________________
આગમ કથાનુયોગ–૩
વગેરે કુમારો મદિરાના નિમિત્તે અંધવત્ બની દ્વૈપાયન ઋષિને મારશે અને કૈપાયન ઋષિ યાદવો સહિત દ્વારિકાને બાળી નાંખશે. ત્યારે મદિરાના કારણે અનર્થ થશે એમ ધારીને મદિરાપાનનો સર્વથા નિષેધ કર્યો. બધી જ મદિરા નજીકમાં આવેલા કદંબ વનમાં કાદંબરી ગુફાના અનેક શિલાકુંડોમાં ઠલવાવી દીધી. પણ વિવિધ વૃક્ષોના સુગંધી પુષ્પોથી તે મદિરા ઘણી જ સ્વાદિષ્ટ બની ગઈ.
૨૮૮
કોઈ વખતે શાંબકુમારના સેવકે ફરતા-ફરતા ત્યાં આવી તૃષા લાગવાથી એ કુંડમાંથી મદિરા પીધી. તેના સ્વાદથી હર્ષ પામી મદિરાની મસક ભરીને લાવી, શાંબકુમારને ભેટ આપી. તેના સ્વાદથી આનંદિત ચિત્ત થયેલા શાંબકુમારે તે મદિરાનું પૂર્ણ તૃપ્તિ થઈ તેટલું પાન કર્યું. બીજે દિવસે શાંબકુમાર અનેક દુર્દંતકુમારોની સાથે ત્યાં ગયો. તેઓએ આકંઠ મદિરા પાન કર્યું. મદિરા પાનથી અંધ બનેલા તેમણે જ્યારે વૈપાયન ઋષિને જોયા ત્યારે તેઓ ક્રોધિત થઈ ગયા.
આ તાપસ અમારા કુળનો અને અમારી નગરીનો નાશ કરનાર છે એમ કહીને તેને મારી નાંખવા શાંબકુમારે જણાવ્યું. શાંબકુમારના વચનથી કોપાયમાન થયેલા સર્વે યાદવકુમારોએ મુષ્ટિપ્રહાર, પત્થર આદિથી મારવા લાગ્યા. એ પ્રમાણે તે તાપસને પૃથ્વી પર પાડી દઈ મૃતઃપ્રાય કરીને તેઓ દ્વારિકામાં આવી ગયા.
પછી દ્વૈપાયન ઋષિએ દ્વારિકા વિનાશનું નિયાણું કર્યું... યાવત્... દ્વારિકા વિનાશ કર્યો. (આ વૃત્તાંત કૃષ્ણ વાસુદેવ તથા કૈપાયન અન્યતીર્થિકના કથાનકમાં આપેલ છે.) આ રીતે શાંબકુમાર દ્વારિકા અને યાદવકુળના વિનાશનું કારણ બન્યો.
જ્યારે અર્હત્ અરિષ્ટનેમિ રૈવતગિરિ પર સમોસર્યા, ત્યારે પ્રદ્યુમ્ન, શાંબ આદિ સર્વે તેમના વંદનાર્થે ગયા. ધર્મશ્રવણ કરી ઘણાં જીવોએ દીક્ષા લીધી. તે વખત શાંબકુમારે પણ દીક્ષા લીધી – યાવત્ જાલિકુમાર કથામાં કહેવાયા મુજબ જ શત્રુંજયગિરિ પર મોક્ષે પધાર્યા. શેષ સર્વ વૃત્તાંત
યાવત્
શાંબકુમાર પણ જાલિકુમાર મુજબ જાણો. ૦ આગમ સંદર્ભ :
-
આયા.ચૂપ ૧૧૨; વÈિ. ૨; આનિ. ૧૩૪;
..
-
નાયા. ૬૩, ૧૬૯; નિસી.ભા. ૧૩ ની ચૂ
આવ.યૂ. ૧-૫ ૧૧૩, ૩૫૬;
- * - * -
(નોંધ :– પ્રદ્યુમ્નકુમારની જેમ શાંબકુમારની કથા પણ વિસ્તારથી ત્રિષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, ચઉપ્પન્ન મહાપુરુષ ચરિયું, કથાનક ગ્રંથોમાં મળે છે. અમારું કાર્યક્ષેત્ર આગમ હોવાથી અમે નિશીથ, બૃહત્કલ્પ, આવશ્યક આદિના આધારે ઉપરોક્ત કથા—અંશોનું સંકલન કરીને સળંગ કથારૂપે શાંબકુમાર કથા નોંધેલ છે.)
X
Jain Education International
X
અનિરુદ્ધ કથા :
વાસુદેવ કૃષ્ણના એક પુત્ર પ્રદ્યુમ્નકુમાર હતા. તે પ્રદ્યુમ્નકુમાર અને તેની પત્ની વૈદર્ભીનો પુત્ર અનિરુદ્ધકુમાર હતો. તેણે ભગવંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી. અંતે
અંત. ૩, ૧૬, ૧૭, ૨૨; બુહ.ભા. ૧૭૨ + ; ૨૫ ૧૯;
For Private & Personal Use Only
www.jainelibrary.org