________________
૩૧૬
આગમ કથાનુયોગ-૩
ત્યારપછી તે ધન્યકુમાર શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મશ્રવણ કરી અને સમજીને હર્ષિત–સંતુષ્ટ થઈ શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. કરીને વંદના–નમસ્કાર કર્યા. વંદના–નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું
હે ભગવન્ હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું – યાવતું – માતા ભદ્રા. સાર્થવાહિની પાસેથી આજ્ઞા લઈ લઉં. ત્યારપછી હું આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર પ્રવજ્યા અંગીકાર કરવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. જે પ્રમાણે જમાલીએ પૂછ્યું હતું, તે જ પ્રમાણે પૂછે છે.
ત્યારપછી તે ભદ્રા સાર્થવાહિની તે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમરામ, અશ્રુતપૂર્વ અને કર્કશ વચનને સાંભળીને અને સમજીને “ધસુ” કરતી સર્વાગથી જમીન પર પડી ગઈ. મૂછ ખતમ થયા બાદ માતા-પુત્રનો આ વિષયમાં મહાબલ કુમારની જેમ સંવાદ થયો. (કથા જુઓ-મહાબલકુમાર)
ત્યારપછી ભદ્રા સાર્થવાહિની જ્યારે ધન્યકુમારને સમજાવવામાં સમર્થ ન થઈ શકી – યાવત્ – જિતશત્રુ રાજાને પૂછયું, હે દેવાનુપ્રિય ! નિષ્ક્રમણ કરનારા ધન્યકુમારને માટે છત્ર, મુગટ અને ચામર માટે યાચના કરું છું.
ત્યારે જિતશત્રુ રાજાએ ભદ્રા સાર્થવાહિનીને આમ કહ્યું
હે દેવાનુપ્રિયા ! તમે જલ્દીથી શોકમુક્ત અને આશ્વસ્ત થાઓ. આજે હું જાતે જ ધન્યકુમારનો નિષ્ક્રમણ સત્કાર કરીશ.
જે પ્રમાણે કૃષ્ણ થાવસ્ત્રાપુત્રનો નિષ્ક્રમણ સમારોહ કર્યો હતો, તે જ પ્રમાણે જિતશત્રુએ સ્વયં ધન્યકુમારનો નિષ્ક્રમણ સમારોહ કર્યો.
ત્યારપછી તે ધન્યકુમાર સ્વયં પોતાના હાથથી પંચમુષ્ટિક લોચ કરે છે – યાવત્ - પ્રવ્રજિત થયા.
ત્યારે તે ધન્યકુમાર ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભાંડમત્ત નિક્ષેપણા સમિતિ, ઉચ્ચાર પ્રસ્ત્રવણ, ખેલ, સિંઘાણ, જલ, પારિષ્ઠાપનિકા સમિતિ, મનઃ સમિતિ, વચન સમિતિ, કાય સમિતિ, મનોગુપ્તિ, વચનગુતિ, કાયગતિથી ગુસ, ગુણેન્દ્રિય અને ગુપ્ત બ્રહ્મચારી અણગાર થયા. ૦ ધન્યની તપશ્ચર્યા :
ત્યારપછી તે ધન્ય અણગાર જે દિવસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર દીક્ષાથી પ્રવ્રજિત થયા, તે જ દિવસે શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા વંદન–નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું –
- હે ભગવંત! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને આજીવન હું નિરંતર છઠ છઠ તપથી અને પારણે આયંબિલ કરવારૂપ તપકર્મ ગ્રહણ કરીને આત્માને ભાવિત કરતા વિચરવા ઇચ્છું છું. છઠ તપના પારણામાં પણ આયંબિલમાં શુદ્ધ ભોજન ગ્રહણ કરવાનું જ મને કલ્પ છે. પરંતુ અનાયંબિલ આહાર ગ્રહણ કરવો મને ન કલ્પે. આ આયંબિલ (આહાર) પણ સંસૃષ્ટ હાથ વડે લેવા કહ્યું – અસંસૃષ્ટ હાથ વડે લેવો ન કલ્પે. તે પણ ઉજ્જિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org