________________
૩૦૮
આગમ કથાનુયોગ-૩
ત્યારપછી સાતમા દિવસે ગણિકાપુત્રીઓએ દૂતી સાથે સંદેશો મોકલાવ્યો કે, રાજાએ મધ્યાહ્ન સમયે એકલા જ અહીં આવવું. કામાતુર રાજા પરિણામની ચિંતા કર્યા સિવાય ગૃહગવાક્ષની ભિત્તિ દ્વારા આવ્યો. પૂર્વે કરેલી ગોઠવણ મુજબ મજબૂત પુરુષોએ તેને સખત બાંધ્યો. માંયામાં સૂવડાવી દિવસના ભાગમાં જ તે બૂમો પાડતો હતો એવી સ્થિતિમાં અભય લઈને ચાલ્યો અને બોલતો–બોલતો ગયો કે આ ગાંડા ભાઈને ચિકિત્સા કરવા લઈ જઈ રહ્યો છું. પછી રાજગૃહી ઉપાડી ગયો.
શ્રેણિક રાજા તલવાર લઈને તેને હણવા દોડ્યા. ત્યારે અભયે તેમને રોક્યા. પછી કહ્યું કે, આ ઘણાં રાજાઓને બહુમાન્ય રાજા છે માટે તેનો સત્કાર કરીને તેમની નગરીમાં પહોંચાડવા. તેમ કરવાથી બંનેનો સ્નેહ વૃદ્ધિ પામ્યો. –૦- આકુમારનો સંબંધ :
આર્ત દેશના રાજા આર્દિક રાજાના પુત્ર આર્દ્રકુમાર જ્યારે અભયકુમારને મોતી વગેરે ભેંટણું મોકલાવ્યું ત્યારે અને આÁકમાર જ્યારે તેમની મૈત્રી ઈચ્છે છે એમ અભયકુમારે જાણ્યું ત્યારે તેમણે વિચાર્યું કે, કોઈ ભવ્ય જીવ વ્રતની વિરાધના કરવાથી અનાર્ય દેશમાં જન્મેલો લાગે છે. કેમકે અભવ્ય અને દૂરભવ્ય તો મારી સાથે મૈત્રી કરવા ઇચ્છતા જ નથી. પ્રાયઃ સમાનધર્મીઓની જ પરસ્પર પ્રીતિ થાય છે. પછી અભયકુમારે પોતાની બુદ્ધિથી આઈતું બિંબ મોકલવાનું નક્કી કર્યું -- યાવત્ – તે મૂર્તિના નિમિત્તે આર્દ્રકુમાર પ્રતિબોધિત થઈ પ્રત્યેકબુદ્ધ થયા. આ સમગ્ર કથાનક આર્દ્રકુમાર કથામાં પૂર્વે વર્ણવાઈ ગયું છે. જુઓ – આર્કકુમાર કથા–૦- રોહિણેય ચોર :
વૈભાર પર્વતની ગુફામાં લોહખુર નામે એક ચોર હતો. તેણે પોતાના પુત્ર રોહિણેય ચોરને સલાહ આપી કે, તારે કદી વિરપ્રભુની વાણી સાંભળવી નહીં.
કોઈ દિવસે રોહિણેય રાજગૃહીમાં ચોરી કરવા ગયો. ચોરી કરીને પોતાના સ્થાને પાછો જતો હતો, ત્યાં માર્ગમાં ભગવંત મહાવીરનું સમવસરણ રચાયેલ હતું, વીરપ્રભુની વાણી ન સાંભળવા પ્રતિબદ્ધ રોહિણેયે કાનમાં આંગળી નાંખી દીધી. તે રીતે ચાલતા તેને પગમાં કાંટો વાગ્યો. તે કાંટો કાઢ્યા સિવાય ચાલી શકાય તેમ ન હોવાથી કાંટો કાઢવા તેણે આંગળી કાઢી, તે વખતે ભગવંતની વાણીમાં તેણે દેવો કેવા હોય તેનું વર્ણન સાંભળ્યું.
તે આગળ જતો હતો ત્યાં રાજપુરુષોએ તેને પકડી લીધો. રાજા શ્રેણિકે તેનો વધ કરવાની આજ્ઞા કરી. ત્યારે અભયકુમારે તેમને રોકીને કહ્યું, હે સ્વામી! પહેલા તેની પાસે બધી કબૂલાત કરાવવી. ત્યારે તેણે ખોટી માહિતી દ્વારા તેમને છેતર્યા.
ત્યારપછી અભયકુમારે તેને બેશુદ્ધ બનાવીને પોતાના મહેલમાં લઈ ગયા. ત્યાં દોગંદક દેવની જેમ અપ્સરા જેવી રમણીઓથી વીંટાયેલા પલંગમાં તેને શયન કરાવ્યું. દેવ જેવા વસ્ત્રો પહેરાવ્યા. જ્યારે તેને કેફ ઉતરી ગયો ત્યારે ચોતરફ દિવ્ય સમૃદ્ધિ જોઈને તે વિસ્મય પામ્યો. તે સમયે અભયકુમારે કરેલી પૂર્વ ગોઠવણ મુજબ ત્યાં રહેલા પુરુષો બોલવા લાગ્યા કે હે સ્વામી ! જય પામો જય પામો. હે દેવ ! તમે આ વિમાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org