________________
૩૭૦
આગમ કથાનુયોગ-૩
મૃતક વગેરે શરીર અવયવો, વાછરડાંના તોડેલા અંગો જે ખાવા યોગ્ય ન હોય અને ફેંકી દીધેલા હોય તેવા હલકા, એંઠા માંસ-મદિરાનું ભોજન કરવા લાગી. ત્યારપછી તે એંઠા માટીના કોડીયામાં જે કાંઈ નાભિના મધ્ય ભાગમાં વિશેષ પ્રકારે પક્વ થયેલું માંસ હોય તેનું ભોજન કરવા લાગી
એ પ્રમાણે કેટલાક દિવસો ગયા પછી મદ્ય અને માંસ ઉપર અતિશય ગૃદ્ધિવાળી બની, ત્યારપછી તે રસના વેપારીના ઘરમાંથી કાંસાના ભાજન, વસ્ત્રો કે બીજા પદાર્થોની ચોરી કરીને બીજા સ્થાને વેચીને માંસડિત મદ્યનો ભોગવટો કરવા લાગી. તે રસના વેપારીને આ સર્વ હકીકતની જાણ કરવામાં આવી. વેપારીએ રાજાને ફરિયાદ કરી. રાજાએ વધ કરવાનો હુકમ કર્યો. ત્યાં રાજ્યમાં એવા પ્રકારનો કોઈ કુલધર્મ છે કે જે કોઈ ગર્ભવતી સ્ત્રી ગુનેગાર ઠરે અને વધની શિક્ષા પામે, પણ જ્યાં સુધી બાળકને જન્મ ન આપે ત્યાં સુધી તેને મારી નંખાય નહીં.
ત્યારે વધ કરવા માટે નિયુક્ત કરેલા અને કોટવાળ આદિ તેને પોતાને ઘેર લઈ જઈને પ્રસૂતિ સમયની રાહ જોવા લાગ્યા અને તેની રક્ષા કરવા લાગ્યા. કોઈ સમયે હરિકેશ જાતિવાળા હિંસક લોકેં તેને પોતાને ત્યાં લઈ ગયા. કાળક્રમે તેણીએ સાવદ્યાચાર્યના જીવને બાળકરૂપે જન્મ આપ્યો. ત્યારપછી જન્મ આપીને તરત જ બાળકનો ત્યાગ કરીને મરણના ભયથી અતિ ત્રાસ પામતી ત્યાંથી નાસી ગઈ. હે ગૌતમ! જ્યારે તે એક દિશામાં નાસી ગઈ, પછી પેલાં ચાંડાલોને જાણવામાં આવ્યું કે, તે પાપીણી નાસી ગઈ. વધ કરનારના આગેવાને રાજાને નિવેદન કર્યું કે
' હે દેવ ! કેળના ગર્ભ સમાન કોમળ બાળકનો ત્યાગ કરીને તે દુરાચારિણી તો નાસી ગઈ. રાજાએ તેઓને ઉત્તર આપ્યો કે ભલે તેણી ભાગી ગઈ, તો તેને જવા દો. પણ તે બાળકની બરાબર સાર સંભાળ કરજો. સર્વથા તેવો પ્રયત્ન કરજો કે તે બાળક મૃત્યુ ન પામે. એના ખર્ચ માટે આ ૫૦૦૦ દ્રવ્ય ગ્રહણ કરો,
ત્યારપછી રાજાના હુકમથી પુત્રની જેમ તે કુલટાનાં પુત્રનું પાલન પોષણ કર્યું. કોઈક સમયે કાલક્રમે તે પાપકર્મી ફાંસી દેનારનો અધિપતિ મૃત્યુ પામ્યો. ત્યારે રાજાએ તે બાળકને તેનો વારસદાર બનાવ્યો. ૫૦૦ ચાંડાલોનો અધિપતિ બનાવ્યો. ત્યાં કસાઈઓના અધિપતિ પદે રહેલો છે તેવા પ્રકારના ન કરવા યોગ્ય પાપ કાર્યો કરીને હે ગૌતમ ! તે અપ્રતિષ્ઠાન નામક સાતમી નરક પૃથ્વીમાં ગયો.
આ પ્રમાણે સાવદ્યાચાર્યનો જીવ સાતમી નારકીના તેવા ઘોર પ્રચંડ રૌદ્ર અતિ ભયંકર દુઃખો તેત્રીશ સાગરોપમના લાંબા કાળ સુધી મહાકુલેશપૂર્વક અનુભવીને ત્યાંથી નીકળીને અહીં અંતરદ્વીપમાં એક ઉરૂગ જાતિમાં ઉત્પન્ન થયો. ત્યાંથી મરીને તિર્યંચ યોનિમાં પાડાપણે ઉત્પન્ન થયો. ત્યાં પણ નરક સમાન એવા દુઃખો છવ્વીસ વર્ષ સુધી ભોગવીને ત્યારપછી હે ગૌતમ ! મૃત્યુ પામીને, મનુષ્યમાં ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળીને તે સાવદ્યાચાર્યનો જીવ વાસુદેવપણે ઉત્પન્ન થયો. ' ત્યાંથી નીકળીને તે સાવદ્યાચાર્યનો જીવ અનેક સંગ્રામ–આરંભ સમારંભ, મહાપરિગ્રહના દોષથી મરીને સાતમી નરકીએ ગયો. ત્યાંથી નીકળીને ઘણા લાંબા કાળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org