________________
શ્રમણ કથાઓ
૪૯
આ પ્રમાણે શ્રમણોપાસકે પણ ત્રસપ્રાણીને દંડ દેવાનો ત્યાગ કર્યો છે. પણ સ્થાવરપ્રાણીને દંડ દેવાનો ત્યાગ કર્યો નથી. તેથી સ્થાવરકાયના પ્રાણીઓની હત્યા કરવા છતાં પણ તેના પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. હે નિર્ગુન્હો આ પ્રમાણે સમજો અને આ પ્રમાણે જ સમજવું જોઈએ.
ભગવનું ગૌતમ સ્વામીએ કહ્યું કે, હું નિર્ચન્થોને પૂછું છું – હે આયુષ્યમાનું નિર્ચન્હો ! આ લોકમાં ગાથાપતિ કે ગાથાપતિના પુત્ર તથા પ્રકારના કુળમાં જન્મ લઈને શું ધર્મશ્રવણને માટે આવી શકે છે ?
હાં, આવી શકે છે. તથા પ્રકારના તે ઉત્તમ કુળમાં ઉત્પન્ન પુરુષોને શું ધર્મનો ઉપદેશ કરવો જોઈએ ? હાં, તેમને ધર્મનો ઉપદેશ કરવો જોઈએ.
શું તેઓ આવા પ્રકારનો ધર્મ શ્રવણ કરી અને સમજીને આ પ્રમાણે કહી શકે છે કે, આ નિર્ગસ્થ પ્રવચન જ સત્ય છે. સર્વોત્તમ છે, કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનાર છે, પરિપૂર્ણ છે, ન્યાયયુક્ત છે, સારી રીતે શુદ્ધ છે, શલ્યને નાશ કરનાર છે, સિદ્ધિનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, નિર્માણ માર્ગ છે, નિર્વાણ માર્ગ છે, અવિતથ, અસંદિગ્ધ અને સમસ્ત દુઃખોનો નાશ કરવાનો માર્ગ છે. આ ધર્મમાં સ્થિત જીવ સિદ્ધ થાય છે, બોધ પામે છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પ્રાપ્ત કરે છે અને સંપૂર્ણ દુઃખોનો અંત કરે છે ?
હવેથી અમે આ માર્ગની આજ્ઞા અનુસાર ચાલશું, રહીશું, બેસીશું, શયન કરીશું, ભોજન કરીશું, બોલીશું, ઉઠીશું અને ઉઠીને પ્રાણીઓ – યાવત્ – સત્વોનો સંયમ કરવા - રક્ષા કરવા માટે સંયમ ધારણ કરીશું. આ પ્રમાણે શું તેઓ કહી શકે છે ?
હાં, તેઓ આ પ્રમાણે કહી શકે છે. શું તેઓ આ પ્રકારના વિચારવાળા તે જીવ દીક્ષા દેવાને યોગ્ય છે? હાં, તેઓ યોગ્ય છે. શું તે આવો વિચાર કરનારા મુંડિત કરવાને યોગ્ય છે ? હાં, તેઓ યોગ્ય છે. શું આવા પ્રકારે વિચારનારા તે શિક્ષા દેવાને યોગ્ય છે? હાં, યોગ્ય છે. શું આવા વિચારવાળા વ્યક્તિ પ્રવ્રજ્યામાં ઉપસ્થિત કરવાને માટે યોગ્ય છે ? હાં, યોગ્ય છે.
તો શું આવા વિચારવાળા પુરુષોએ સમસ્ત પ્રાણીઓ – યાવત્ – સમસ્ત સત્વોને દંડ દેવાનો છોડી દીધો છે ?
હાં, છોડી દીધેલ છે.
તો શું આ પ્રકારના વિહાર દ્વારા વિચરણ કરનારા – યાવત્ – ચાર, પાંચ, છ કે દશ વર્ષ સુધી થોડા કે ઘણાં દેશોમાં પરિભ્રમણ કરી પુનઃ ગૃહસ્થાવાસમાં જાય ખરા?
હાં, જાય પણ ખરા. ત્યારે શું તેઓ સંપૂર્ણ પ્રાણીઓ, સંપૂર્ણ સત્વોને દંડ દેવાનું છોડી દે છે ?
૩/૪ Jain Edination International
For Private & Personal Use Only
www.jainelibrary.org