________________
૨૫૬
આગમ કથાનુયોગ-૩
પ્રમુખ પાંચ મહાવીર, પ્રદ્યુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમાર, શાંબ આદિ ૬૦,૦૦૦ દુર્ધાન્ત શૂર, મહાસેન આદિ પ૬,૦૦૦ સૈન્ય વર્ગ, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીરો, ઉગ્રસેન આદિ ૧૬,૦૦૦ રાજાઓ, રુકિમણી આદિ ૧૬,૦૦૦ રાણીઓ, અનંગસેના આદિ ૧૦૦૦ ગણિકાઓ તથા આ સિવાયના પણ અનેક રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ નિવાસ કરતા હતા.
આવી દ્વારિકા નગરી અને અર્ધ ભરતક્ષેત્રનું અધિપતિત્વ, પ્રભુત્વ, સ્વામિત્વ, ભર્તુત્વ, મહત્તરત્વ, આશૈશ્વર્યત્વ, સેનાપતિત્વ કરતા, પાલન કરતા વિચરતા હતા.
તે જ દ્વારિકા નગરીમાં મહાતિમવાનું, મહાનું બંદર પર્વત અને મહેન્દ્ર સમાન રાજાઓમાં શ્રેષ્ઠ અંધકવૃણિ નામે રાજા નિવાસ કરતો હતો. ૦ ગૌતમ કુમાર :
તે અંધકવૃષ્ણિ રાજાની ધારિણી નામે રાણી હતી.
ત્યારપછી તે ધારિણી દેવી કોઈ એક સમયે પુણ્યજનોને યોગ્ય શય્યા પર સુઈ રહી હતી – યાવત્ – પોતાના મુખમાં સિંહને પ્રવેશ કરતો સ્વપ્નમાં જોઈને જાગી, “મહાબલકુમારના વર્ણન મુજબ અહીં પણ સ્વપ્નદર્શન, ફળ કથન, જન્મ, બાલ્યાકાળ, કળા, શિક્ષણ, તથા યૌવન અને પાણિગ્રહણ કરીને કાંત, પ્રિય ભોગ ભોગવવા સુધીનું બધું જ વર્ણન અહીં કરવું જોઈએ. (કથા જુઓ – મહાબલ) પરંતુ વિશેષ એ કે, અહીં નામ “ગૌતમ” છે. એક જ દિવસમાં આઠ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું. આઠ આઠ વસ્તુઓ દહેજમાં પ્રાપ્ત થઈ. ૦ ગૌતમની પ્રવજ્યા અને તપ :
તે કાળ, તે સમયે ધર્મના આદિકર અત્ અરિષ્ટનેમિ – યાવત્ – સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ચારે નિકાયનો દેવગણ આવ્યો. કૃષ્ણ પણ નીકળ્યા.
ત્યારપછી તે ગૌતમકુમારના મનમાં જનસમૂહના શબ્દો અને જન કોલાહલને સાંભળીને અને જોઈને આ પ્રકારનો અધ્યવસાય, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. “મેઘકુમાર'ની માફક તે ગૌતમ પણ નીકળ્યો. ધર્મશ્રવણ કરીને, મનમાં અવધારીને હર્ષિત–સંતુષ્ટ થયો. વિશેષ ફક્ત એટલું કે, હે દેવાનુપ્રિય ! હું માતાપિતા પાસેથી આજ્ઞા લઈશ, ત્યારપછી આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરી આનગારિક પ્રવજ્યા સ્વીકારીશ.
ત્યારપછી તે ગૌતમકુમાર પણ મેઘકુમારની માફક અણગાર થઈ ગયા. ઇર્યા સમિતિ – યાવત્ – આ જ નિર્ગસ્થ પ્રવચનને આગળ રાખીને અર્થાત્ જિનાજ્ઞા અનુસાર સાધના કરતા-કરતા વિચરવા લાગ્યા.
ત્યારપછી તે ગૌતમકુમાર (અણગારે) કોઈ એક સમયે અર્હત્ અરિષ્ટનેમિના તથારૂપ સ્થવીરોની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, તે અનેક ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, અર્ધ માસક્ષમણ, માસક્ષમણ આદિ વિવિધ પ્રકારના તપોકર્મ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org