________________
૫૮
આગમ કથાનુયોગ-૩
એક પ્રાણીના દંડનો પણ ત્યાગ થઈ શકે.” આ કથન ન્યાયપૂર્ણ નથી.
(૯) ત્યાં અન્ય દેશમાં ઉત્પન્ન જે ત્રસસ્થાવર પ્રાણી છે, જેને શ્રમણોપાસકે વ્રતગ્રહણ સમયથી લઈને મરણપર્યત દંડ દેવાનો ત્યાગ કરેલો છે. તેઓ તે આયુને છોડીને શ્રાવક દ્વારા ગ્રહણ કરાયેલ દેશપરિમાણથી અન્ય દેશવર્તી જે ત્રસ–સ્થાવર પ્રાણી છે, જેને શ્રમણોપાસકે વ્રત ગ્રહણ કરવાના દિવસથી લઈને મરણપર્યત દંડ દેવાનો ત્યાગ કર્યો છે, તેમાં ઉત્પન્ન થાય છે. તેમના વિષયમાં તેમનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે.
તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તે મહાકાય અને ચિરસ્થિતિવાળા હોય છે. તે મહાન્ ત્રસકાયની હિંસાથી ઉપશાંત, વિરત અને પ્રતિવિરતને માટે આપ કે અન્ય કોઈ જે એમ કહે છે, “તેનો એવો કોઈ પર્યાય નથી કે જેમાં શ્રમણોપાસકને એક પણ પ્રાણીના દંડનો ત્યાગ થાય.” એ કથન ન્યાયયુક્ત નથી. ૦ ત્રસ અને સ્થાવર પ્રાણીની અવિચ્છિન્નતા :
ભગવંતે કહ્યું, પૂર્વકાળમાં એવું થયું નથી અને અનાગત અનંતકાળમાં પણ એવું થશે નહીં. વર્તમાનકાળમાં પણ એવું થતું નથી કે ત્રસ પ્રાણી બધાં જ વિચ્છિન્ન થાય અને બધાંએ બધાં સ્થાવર થઈ જાય કે સ્થાવર પ્રાણી સર્વથા વિચ્છિન્ન થાય અને બધાંએ બધાં ત્રસ થઈ જાય. ત્રસ અને સ્થાવર પ્રાણીઓના સર્વથા નષ્ટ ન થવા છતાં તમે લોકો કે કોઈ અન્ય લોકો જે આમ કહે છે કે, “તેવો કોઈ પર્યાય નથી, જેમાં શ્રમણોપાસકને એક પ્રાણીના દંડનો પણ ત્યાગ થઈ શકે." આપનો તે સિદ્ધાંત ન્યાયયુક્ત નથી. ૦ ઉપસંહાર :
ભગવંતે કહ્યું કે, હે આયુષ્યમાનું ઉદક ! જે વ્યક્તિ શ્રમણ કે બ્રાહ્મણ પ્રતિ મૈત્રીભાવ રાખવા છતાં પણ તેમની નિંદા કરે છે ત્યારે તે જ્ઞાનને, દર્શનને, ચારિત્રને પ્રાપ્ત કરીને પાપકર્મોનો વિનાશ કરવાને માટે તત્પર થઈને પણ તે પરલોકનો વિઘાત કરે છે.
જે શ્રમણ કે બ્રાહ્મણની નિંદા કરતા નથી, પરંતુ મૈત્રીભાવ રાખે છે, તો જ્ઞાનને, દર્શનને અને ચારિત્રને પ્રાપ્ત કરીને, પાપકર્મોનો વિઘાત કરવાને માટે ઉદ્યત થાય, તો નિશ્ચયથી પરલોકની વિશુદ્ધિને માટે સમર્થ થાય છે.
- ત્યાર પછી તે ઉદક પેઢાલપુત્ર ભગવદ્ ગૌતમનો આદર ન કરતા જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં જવાને માટે પ્રવૃત્ત થયો. ત્યારે ભગવદ્ ગૌતમે કહ્યું–
હે આયુષ્યમાન ઉદક ! જે પુરુષ તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણની પાસે એક પણ આર્ય, ધાર્મિક સુવચનને સાંભળીને અને સમજીને પોતાની સૂક્ષ્મ બુદ્ધિ વડે એ વિચાર કરે કે, આમણે અનુત્તર યોગ–ક્ષેમનો માર્ગ પ્રાપ્ત કરાવેલ છે, તે પણ એમને આદર આપે છે, ઉપકારી માને છે, વંદના–નમસ્કાર કરે છે, સત્કાર-સન્માન કરે છે, કલ્યાણ અને મંગલરૂપ સમજે છે અને દેવતા અને ચૈત્યની જેમ તેમની પર્યાપાસના કરે છે.
ત્યારે તે ઉદક પેઢાલપુત્રે ભગવદ્ ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે ભદત ! આ પદોને પહેલા કદી જાણ્યા નથી, સાંભળ્યા નથી, સમજ્યો નથી, હૃદયંગમ કર્યા નથી, જેનાથી આ પદો દ્વારા અદૃષ્ટ તથા ન સાંભળેલા, ન જાણેલા, ન સ્મરણ કરેલા તેમજ ગુરમુખે પ્રાપ્ત કરેલા નથી. આ પદો મારે માટે પ્રગટ નથી, સંશયરહિત જાણેલા નથી, તેનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org