________________
૧૫૨
આગમ કથાનુયોગ-૩
યોગ્ય છો. ફરીથી હું આ પ્રમાણે કરીશ નહીં. આ પ્રમાણે કહીને શેલક અણગારને સમ્યકરૂપે વિનયપૂર્વક આ અપરાધને માટે પુનઃ પુનઃ ખમાવવા લાગ્યા. ૦ શૌલક રાજર્ષિનો પુનઃ અબ્યુદ્યત વિહાર :
ત્યારપછી પંથક દ્વારા આ પ્રમાણે કહ્યું ત્યારે શૈલક રાજર્ષિને આ પ્રકારનો આવો અધ્યવસાય, ચિંતન, અભિલાષ અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે
હું રાજ્ય આદિનો ત્યાગ કરી – યાવત્ - પ્રવ્રજિત થયો હતો, પરંતુ હવે અવસન્નઅવસગ્નવિહારી, પાર્શ્વસ્થ–પાર્થસ્થ વિહારી, કુશીલ–કુશીલ વિહારી, પ્રમત્ત–પ્રમત્ત વિહારી, સંસક્ત–સંસક્તવિહારી થઈને શેષકાળમાં પણ પીઠ, ફલક, શય્યા, સંસ્મારકમાં પ્રમાદી બનીને વિચારી રહ્યો છું, પરંતુ શ્રમણ નિર્ચન્હોને અવસાન્ન, પાર્શ્વસ્થ, કુશીલ, પ્રમત્ત, સંસક્ત અને શેષનાલમાં પીઠ, ફલક, શય્યા, સંસ્તારમાં પ્રમાદી બની વિચરવું ન કલ્પ
તેથી આવતી કાલે મંડક રાજાની અનુમતિ લઈને પ્રતિહારી પીઠ, ફલક, શય્યા, સંસ્મારક પાછા સોપીને પંથક અણગારની સાથે બહાર અભ્યદયપૂર્વક જનપદ વિહારથી વિચરવું જ મારા માટે શ્રેયસ્કર છે, આ પ્રકારનો વિચાર કર્યો. વિચાર કરીને મંડૂક રાજાની અનુમતિ લઈને પ્રતિહારી પીઠ, ફલક, શય્યા, સંસ્મારક પાછા દઈને પંથક અણગારની સાથે બહાર અભ્યદ્યુત જનપદ વિહારથી વિચારવા લાગ્યા. ૦ શૈલક રાજર્ષિ કથા દ્વારા ઉપદેશ :
હે આયુષ્યમાન્ ! શ્રમણો આ પ્રકારે જે સાધુ કે સાધ્વી અવસન્ન–અવસન્ન વિહારી, પાર્થસ્થ–પાર્થસ્થવિહારી, કુશીલ–કુશીલવિહારી, પ્રમત્ત–પ્રમત્ત વિહારી, સંસક્ત-સંસક્ત વિહારી થઈને તથા શેષકાળે પણ પીઠ, ફલક, શય્યા, સંસ્મારકમાં પ્રમાદી થઈને વિચરણ કરે છે, તે આ લોકમાં ઘણાં શ્રમણો, ઘણી શ્રમણીઓ, ઘણાં શ્રાવક, ઘણી શ્રાવિકાઓની હીલના, નિંદા, હિંસા, ગઠ્ઠ, પરાભવનું પાત્ર થાય છે અને પરલોકમાં પણ ઘણાં દુઃખોને પ્રાપ્ત કરે છે તથા અનાદિ, અનંત, વિસ્તૃત ચતુર્ગતિક રૂપ સંસાર વનમાં વારંવાર પરિભ્રમણ કરે છે. ૦ શેલકરાજર્ષિ પાસે શિષ્યોનું પુનઃ આગમન :
ત્યારપછી પંથકને છોડીને ૫૦૦ અણગારોએ આ સમાચારને જાણીને એકબીજાને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયો ! શેલકરાજર્ષિ પંથક અણગારની સાથે બહાર અચુદ્યત જનપદ વિહારથી વિચરી રહ્યા છે. તેથી હવે હે દેવાનુપ્રિયો ! શૈલક રાજર્ષિની સમીપ જઈને તેમની સાથે વિચરણ કરવું આપણા માટે શ્રેયસ્કર છે – આ પ્રમાણે તેઓએ વિચાર કર્યો. વિચાર કરીને શૈલક રાજર્ષિની નીકટ જઈને તેમની સાથે વિચરણ લાગ્યા. ૦ શેલક આદિનું નિર્વાણ :
ત્યારપછી શેલક રાજર્ષિ અને પંથક આદિ પ૦૦ અણગારે ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું. એક વખત જ્યાં પુંડરીક (શત્રુંજય) પર્વત હતો, ત્યાં આવ્યા. આવીને ધીમે ધીમે પુંડરીક પર્વત પર આરૂઢ થયા, આરૂઢ થઈને સઘન મેઘ સમાન કાળા અને જ્યાં દેવોનું વાસસ્થાન છે, એવા પૃથ્વીશીલાપટ્ટકની પ્રતિલેખના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org