________________
શ્રમણ કથાઓ
૪૦૭
૦ આગમ સંદર્ભ :ઠા ૩૩૭ ની વાત નિસી.ભા. ૭૬૯ની ચૂ ઉત્ત. ૩૬૦ થી ૪૦૬, ઉત્ત.નિ. ૩૨૩ + વૃ ઉત્ત.ચૂપ. ૨૦૨, ૨૦૩;
– ૮ – – ૦ જયઘોષ-વિજયઘોષ મુનિ કથા :
વાણારસી નગરીમાં કાશ્યપ ગોત્રના બે બ્રાહ્મણ હતા. તેઓ ચારવેદના જ્ઞાતા, પકર્મરત અને ધન–કનકના વિપુલ ભંડારથી યુક્ત હતા. બંને ભાઈઓ સંપીલા અને અન્યોન્ય અનુરાગ વાળા હતા. કોઈ દિવસે જયઘોષ બ્રાહ્મણ સ્નાન કરવાને માટે ગંગા ગયો, ત્યાં તેણે કોઈ સર્પ વડે દેડકોને ગ્રસિત કરાતો જોયો. સર્પને કુલલપલી વડે ભૂમિ ઉપર પડાતો જોયો. તે કુલલ પક્ષી સર્પ પર આક્રમણ કરીને ત્યાં રહ્યો.
દેડકાને ખાઈને, સર્પ પણ કુલલ પક્ષીને વશ થયો અને કુલલપક્ષી સર્પને ગળી ગયું. એ રીતે અન્યોન્ય થતા ઘાતને જોઈને જયઘોષ બ્રાહ્મણ પ્રતિબોધ પામ્યો. અહો ! આ સંસાર દુરંત છે ઇત્યાદિ ભાવના ભાવતા તત્ત્વનો બોધ પામ્યો. ત્યારે તે ગંગાનદી ઉતરીને આ વાત હૃદયસ્થ કરીને પોતાની વસતિમાં આવ્યો. તે સહૃદયથી પ્રવ્રજિત થયો. બાહ્ય અને અત્યંતર સર્વગ્રંથિથી વિમુક્ત થઈને નિગ્રંથ બની ગયા. તેણે અસાર એવા કેશ (વાળ)નો ત્યાગ કર્યો, પુત્ર–કલત્ર આદિ સર્વે પરિકલેશનો ત્યાગ કર્યો. પછી તેઓ પંચમહાવ્રત યુક્ત, પાંચ ઇન્દ્રિયથી સંવૃત્ત, ગુણથી સમૃદ્ધ, સંયમયોગમાં વિશિષ્ટ ચેષ્ટાવાળા, જયણાપ્રધાન, શમિતપાપ એવા શ્રમણ થયા.
(પ્રદાયાનુસાર ઉપરોક્ત કથાસાર આ પ્રમાણે છે–).
વાણારસી નગરીમાં બે બ્રાહ્મણ ભાઈઓ હતા. તેઓના નામ જયઘોષ અને વિજયઘોષ હતા. કોઈ દિવસે જયઘોષ ન્હાવાને માટે ગંગા નદીમાં ગયા ત્યારે તેણે જોયું કે એક સર્પ કોઈ દેડકાને ગળી ગયો. તે સર્પને મારિ (જંગલી બીલાડાએ) પકડ્યો. માર્યારે સર્પ પર આક્રમણ કર્યું, તો પણ ચિત્કાર કરતો સર્પ દેડકાને ખાઈ ગયો, માર્ગાર સર્પને ચીરી–ફાડીને ખાઈ ગયો. આ રીતે અન્યોન્ય ઘાતને જોઈને જયઘોષ બ્રાહ્મણ પ્રતિઘોષ પામ્યો. સંસારનું વરવું સ્વરૂપ જોઈને તે ગંગા ઉતરીને સાધુ સમીપે શ્રમણ થયો. ૦ વારાણસીના ઉદ્યાનમાં જયઘોષમુનિનું આગમન :
બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન, મહાનું યશસ્વી જયઘોષ નામક એક બ્રાહ્મણ હતો, જે હિંસક યમરૂપ યજ્ઞમાં અનુરક્ત એવો યાજ્ઞિક હતો. તે ઉપરોક્ત કથામાં જણાવ્યા મુજબ પ્રતિબોધ પામીને ઇન્દ્રિય સમૂહનો નિગ્રહ કરનારા સુમાર્ગગામી મહામુનિ થઈ ગયા હતા. કોઈ દિવસે ગ્રામોનગ્રામ વિચરતા એવા તે વારાણસી નગરીમાં પહોંચ્યા. વારાણસી નગરીની બહાર મનોરમ ઉદ્યાનમાં પ્રાસુક શય્યા, વસતિ અને સંસ્કારક–પીઠ, ફુલકાદિ આસનની યાચના કરી ત્યાં રહ્યા.
તે જ સમયે તે નગરમાં વેદોનો જ્ઞાતા, વિજયઘોષ નામક બ્રાહ્મણ યજ્ઞ કરી રહ્યો હતો.
તે જયઘોષ મુનિ માસક્ષમણની તપશ્ચર્યાના પારણાને સમયે ભિક્ષાને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org