________________
શ્રમણ કથાઓ
૩૬૯
અપાત્રમાં આપેલા સૂત્ર અને અર્થ તેઓ અને સૂત્રાર્થનો નાશ કરે છે. આવા પ્રકારનું સિદ્ધાંત રહસ્ય છે કે અલ્પ–સ્તુચ્છ આધાર નાશ પામે છે.
ત્યારે ફરી પણ તે દુરાચારીઓએ કહ્યું કે, તમે આવા આડાઅવળા સંબંધ વગરના દુર્ભાષિત વચનોને કેમ પ્રલાપ કરો છો ? જો યોગ્ય સમાધાન આપવા શક્તિમાન ન હો તો ઊભા થાઓ. આસન છોડી દો, અહીથી જલદી આસન છોડીને નીકળી જાઓ. જ્યાં તમોને પ્રમાણભૂત ગણીને સર્વ સંઘે તમોને શાસ્ત્રનો સદભાવ કહેવા માટે ફરમાવેલું છે. હવે દેવ પર શો દોષ નાંખવો ?
ત્યારપછી ફરી પણ ઘણા લાંબા કાળ સુધી ચિંતા પશ્ચાત્તાપ કરીને હે ગૌતમ! બીજું કોઈ સમાધાન ન મળવાથી લાંબો સંસાર અંગીકાર કરીને સાવદ્યાચાર્યે કહ્યું કે, આગમ ઉત્સર્ગ અને અપવાદ માર્ગથી યુક્ત છે. તમે આ જાણતા નથી કે એકાંત એ મિથ્યાત્વ છે. જિનેશ્વરોની આજ્ઞા અનેકાંતવાળી હોય છે. હે ગૌતમ ! જેમ ગ્રીષ્મના તાપથી સંતાપ પામેલા મોરના કુળોને વર્ષાકાળના નવીન મેઘની જળધારા જેમ શાંતિ પમાડે, અભિનંદન આપે, તેમ તે દુખ શ્રોતાઓએ તેને બહુમાનપૂર્વક માન્ય કરી સ્વીકાર્યું.
ત્યારપછી હે ગૌતમ ! એક જ વચન ઉચ્ચારવાના દોષથી અનંત સંસારીપણાનું કર્મ બાંધી, તેનું પ્રતિક્રમણ પણ કર્યા વિના પાપસમૂહના મહાત્કંધ એકઠા કરાવનાર તે ઉત્સુત્ર વચનનો પશ્ચાત્તાપ કર્યા વગરના મરીને તે સાવદ્યાચાર્ય પણ વ્યંતર દેવમાં ઉત્પન્ન થયા. ૦ સાવદ્યાચાર્યની ભવ પરંપરા :
ત્યાંથી ચ્યવીને તે પરદેશ ગયેલા પતિવાળી, પ્રતિવાસુદેવના પુરોહિતની પુત્રીના ગર્ભમાં ઉત્પન્ન થયો, કોઈક સમયે તેની માતા પુરોહિતની પત્નીના જાણવામાં આવ્યું કે, પતિ પરદેશ ગયેલો છે અને પુત્રી ગર્ભવતી થઈ છે, એમ જાણીને હા–હા આ મારી દુરાચારી પુત્રીએ મારા સર્વ કુળની ઉપર મશીનો કુચડો ફેરવ્યો. આબરૂનું પાણી કર્યું. આ વાત પુરોહિતને જણાવી. તે વાત સાંભળીને લાંબાકાળ સુધી અતિશય સંતાપ પામીને હૃદયથી નિર્ધાર કરીને પુરોહિતે તેને દેશમાંથી કાઢી મૂકી, કારણ કે આ મહા અસાધ્ય નિવારણ ન કરી શકાય તેવો અપયશ ફેલાવનાર મોટો દોષ છે, તેનો મને ઘણો જ ભય લાગે છે.
હવે પિતાએ કાઢી મૂક્યા પછી ક્યાંય સ્થાન ન મેળવતી થોડા કાળ પછી ઠંડી, ગરમી, વાયરાથી પરેશાન થયેલી દુષ્કાળના દોષથી સુધાથી દુર્બલ કંઠવાળી તેણે ઘી–તેલ આદિ રસના વેપારીના ઘરે દાસપણે પ્રવેશ કર્યો. ત્યાં ઘણી મદિરાપાન કરનારા પાસેથી એંઠી મદિરા મેળવીને એકઠી કરે છે અને વારંવાર એંઠું ભોજન ખાય છે. કોઈક સમયે નિરંતર એંઠા ભોજન કરતી અને ત્યાં ઘણી મદિરાદિ પીવા લાયક પદાર્થો દેખીને મદિરાનું પાન કરીને તથા માંસનું ભોજન કરીને રહેલી હતી.
– ત્યારે તેને તેવા પ્રકારનો દોહલો (ઇચ્છા) ઉત્પન્ન થયો કે, હું બહું મદ્યપાન કરું, ત્યારપછી નટ, નાટકિયા, છત્રધારક, ચારણો, ભાટ, ભૂમિ ખોદનાર, નોકર, ચોર વગેરે હલકા જાતિવાળાઓ સારી રીતે ત્યાગ કરેલ એવી ખરી, મસ્તક, પુંછ, કાન, હાડકાં,
International
Jain
For Private & Personal Use Only
www.jainelibrary.org