SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથાઓ ૩૫૯ હે ભગવંત ! તો શું આ દૃષ્ટાંતને વિચારીને જ મહાવ્રતો ગ્રહણ કરવા ? હે ગૌતમ! આ વાત યથાર્થ છે. હે ભગવંત! કયા કારણે ? હે ગૌતમ ! સુશ્રમણ કે સુશ્રાવક આ બે ભેદો જ કહેલા છે. ત્રીજો ભેદ કહેતા નથી. અથવા ભગવંતે શાસ્ત્રોમાં જે પ્રમાણે ઉપદેશેલું છે, તે પ્રમાણે સુશ્રમણપણું પાલન કરવું. તે જ પ્રમાણે સુશ્રાવકપણું યથાર્થ રીતે પાલન કરવું જોઈએ. પરંતુ શ્રમણે પોતાના શ્રમણપણામાં અતિચાર ન લાગવા દેવા જોઈએ કે શ્રાવકે શ્રાવકપણાના વ્રતોમાં અતિચાર ન લગાડવા જોઈએ. – નિરતિચાર વ્રતો પ્રશંસા કરવા યોગ્ય છે. તેવા નિરતિચાર વ્રતોનું સેવન કરવું. જે આ શ્રમણ ધર્મ સર્વવિરતિ સ્વરૂપ હોવાથી નિર્વિકાર છુટછાટ વગરનો સુવિચાર અને પૂર્ણ વિચારયુક્ત છે. જે પ્રમાણે મહાવતો પાલન કરવાના શાસ્ત્રોમાં જણાવેલા છે. તે પ્રમાણે યથાર્થ પાલન કરવા જોઈએ. જ્યારે શ્રાવકો માટે તો હજારો પ્રકારના વિધાનો છે. તે વ્રત પાળે અને તેમાં અતિચારો ન લાગે તે પ્રમાણે શ્રાવક અણુવતો ગ્રહણ કરે. ૦ નાગિલનો મોક્ષ : હે ભગવંત ! તે નાગિલ શ્રાવક ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! તે સિદ્ધિગતિમાં ગયો. હે ભગવંત! કઈ રીતે ? હે ગૌતમ ! મહાનુભાવ નાગિલે તે કુશીલ સાધુ પાસેથી છૂટા પડીને ઘણાં શ્રાવકો અને વૃક્ષોથી વ્યાપ્ત ઘોર ભયંકર અટવીમાં સર્વ પાપ કલિમલના કલંકથી રહિત ચરમ હિતકારી સેંકડો ભવોમાં પણ અતિદુર્લભ તીર્થકર ભગવંતનું વચન છે, એમ જાણીને નિર્જીવ પ્રદેશમાં જેમાં શરીરની સાર સંભાળ ટાપ–ટીપે ન કરવા પડે તેવું નિરતિચાર પાદપોપગમન અનશન અંગીકાર કર્યું. હવે કોઈ સમયે તે જ પ્રદેશમાં વિચરતા અરિષ્ટનેમિ તીર્થકર ભગવંત અચલિત સત્ત્વવાળા આ ભવ્યાત્માની પાસે તેના ઉપકાર માટે આવી પહોંચ્યા. ઉત્તમાર્થ સમાધિ મરણ સાધી આપનાર અતિશયવાળી દેશના કહી. જળયુક્ત મેઘની સરખી ગંભીર અને દેવદુંદુભિ સમાન સુંદર સ્વરવાળી તીર્થંકરની વાણી શ્રવણ કરતો શુભ અધ્યવસાય કરતો અપૂર્વકરણથી સપક શ્રેણીમાં આરૂઢ થયો. અંતકૃત કેવલી થયો. આ કારણથી એમ કહેવાય છે કે તે સિદ્ધિ પામ્યો. ૦ આગમ સંદર્ભ :મહાનિ ૬૫૪ થી ૬૮૩; – ૪ – ૪ – ૦ વજ આચાર્ય કથા : - હે ગૌતમ ! આ ઋષભદેવ પરમાત્માની ચોવીસીની પૂર્વે થયેલ વેવીશ ચોવીશી અને - તે ચોવીશીના ચોવીસમાં તીર્થકર નિર્વાણ પામ્યા. પછી કેટલોક કાળ ગુણથી ઉત્પન્ન થયેલ કર્મરૂપી પર્વતનો ચૂરો કરનાર, મહાયશવાળા, મહાસત્ત્વવાળા, મહાનુભાવ સવારના પહોરમાં નામ ગ્રહણ કરવા લાયક વજ (વડર) નામના ગચ્છાધિપતિ થયા. તેમને પ૦૦ શિષ્યોના પરિવારવાળો ગચ્છ હતો. સાધ્વી સાથે ગણીએ તો ૨૦૦૦ની સંખ્યા હતી. હે ગૌતમ ! તે સાધ્વીઓ અત્યંત પરલોકભીરુઓ હતી. અત્યંત નિર્મળ અંત:કરણવાળી, ક્ષમા ધારણ કરનારી, વિનયવતી, ઇન્દ્રિયોનું દમન કરનારી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005010
Book TitleAgam Kathanuyoga Gujarati Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy