________________
૧૫૪
આગમ કથાનુયોગ-૩
અશુચિ, વિકૃત અને બિભત્સ દેખાતું હતું. શું તે પાણી આટલું ખરાબ હતું ?
ના, એ અર્થ સમર્થ નથી. તે પાણી આના કરતા પણ અધિક અનિષ્ટ, અનંતતર, અસુંદર, અપ્રિયતર, અમનોજ્ઞતર, અમરામતર ગંધવાળું હતું અર્થાત્ અત્યંત અનિષ્ટ રૂપ, રસ, ગંધાદિયુક્ત હતું. ૦ જિતશત્ર દ્વારા અશનાદિ પ્રશંસા :
ત્યારપછી તે જિતશત્રુ રાજા કોઈ એક સમયે સ્નાન કરીને, બલિકર્મ કરીને – થાવત્ – અલ્પ પણ બહુમૂલ્ય આભારણોથી શરીરને અલંકૃત્ કરીને અનેક રાજા, ઈશ્વર – થાવત્ – સાર્થવાહ પ્રકૃતિની સાથે ભોજન મંડપમાં ભોજનને સમયે સુખદ આસન પર બેસીને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનનું આસ્વાદન લેતો, વિશેષ આસ્વાદન લેતો, પરસ્પર આપતો, ખાતો એવો વિચરી રહ્યો હતો. ભોજન કર્યા પછી હાથ, મુખ ધોઈને, કોગળા કરીને પવિત્ર થઈને તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમના વિષયમાં તે વિસ્મિત થયો અને તે ઘણાં બધાં રાજા, ઈશ્વર – યાવત્ – સાર્થવાહ વગેરેને આ પ્રમાણે કહ્યું
અહો ! દેવાનુપ્રિયો ! આ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન વર્ણથી, ગંધથી, રસથી અને સ્પર્શથી યુક્ત છે જેના લીધે આ આસ્વાદન કરવા યોગ્ય, વિશેષરૂપે આસ્વાદન કરવા યોગ્ય, પુષ્ટિકારક, દર્પ ઉત્પન્ન કરનારું, મદજનક, બળવર્ધક તથા સમસ્ત ઇન્દ્રિયો અને શરીરને વિશિષ્ટ આલ્હાદ ઉત્પન્ન કરનારું છે.
ત્યારે ઘણાં રાજા, ઈશ્વર – યાવત્ – સાર્થવાહ આદિ જિતશત્રુ પાસે આ પ્રમાણે બોલ્યા
હે સ્વામી ! આપ જે કહો છો, તેમ જ છે. અહો ! આ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન વર્ણોપપેત છે – યાવત્ – સર્વે ઇન્દ્રિયો અને શરીરને વિશિષ્ટ આહ્નાદ ઉત્પન્ન કરનાર છે. ૦ સુબુદ્ધિ દ્વારા પુદ્ગલ વિષયક કથન :
- ત્યારપછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને કહ્યું- અહો દેવાનુપ્રિય સુબુદ્ધિ ! આ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન સમસ્ત ઇન્દ્રિયો અને ગાત્રને વિશિષ્ટ આલ્હાદજનક છે.
ત્યારે સુબુદ્ધિ અમાત્યએ જિતશત્રુ રાજાનાં આ કથનનો આદર ન કર્યો, ધ્યાન ન આપ્યું અને ચુપ રહ્યો.
ત્યારપછી જિતશત્રુ રાજાએ બીજીવાર-ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! સુબુદ્ધિઆ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ – યાવત્ – સમસ્ત ઇન્દ્રિયો અને શરીરને વિશિષ્ટ આલ્હાદજનક છે.
ત્યારપછી તે સુબુદ્ધિ અમાત્ય, જિતશત્રુ રાજાએ બીજીવાર–ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું, ત્યારે તે કથનને સાંભળીને જિતશત્રુરાજાને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી! મને આ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમના વિષયમાં કંઈ જ વિસ્મય નથી.
– કેમકે હે સ્વામી! શુભ શબ્દવાળા પુદ્ગલ અશુભ શબ્દરૂપે પરિણત થઈ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org