________________
ભ્રમણ કથાઓ
કરી, પ્રતિલેખના કરીને – યાવત્ - સંલેખના દ્વારા આત્માને ઝોસણા દ્વારા ઝોસિત કરીને (આત્મ રમણ કરતા) આહાર પાણીનો ત્યાગ કરીને પાદોપગમન અનશન ધારણ કર્યું.
ત્યારે તે શેલક રાજર્ષિ અને પંથક આદિ ૫૦૦ અણગાર ઘણા વર્ષો સુધી શ્રમણપર્યાયનું પાલન કરીને એક માસની સંલેખના દ્વારા આત્મરમણ કરતા અને આત્માને શુદ્ધ કરતા એવા અનશન દ્વારા સાઠ ભક્તોનું છેદન કરીને – યાવત્ – સર્વશ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શનને ઉત્પન્ન કરીને ત્યારપછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અંતકર, પરિનિવૃત્ત અને સર્વદુઃખોનો નિઃશેષ રૂપે ક્ષય કરનારા થયા. ૦ કથા દ્વારા ઉપદેશ :
આ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો ! જે નિર્પ્રન્થ અથવા નિર્ગથી અભ્યુદ્યુત થઈને જનપદ વિહારથી વિચરે છે, તેઓ આ લોકમાં ઘણાં શ્રમણો, ઘણી શ્રમણીઓ, ઘણાં શ્રાવકો, ઘણી શ્રાવિકાઓ દ્વારા અર્ચા, વંદના, નમસ્કાર, પૂજા, સત્કાર અને સન્માનને યોગ્ય થાય છે. પાત્ર થાય છે, તથા કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ અને વિનયપૂર્વક પર્વપાસના કરવા યોગ્ય થાય છે.
પરલોકમાં પણ તેમને હસ્ત છેદન, કર્ણ છેદન, નાસિકા છેદન, હૃદયને આઘાત પહોંચાડનારા—મર્મઘાતક, રાજા આદિ દ્વારા કરાનારા ઉપદ્રવ અને ફાંસી લગાવી લટકવું આદિ દુઃખરૂપ ભોગવવા પડતા નથી તથા અનાદિ, અનંત, વિશાલ ચાતુર્ગતિરૂપ ભવાટવીને પાર કરી જાય છે, ઉલ્લંઘી જાય છે.
સંયમ સાધનામાં શિથિલ હોવા છતાં પણ જો પછી સંવેગ થવાથી સંયમમાં ઉદ્યમ કરે તો શેલક ઋષિની સમાન તે આરાધક થાય છે.
૦ આગમ સંદર્ભ
નાયા. ૬૪ થી ૬૭;
૧૫૩
X
- X -
Jain Education International
© જિતશત્રુ–સુબુદ્ધિ કથા :
તે કાળે, તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામક ચૈત્ય હતું. તે ચંપાનગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તેને ધારિણી નામે રાણી હતી. તેને અદીનશત્રુ નામે કુમાર યુવરાજ હતો, સુબુદ્ધિ નામે અમાત્ય હતો. તે યાવત્ – રાજ્યની ધુરાનો ચિંતક શ્રાવક હતો.
૦ પરિખા—ઉદકનું વર્ણન :
તે ચંપાનગરીની બહાર ઇશાન ખૂણામાં એક પરિખા (ખાઈ) હતી. તેનું પાણી ચરબી, નસો, લોહી, માંસ અને પરુઓના સમૂહથી યુક્ત હતું. મૃતક શરીરોથી વ્યાપ્ત હતું. વર્ણથી અમનોજ્ઞ, ગંધથી અમનોજ્ઞ, રૂપથી અમનોજ્ઞ અને સ્પર્શથી અમનોજ્ઞ હતું. તે પાણી આવા પ્રકારનું હતું – જેમકે કોઈ સર્પનું મૃત કલેવર હોય કે ગાયનું મૃત કલેવર હોય – યાવત્ – મરેલ, ગળેલ, સડેલ, કીડાઓથી વ્યાપ્ત અને જાનવરો દ્વારા ખવાયેલ કોઈ મૃત કલેવર સમાન દુર્ગંધવાળું હતું, કૃમિઓના સમૂહથી પરિપૂર્ણ હતું. જીવોથી ભરેલ હતું.
-
For Private & Personal Use Only
www.jainelibrary.org