________________
શ્રમણ કથાઓ
૩૦૯
સ્વામીપણે ઉત્પન્ન થયા છો, અમે તમારા સેવકો છીએ. આ અપ્સરા તમારી પત્નીઓ છે. તમાં તેમની સાથે આનંદથી ક્રીડા કરો ઇત્યાદિ.
પછી અભયકુમારના શીખવ્યા મુજબ છડીદારે છડી પોકારી, સંગીત આદિ ધ્વનિ થયો. દ્વારપાળે આવીને કહ્યું, હે સ્વામી! અહીં જે દેવ ઉત્પન્ન થાય છે તે પહેલાં પોતાના પૂર્વભવના પુન્ય–પાપ જણાવે છે. માટે આપ પણ તે જણાવો. રોહિણેય ચોરને ખ્યાલ આવ્યો કે હું મૃત્યુ પામ્યો જ નથી. આ સર્વે અભયકુમારની કપટજાળ છે. ત્યારે તેણે વીરભગવંતે કહેલ દેવસંબંધિ વર્ણને યાદ કર્યું. જેમકે દેવોના ચરણ પૃથ્વીને સ્પર્શતા નથી ઇત્યાદિ. માટે નક્કી આ કોઈ દેવ નથી. પછી તે ચોરે કપટ યુક્ત જૂઠી વાતો કરી, ત્યારે અભયકુમારે તેને છોડી મૂક્યો. -૦- કાલસૌરિક અને સુલસનો સંબંધ :
કાલસૌરિક કષાઈ હતો. જે રોજના ૫૦૦ પાડાઓનો વધ કરતો હતો (જેની વિશેષ વાત કાલસૌરિક તથા શ્રેણિકની કથામાં નોંધાયેલ છે.) હિંસાને કારણે લાંબા કાળથી તેના સંચિત થયેલા કર્મોને કારણે તેના શરીરમાં વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન થયેલા, ત્યારે તે કપાઈ કલ્પાંત કરી રહ્યો હતો. તેના આક્રન્દનથી ત્યાં બેઠેલા માણસોના માનસ કંપી જતા હતા. તેને શય્યામાં, ભૂમિ પર, પાણી પીવામાં, ભોજનમાં ક્યાંય સુખ જણાતું ન હતું. પણ અંદરથી સંતાપ વધતો જતો હતો.
સુલસે પોતાના પિતાની વેદનાની સર્વ હકીકત પોતાના મિત્ર અભયકુમારને જણાવી. શ્રાવક ધર્મમાં અગ્રેસર, કર્મના મર્મને સમજનાર બુદ્ધિનિધાન અભયકુમારે પોતાની પારિણામિકી બુદ્ધિ વડે સુલસને કહ્યું કે, હે મિત્ર ! તારા પિતાએ પાપકર્મ એટલા મોટા પ્રમાણમાં ઉપાર્જન કરેલું છે, જે ભૂમિ પર પ્રત્યક્ષ ઉભરાઈ રહ્યું છે. તે આ જન્મમાં જ કર્મનો અનુભવ કરી રહેલ છે, માટે તું ઇન્દ્રિયોના વિષયોનું વિપરિતપણું હવે કર.
આ વાત સમજીને સુલસે ઘરમાંથી તીક્ષ્ણ કાંટાની શય્યા કરી લાવી, તેમાં તેને સુવડાવ્યો. તથા અતિ દુર્ગધવાળા પદાર્થોનું આખા શરીરે વિલેપન કર્યું. વળી કડવાતુરા સ્વાદવાળા પદાર્થો તેને ખવડાવ્યા. આ પ્રમાણે ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા અનિષ્ટ વિષયો સુલસે કર્યા. તેમ તેમ કાલસૌરિકને કંઈક સુખાનુભવ થવા લાગ્યો. તેણે પુત્ર સુલસને કહ્યું, તેં આટલો વખત મને આવા સુખથી વંચિત કેમ રાખ્યો ?
ત્યારપછી કાળક્રમે કાલસૌરિક કષાઈ મરીને સાતમી નરકે ગયો – યાવત્ – સુલસે અભયકુમારની અપૂર્વ મૈત્રીથી બાર વ્રતો અંગીકાર કર્યા અને જિનધર્મ ધારણ કરવામાં અગ્રેસર થયો.
–૦- અભયકુમારની ઔપાતિકી, પારિણામિકી બુદ્ધિના આવા વિવિધ દૃષ્ટાંતો શાસ્ત્રો અને ગ્રંથોના પાને નોંધાયેલા જોવા મળે છે. – – વિદ્યાધર પ્રસંગ :
કોઈ વખતે કોઈ વિદ્યાધર હતો, તેની વિદ્યા ભૂલી ગયો ત્યારે પણ અભયકુમારે તે વિદ્યાના અપૂર્ણ શબ્દો કે શ્લોકને આધારે તેની વિદ્યા પૂર્ણ કરી, વિદ્યાધરને મદદ કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org