________________
શ્રમણ કથાઓ
મેં નિર્વાહ કર્યો નથી, અવધારણ કર્યા નથી. વળી આ પદોમાં મેં શ્રદ્ધા કરી નથી, વિશ્વાસ કર્યો નથી તથા રુચિ પણ કરી નથી.
હે ભદન્ત ! આ પદોને મેં અત્યારે જ જાણ્યા છે, સાંભળ્યા છે, સમજ્યો છું, અત્યારે જ હૃદયંગમ કર્યા છે, જોયા છે, અનુભવ્યા છે, સ્મરણ કર્યા છે, તેનું વિશેષરૂપે જ્ઞાન કરેલ છે. આ પદ હજી નિર્મૂઢ થયા છે, પ્રગટ થયા છે, સંશયરહિત જ્ઞાત થયા છે, અનુજ્ઞાત થયા છે, નિર્બુઢ થયા છે હું તેનો નિશ્ચય કરું છું. તેથી હવે હું આ પદોમાં શ્રદ્ધા કરું છું, વિશ્વાસ કરું છું, રુચિ કરું છું. આ વાત આપ કહો છો એ જ પ્રમાણે છે.
ત્યારપછી ભગવન્ ગૌતમે ઉદક પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું, હે આર્ય ! જે પ્રમાણે અમે કહ્યું, તે પ્રમાણે શ્રદ્ધા કરો, હે આર્ય ! તેવો જ વિશ્વાસ કરો, હે આર્ય ! તેવી જ રુચિ કરો.
૦ ઉદક પેઢાલપુત્ર દ્વારા પંચ મહાવ્રત ગ્રહણ :--
ત્યારપછી તે ઉદક પેઢાલપુત્રે ભગવન્ ગૌતમને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! હું આપની પાસે ચાર યામવાળા ધર્મને છોડીને પંચ મહાવ્રત યુક્ત ધર્મને પ્રતિક્રમણસહિત સ્વીકાર કરીને વિચરણ કરવા ઇચ્છું છું ત્યારે ભગવન ગૌતમ ઉદક પેઢાલપુત્રને લઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા.
ત્યારપછી ઉદક પેઢાલપુત્રે શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વંદના—નમસ્કાર કર્યા, વંદના—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવંત ! હું આપની પાસે ચાર યામવાળા ધર્મને બદલે સપ્રતિક્રમણ એવો પંચમહાવ્રત ધર્મને અંગીકાર કરીને વિચરવા ઇચ્છું છું. ત્યારે ભગવંત મહાવીરે કહ્યું, હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો.
ત્યાર પછી તે ઉદક પેઢાલપુત્રે શ્રમણ ભગવંત મહાવીર પાસે ચતુર્યામ ધર્મને બદલે સપ્રતિક્રમણ એવો પંચ મહાવ્રત યુક્ત ધર્મ અંગીકાર કર્યો અને વિચરવા લાગ્યા તેમ હું કહું છું.
૦ આગમ સંદર્ભ :
સૂર્ય. ૭૯૬ થી ૮૦૬;
સમ. ૩૫૫, ૩૬૧;
સૂચૂ૫ ૪૫૧; તિત્થો. ૧૧૧૨;
* - * —
Jain Education International
૫૯
-
૦ મહાબલ કથા / સુદર્શન કથા :
અહીં મહાબલ અને સુદર્શન કથા એવા બે નામ એક સાથે એટલે મૂક્યા છે કે જે મહાબલનો જીવ છે, તે જ સુદર્શન છે. મહાબલ શ્રમણ ભગવંત વિમલના તીર્થમાં થયા, તે કાળધર્મ પામી પાંચમાં દેવલોકે ગયા, ત્યાંથી ચ્યવીને સુદર્શન શેઠ થઈ ભગવંત મહાવીરના તીર્થમાં શ્રમણ થઈ મોક્ષે ગયા.
For Private & Personal Use Only
ઠા. ૮૭૧ + ૬;
૦ વાણિજ્યગ્રામમાં ભગવંત મહાવીરનું આગમન :—
તે કાળે અને તે સમયે વાણિજ્યગ્રામ નામનું નગર હતું. (વર્ણન કોણિકના કથાનકમાં આપ્યા મુજબ જાણવું.) ત્યાં દૂતિપલાશ નામે ચૈત્ય હતું યાવત પૃથ્વી શિલાપટ્ટ હતો.
www.jainelibrary.org