SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ આગમ કથાનુયોગ-૩ | (થાવગ્ગાપુત્ર) – શુક ! અમારી શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય કોઈ જ ઉપદ્રવરહિત અમને વશીભૂત રહે છે, એ જ અમારે ઇન્દ્રિય યાપનીય છે. (શુક) – નોઇન્દ્રિય યાપનીય શું છે ? (થાવસ્ત્રાપુત્ર) – હે શુક ! મારા ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાય ક્ષીણ, ઉપશાંત થઈ ગયા છે. ઉદયમાં નથી આવતા, એ જ અમારું નોઇન્દ્રિય યાપનીય છે. (શુક) – હે ભગવન્! અવ્યાબાધ શું છે ? હે શુક ! જે વાત, પિત્ત, કફ અને સન્નિપાત આદિ વિવિધ રોગ અને આતંક ઉદયમાં નથી આવ્યા, એ જ અમારે અવ્યાબાધ છે. (શુક) -- હે ભગવન્! આપનો પ્રાસુક વિહાર શું છે ? (થાવસ્ત્રાપુત્ર) – હે શુક ! અમે જે આરામમાં, ઉદ્યાનમાં, દેવકુળમાં, સભામાં, પરબમાં તથા સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત ઉપાશ્રયમાં પ્રાતિહારિક (પરત કરવા યોગ્ય) પીઠ, ફલક, શય્યા, સંસ્તારક આદિ ગ્રહણ કરીને વિચારીએ છીએ. એ જ અમારો પ્રાસકવિહાર છે. ૦ સરિસવની ભાભક્ષ્યની વિચારણા : (શુક) – હે ભગવન્! આપને સરિસવ ભક્ય છે કે અભક્ષ્ય ? - હે શુક ! અમારે સરિસવ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ. (શુક) – હે ભગવન્! કયા અભિપ્રાયથી આપ એમ કહો છો કે સસિવ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. – હે શુક ! સરિસવ બે પ્રકારના કહેવાયા છે. તે આ પ્રમાણે :- મિત્ર સરિસવા અને ધાન્ય સરિસવ. તેમાં જે મિત્ર સરિસવ છે, તે ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે :- (૧) સાથે જન્મેલા, (૨) સાથે મોટા થયેલા અને (૩) સાથે ધૂળમાં રમેલા. આ ત્રણે પ્રકારના સરિસવ શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. (અહીં સરિસવયનો અર્થ મિત્ર કર્યો છે.) - તેમાં જે ધાન્ય સરિસવ છે, તે બે પ્રકારના છે. તે આ પ્રમાણે :- શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત. તેમાં જે અશસ્ત્ર પરિણત છે તે શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે અને જે શસ્ત્ર પરિણત છે તે બે પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણે પ્રાસુક અને અપ્રાસુક. હે શુક ! અમાસુક સરિસવ શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે અને જે પ્રાસુક છે, તે બે પ્રકારે છે :- (૧) એષણીય અને (૨) અષણીય. તેમાં જે અષણીય છે, તે શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે. જે એષણીય છે, તે બે પ્રકારે છે. તે આ પ્રમાણે – યાચિત અને અયાચિત. તેમાં જે અયાચિત છે, તે શ્રમણનિર્ચન્થોને માટે અભક્ષ્ય છે. તેમાં જે યાચિત છે, તે બે પ્રકારે છે, તે આ પ્રમાણે :- લબ્ધ (પ્રાપ્ત) અને અપ્રાપ્ત. તેમાં જે અપ્રાપ્ત છે, તે શ્રમણ નિર્ચન્થોને માટે અભક્ષ્ય છે અને જે પ્રાપ્ત છે, તે શ્રમણ નિર્ચન્થોને માટે ભક્ષ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005010
Book TitleAgam Kathanuyoga Gujarati Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy