________________
૩૦૬
આગમ કથાનુયોગ-૩
પ્રદ્યોત તુરંત ત્યાંથી પલાયન થઈ ગયો.
જ્યારે પ્રદ્યોત ઉર્જની પહોંચ્યો ત્યારે ખબર પડી કે આ તો અભયકુમારની બુદ્ધિનો પ્રપંચ હતો. પછી પ્રદ્યોતે સભામાં વાત કરી કે, એવો કોઈ બુદ્ધિશાળી છે, જે અભયને મારી પાસે લાવે. ત્યારે કોઈ ગણિકાએ બીડું ઝડપ્યું અને રાજા પાસે કેટલીક સગવડો માંગી. રાજાએ માંગણી પ્રમાણે મધ્યમ વયની સાત વેશ્યાઓ તેમજ સહાયક મોટી વયના અનુચરો આપ્યા. ગણિકાઓએ સાધ્વી પાસે જઈને કપટ શ્રાવિકાઓનો અભ્યાસ કર્યો. પછી નગર–ગામ આદિમાં યાત્રા સ્થળે ભ્રમણ કરવા લાગી. દરેક સ્થળે દેવવંદનાદિ કરવા દ્વારા શ્રાવિકારૂપે પ્રસિદ્ધિ પામી.
એ રીતે ક્રમાનુસાર રાજગૃહમાં પહોંચી. બહાર ઉદ્યાનમાં ઉતરી, નગરના ચૈત્યોની પરિપાટી શરૂ કરી. અભયકુમારના ગૃહમંદિરમાં પ્રવેશતા ઉચ્ચ સ્વરે નિસીડિ બોલી. તેમને જોઈને અભય આનંદિત થયો. તેણીઓને ગૃહચૈત્યના દર્શન કરાવ્યા. પ્રતિમાજીના વંદન કરાવ્યા. પછી તેમના નામગામ વગેરે ઓળખ પૂછી. ત્યારે તેણી બોલી કે, અમે દીક્ષાના ભાવથી તીર્થ યાત્રાદિ માટે નીકળેલા છીએ.
ત્યારે અભયે તે શ્રાવિકાઓની અત્યંત ભાવથી સાધર્મિક ભક્તિ કરી. પે'લી કપટી શ્રાવિકાઓએ તેની સાથે મધુરી વાતો કરી. અભય તેમના ગુણોથી પ્રભાવિત થયો. બીજે દિવસે પારણા માટે નિમંત્રણ આપ્યું. કપટી શ્રાવિકાઓએ અભયને જ પોતાની સાથે પારણું કરવા બેસાડ્યો. ત્યારે કપટી શ્રાવિકાઓએ તેને ગુપ્તપણે મદિરાપાન કરાવી દીધું. જ્યારે અભય ઊંધી ગયો ત્યારે તેને રથમાં મૂકાવી જલદીથી પલાયન થઈ ગયા અને છેલ્લે પ્રદ્યતને અર્પણ કરી દીધો.
અભયે પ્રદ્યોતને કહ્યું કે, તમે ધર્મના નામે છળકપટ કર્યું. તેમાં તમારી કોઈ પંડિતાઈ નથી. ત્યારપછી તેઓએ અભયને તેવા વચનથી બાંધી લીધો કે જેથી પોતાના રાજ્યમાં જવા માટે એક ડગલું પણ ભરી શકે નહીં. અભયે ત્યાં નિવાસ દરમ્યાન પ્રદ્યોત રાજા પાસેથી ચાર વરદાન પ્રાપ્ત કરીને થાપણરૂપે સાચવી રાખેલા તે આ પ્રમાણે
રાજા પ્રદ્યોત પાસે ચાર રત્નો હતા – લોહજંઘ દૂત, અનલગિરિ હાથી, અભિીર રથ અને શિવાદેવી રાણી.
જે લોહલંઘ દૂત હતો તે રોજ પચીશ યોજન જતો અને અનેક દેશોના ગુહ્ય સમાચાર લાવીને પ્રગટ કરતો. આથી સર્વ સામંત રાજાઓ ઉઠગ પામ્યા અને લોકજંઘને મારવા માટે તેને આપેલ ભાતા (પાથેય)માં ઝેર ભેળવી દીધું. લોહલંઘ અવંતિ તરફ પાછો આવતો હતો, ત્યારે માર્ગમાં ભોજન કરવા બેઠો ત્યારે અનેક અપશુકનોએ તેને અટકાવ્યો. તે ભોજન કર્યા વિના જ અવંતી પહોંચ્યો. પ્રદ્યોત રાજાને સર્વ વાત જણાવી. ત્યારે અભયકુમારે પોતાની બુદ્ધિથી કહ્યું કે, આ લાડવાની ગંધથી એવો નિશ્ચય થાય છે કે તેમાં દૃષ્ટિવિષ સર્પ છે યાવત્ તેણે સાબિત કર્યું. ત્યારે પ્રદ્યોત રાજાએ તેને વરદાન આપ્યું.
ત્યારપછી કોઈ દિવસે અનલગિરિ હાથી તેના બંધન સ્તંભથી છૂટી ગયો. અતિ મદોન્મત થવાથી પાછો કબજે આવતો ન હતો. રાજાના પૂછવાથી અભયે કહ્યું કે, જો ભદ્રવતી હાથણી પર આરૂઢ થયેલ વાસવદત્તા પુત્રી સહિત વત્સરાજ ગાયન કરે તો હાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org