________________
શ્રમણ કથાઓ
૧૧૭
વડે પોતાનો પૂર્વભવ તથા તેનો મિત્ર કુમારનંદી પંચશૈલદ્વીપનો અધિપતિ વિદ્યુમ્માલી દેવ થયો છે તે જાણ્યું.
કોઈ વખતે નંદીશ્વર દ્વીપે યાત્રાર્થે દેવો જતા હતા. તેમની આગળ ગીત–ગાન કરવાની આજ્ઞા થતા. બંને વ્યંતરી (હાસા–પ્રહાસા) ચાલી, તેમણે વિદ્યુનાલી દેવને કહ્યું, તમે ઢોલ વગાડો. ત્યારે તે દેવ ત્યાંથી ચાલવા લાગ્યો એટલે ઢોલ તેના ગળે વળગી ગયો. ત્યારે દેવીઓએ કહ્યું કે, આ આપણો કુલાચાર છે, તેથી ઢોલ વગાડો. ત્યારે ઢોલ વગાડતા નંદીશ્વરતીરે ગયા.
- નાગીલ દેવ ત્યારે તે દેવ સામે આવ્યો અને પૂછયું કે, હે ભદ્ર! તું મને ઓળખે છે? વિદ્યુમ્માલી દેવ તેના તેજને સહન ન કરી શકવાથી ત્યાંથી પલાયન થવા લાગ્યો. ત્યારે નાગીલ દેવે તેનું પોતાનું તેજ સંહરી લીધું અને કહ્યું કે, તું મને ઓળખે છે ? ત્યારે તે દેવ બોલ્યો કે, શક્ર આદિ ઇન્દ્રોને કોણ ન જાણે ? ત્યારે તે દેવે પોતાનું નાગીલ શ્રાવકનું રૂપ પ્રગટ કર્યું. ધર્મનું સ્વરૂપ જણાવી પૂર્વભવ કહ્યો. ત્યારે તે કુમારનંદી (વિદ્યુમ્માલી દેવ) તેને ઓળખવા લાગ્યો. ત્યારપછી કુમારનંદી દેવને વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો અને તેણે કહ્યું કે, હે દેવ ! મને આજ્ઞા કરો હવે મારે શું કરવું જોઈએ ? ત્યારે અમ્રુતદેવે કહ્યું કે, હે મિત્ર ! તું વર્ધમાન-(મહાવીર) સ્વામીની પ્રતિમા કરાવ. તે તારા માટે સમ્યકત્વ બીજનું કારણ થશે.
ત્યારે વિદ્યુમ્માલી દેવ (કુમારનંદી) મહાહિમવંતગિરિ ગયો. ત્યાંથી ગોશીષચંદન કાપીને લાવ્યો. વીરપ્રભુની કાષ્ઠમય મૂર્તિ બનાવી. લાકડાની પેટીમાં મૂકીને ભરતક્ષેત્રમાં આવ્યો. તે સમયે કોઈ મુસાફરનું વહાણ સમુદ્રમાં ઉત્પાત યોગ છ માસથી ભમ્યા કરતું હતું. ત્યારે તેણે ઉત્પાતનું શમન કર્યું. પછી પ્રતિમાની પેટી આપી અને કહ્યું કે, આમાં દેવાધિદેવની પ્રતિમા છે. તું વીતીભયનગરે જઈને ઉદ્દઘોષણા કરજે કે, આમાં પરમાત્માની પ્રતિમા છે તે ગ્રહણ કરો. તેણે વીતીભય નગર પહોંચી ઉદ્ઘોષણા કરી.
તે વખતે નગરજનો, બ્રાહ્મણો, રાજા ઇત્યાદિ ત્યાં પહોંચ્યા. પે'લા વણિકે કહ્યું કે, આમાં દેવાધિદેવની પ્રતિમા છે, તો કુહાડીથી પેટી ખોલાય નહીં. એટલે સૌએ પોતપોતાના ઇષ્ટદેવનું સ્મરણ કર્યું. પણ પેટી ખુલી નહીં. ત્યારે પ્રભાવતી દેવીએ આવીને સ્તુતિ કરી, ચંદનાદિ વડે પૂજા કરી અરિહંતનું સ્મરણ કર્યું અને પેટી ખુલી ગઈ, તેમાંથી દેવાધિદેવ વર્ધમાન સ્વામીની પ્રતિમા ગ્રહણ કરી. તેણીએ અંતઃપુરમાં ચૈત્યગૃહ કરાવ્યું. પછી પ્રભાવતી દેવી સ્નાન કરીને ત્રિકાળ પૂજા કરવા લાગી. ૦ પ્રભાવતી દેવી દ્વારા દેવપૂજા તેમજ પ્રભાવતીનું મૃત્યુ -
કોઈ વખતે પ્રભાવતી દેવીપૂજા કાર્ય કર્યા પછી પ્રસન્ન ચિત્ત ભગવંતની આગળ નૃત્ય કરી રહી હતી. ઉદાયન રાજા વીણા વગાડતો હતો. તે વખતે રાજાને રાણીનું મસ્તક વગરનું ધડ દેખાયું. તેને અતિ થઈ, તેના હાથમાંથી વીણા પડી ગઈ. ત્યારે રોષાયમાન થઈ દેવી બોલી કે, આ તમે શું કર્યું? રાજાએ તેણીના આગ્રહથી યથાર્થ હકીકત બતાવી. ત્યારે રાણીએ કહ્યું કે, આ અનિષ્ટ દર્શનથી મારું આયુષ્ય અલ્પ જણાય છે. હવે મારે શ્રાવક ધર્મનું વધુ સારી રીતે પાલન કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org