાવગ્સાપુત્રને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિય ! આ મરણ અને જરા દૂરતિક્રખ્ય છે, અતિ બળવાન્ દેવ અથવા દાનવ દ્વારા પણ તેનું નિવારણ કરી શકાતું નથી. હાં, પોતાના કર્મોનો ક્ષય જ તેને રોકી શકે છે.
ત્યારે થાવસ્ત્રાપુત્રે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- જો આ દૂરતિક્રખ્ય છે અને કોઈપણ બળવાન્ દેવ કે દાનવ આનું નિવારણ કરી શકતા નથી, પણ પોતાના કર્મોનો ક્ષય જ રોકી શકે છે. તેથી તો હે દેવાનુપ્રિય ! હું મારા મિથ્યાત્વ, અવિરતિ, કષાય દ્વારા સંચિત આત્માના કર્મોનો ક્ષય કરવા ઇચ્છું છું. – કૃષ્ણ દ્વારા યોગક્ષેમની ઘોષણા :–
તત્પશ્ચાત્ થાવસ્ત્રાપુત્રના આ કથનને સાંભળી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને દ્વારિકા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ અને સામાન્ય પથ આદિ સ્થાનોમાં શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર બેસીને ઊંચા–ઊંચા અવાજથી ઉદ્ઘોષણા કરાવતા એવું ઘોષિત કરો કે, હે દેવાનુપ્રિયો ! આ પ્રકારે સંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મ, જર, મરણથી ભયભીત થાવચ્ચાપત્ર અર્પત અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈ પ્રવ્રજિત થવા ઇચ્છે છે.
તેથી હે દેવાનુપ્રિયો ! જે રાજા, યુવરાજ, રાણી, કુમાર, ઈશ્વર, તલવર, કૌટુંબિક, માડંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ કે સાર્થવાહ દીક્ષા લેવાને માટે તત્પર થઈને થાવગ્ગાપુત્રની સાથે દીક્ષા ગ્રહણ કરશે, તેને કૃષ્ણ વાસુદેવ અનુજ્ઞા આપે છે, અને પાછળ રહેલ તેના મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી કે પરિજન આદિ જે હશે તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org