SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ આગમ કથાનુયોગ-૩ સુધી સંસાર ભ્રમણ કેમ કરવું પડ્યું? હે ગૌતમ ! જે આગમને બાધા પહોંચે તેવા પ્રકારના લિંગ-વેષ વગેરે ગ્રહણ કરવામાં આવે તે કેવળ દંભ જ છે અને અતિ લાંબા સંસારના કારણભૂત તે ગણાય છે તેની કેટલી લાંબી મર્યાદા, તે જણાવી શકાતી નથી. તે જ કારણે (આગમાનુસાર) સંયમ દુષ્કર મનાયેલ છે. વળી બીજી એ વાત લક્ષમાં રાખવાની છે કે, શ્રમણપણા વિશે પ્રથમ સંયમ સ્થાનમાં કુશીલ સંસર્ગનો ત્યાગ કરવાનો છે. જો તેનો ત્યાગ ન કરે તો સંયમ જ ટકતો નથી. તો સુંદર મતિવાળા સાધુએ તે જ આચરવું, તેની જ પ્રશંસા કરવી, તેની જ પ્રભાવના કરવી, તેની જ સલાહ આપવી, તેનું જ આચરણ કરવું કે જે ભગવંતે કહેલા આગમ શાસ્ત્રમાં હોય. આ પ્રમાણે સૂત્રનું અતિક્રમણ કરીને જેમ સુમતિ લાંબા સંસારમાં રખડ્યો, તેમજ બીજા પણ સુંદર, વિદુર, સુદર્શન, શેખર, નિલભદ્ર, સભોમેય, સ્તન શ્રમણ, દુર્દાન્તદેવ, રક્ષિત મુનિ વગેરે થઈ ગયા. તેની કેટલી સંખ્યા કહેવી ? માટે આ વિષયનો પરમાર્થ જાણીને કુશીલ સંસર્ગ સર્વથા વર્જવો. હે ભગવંત! તે પાંચે સાધુઓને કુશીલ તરીકે નાગિલ શ્રાવકે ગણાવ્યા તે પોતાની સ્વેચ્છાથી કે આગમ શાસ્ત્રની યુક્તિથી ? હે ગૌતમ ! બિચારા શ્રાવકને તેમ કહેવાનું કયું સામર્થ્ય હોય ? જે કોઈ પોતાની સ્વચ્છેદમતિથી મહાનુભાવ સુસાધુઓના અવર્ણવાદ બોલે તે શ્રાવક જ્યારે હરિવંશના કુલતિલક મરકત રત્ન સમાન શ્યામ કાંતિવાળા બાવીશમાં ધર્મ તીર્થકર અરિષ્ટનેમિ હતા તેમની પાસે વંદન નિમિત્તે ગયેલા હતા. તે હકીકત આચાર અંગસૂત્રમાં અનંતગમ પર્યવના જાણકાર કેવળી ભગવંતોએ પ્રરૂપેલી હતી. તેને યથાર્થ ધારણરૂપે હૃદયમાં અવધારણા કરેલી હતી. ત્યાં છત્રીશ આચારોની પ્રજ્ઞાપના કરેલી છે. તે આચારોમાંથી જે કોઈ સાધુ કે સાધ્વી કોઈપણ આચારનું ઉલ્લંઘન કરે તે ગૃહસ્થ સાથે સરખામણી કરવા લાયક ગણાય. જો આગમથી વિરુદ્ધ વર્તન કરે, આચરે કે પ્રરૂપે તો તે અનંત સંસારી થાય. તેથી હે ગૌતમ ! જેણે એક મુખવત્રિકાનો અધિક પરિગ્રહ કર્યો તો તેના પાંચમાં મહાવ્રતનો ભંગ થયો. જેણે સ્ત્રીના અંગોપાંગ જોયા – ચિંતવ્યા પછી તેણે આલોચ્યા નહીં તો તેણે બ્રહ્મચર્યની ગુપ્તિની વિરાધના કરી. તે વિરાધનાથી જેમ એક ભાગમાં બળેલા વસ્ત્રને બળેલું વસ્ત્ર કહેવાય તેમ અહીં ચોથા મહાવ્રતનો ભંગ કહેવાય. જેણે પોતાના હાથે રાખ ઊંચકી લીધી, વગર આપેલી ગ્રહણ કરી, તેના ત્રીજા મહાવ્રતનો ભંગ થયો. જેણે સૂર્યોદય થયા પહેલા સૂર્યોદય થઈ ગયો એમ કહ્યું. તેના બીજા મહાવ્રતનો ભંગ થયો. જે સાધુએ સજીવ જળથી આંખો ધોઈ તથા અવિધિથી માર્ગની ભૂમિમાંથી બીજી ભૂમિમાં સંક્રમણ કર્યું, બીજકાયને ચાંપ્યા, વસ્ત્રના છેડાથી વનસ્પતિકાયનો સંઘટ્ટો થયો, વીજળીનો સ્પર્શ થયો, અજયણાથી ફડફડાટ અવાજ કરતા મુહપત્તિથી વાયુકાયની વિરાધના કરી – તે સર્વેના પહેલા મહાવ્રતનો ભંગ થયો. તેના ભંગથી પાંચ મહાવ્રતનો ભંગ થયો. તેથી હે ગૌતમ ! આગમયુક્તિથી આ સાધુઓને કુશીલ જણાવેલા છે, કારણ કે ઉત્તર ગુણોનો ભંગ પણ ઇષ્ટ નથી, તો પછી મૂલગુણોનો ભંગ તો સર્વથા અનિષ્ટ જ ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005010
Book TitleAgam Kathanuyoga Gujarati Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy