________________
આગમ કથાનુયોગ-૩
ગામ, આકર, નગર, ખેડ, કર્બેટ, દ્રોણમુખ, મડંબ, પટ્ટન, આશ્રમ, નિગમ, સંબાહ, સન્નિવેશોનું આધિપત્ય, પ્રમુખત્ય, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, ઐશ્વર્યત્વ, સેનાપતિત્વ કરતા, પાલન કરતા, મહાન્ નૃત્ય, ગીત, વાદ્ય, તંત્રી, તલતાલ, ત્રુટિત, ઘન, મૃદંગ, પટહ આદિના ઝંકારોની સાથે વિપુલ ભોગોપભોગોને ભોગવતા વિચરણ કરો. એ પ્રમાણે જયજયકાર કરે છે.
૧૦૮
ત્યારપછી શિવભદ્રકુમાર રાજા થયો – મહાન હિમવંત પર્વત અને મહાન મલય, મંદરાચલની સમાન સમસ્ત રાજામાં મુખ્ય થયો યાવત્ – રાજ્યનું પ્રશાસન કરતો વિચરવા લાગ્યો.
૦ શિવની દિશાપ્રોક્ષિક તાપસ પ્રવ્રજ્યા :
ત્યારપછી તે રાજા કોઈ એક દિવસે શુભ તિથિ, કરણ, દિવસ, મુહૂર્ત, નક્ષત્રના યોગમાં વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવે છે, કરાવીને મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પરિજન, રાજા અને ક્ષત્રિયોને આમંત્રિત કરે છે, પછી તેણે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા અને ત્યારપછી શુદ્ધ, ઉત્તમ, માંગલિક વસ્ત્રો પહેર્યા. અલ્પ—પણ બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત કર્યું.
અલંકૃત કરીને ભોજનના સમયે, ભોજન મંડપમાં ઉત્તમ સુખાસને બેઠો. બેસીને તે મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી, પરિજન, રાજા અને ક્ષત્રિયોની સાથે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ લેતા, પરસ્પર પીરસતા, ખાતા એવા વિચરે છે.
ભોજન કર્યા પછી હાથ-મુખને સ્વચ્છ કરી, પરમ પવિત્ર થઈને પછી તે મિત્ર, જ્ઞાતિજન, પરિવાર, સ્વજન, સંબંધી, પરિજન આદિને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર આદિથી સત્કાર અને સન્માન કરે છે. સત્કાર, સન્માન કરીને તે મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી, પરિજન, રાજા, ક્ષત્રિયો અને શિવભદ્ર રાજાથી અનુમતિ માંગે છે.
અનુમતિ લઈને ઘણી લોઢિયો, લોહકડાહો, કડછા અને તાંબાના તાપસના ઉપકરણોને લઈને ગંગાના કિનારે જે વાનપ્રસ્થ તાપસ રહે છે ઇત્યાદિ પૂર્વવત્ જાણવું – યાવત્ – તેમની પાસે મુંડિત થઈને દિશાપ્રોક્ષિક તાપસના રૂપમાં પ્રવ્રુજિત થાય છે. થઈને તે આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરે છે કે, મારે જીવનપર્યંત છટ્ઠ ભક્ત તપ કરતા વિચરવું કલ્પે. અભિગ્રહ ગ્રહણ કરીને પ્રથમ છટ્ઠભક્ત તપ સ્વીકારીને વિચરવા લાગ્યા. ત્યારપછી તે શિવ રાજર્ષિ પ્રથમ છટ્ઠ ભક્તના પારણાના દિવસે આતાપના ભૂમિથી નીચે ઉતરે છે, ઉતરીને વલ્કલ વસ્ત્ર પહેરીને જ્યાં પોતાની ઝુંપડી છે, ત્યાં આવે છે, આવીને કિડિન (વાંસપાત્ર) અને કાવડ લે છે. લઈને પૂર્વદિશાને પ્રોક્ષિત કરે છે. હે પૂર્વદિશાના સોમ મહારાજા ધર્મસાધનામાં પ્રવૃત્ત શિવરાજર્ષિની રક્ષા કરો, શિવરાજર્ષિની રક્ષા કરો અને તે દિશામાં રહેલ કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ અને હરિતવનસ્પતિ લેવાની અનુમતિ આપો.
યાવત્
આ પ્રમાણે કહીને પૂર્વદિશામાં જુએ છે. જોઈને ત્યાં વિદ્યમાન કંદ હરિત વનસ્પતિને ગ્રહણ કરે છે, કરીને કિડિણ અને કાવડને ભરે છે, ભરીને દર્ભ,
—
=
Jain Education International
For Private & Personal Use Only
--
www.jainelibrary.org