________________
શ્રમણ કથાઓ
૨૦૯
દ્વારા પૂર્વોક્ત પ્રકારે – યાવત્ – નિયુક્ત કરાઈ છું. તેથી હે દેવાનુપ્રિયો ! જ્યાં સુધી હું લવણસમુદ્રનું એકવીશ વખત ચક્કર કાપીને ત્યાં જે કંઈ પણ ખૂણ, પત્ર, કાષ્ઠ, કચરો, અશુચિ, સડેલ–ગળેલ વસ્તુ કે દુર્ગધી વસ્તુ આદિ અશુદ્ધ વસ્તુઓ છે, તેને એકવીસ વખત હલાવી–હલાવીને એકાંતમાં ફેકું છું, ત્યાં સુધી તમે આ પ્રાસાદાવર્તાસકમાં આનંદપૂર્વક રમણ કરતા કરતા રહેજો.
કદાચ જો તમે કંટાળી જાઓ અથવા ઉત્સુક થાઓ અથવા કોઈ ઉપદ્રવ થાય તો તમે પૂર્વદિશાના વનખંડમાં ચાલ્યા જજો. ત્યાં બે ઋતુ સદા સ્વાધીન છે. યથા – પ્રાવૃષ્ય (અષાઢ અને શ્રાવણ) તથા વર્ષારાત્ર (ભાદરવો અને આસો).
- તેમાં પ્રાવૃધું ઋતુરૂપી હાથી સ્વાધીન છે. કંદલ–નવીન લતાઓ અને સિલિંઘભૂમિફોડા તે પ્રાવૃષ હાથીના દાંત છે. નિડર નામક વૃક્ષના ઉત્તમ પુષ્પો તેની ઉત્તમ સૂંઢ છે કુટજ, અર્જુન અને નીપના વૃક્ષોના પુષ્પ જ તેનું સુગંધી મદજળ છે.
તેમાં વર્ષાઋતુ રૂપી પર્વત પર સદા સ્વાધીન છે. કેમકે તે ઇન્દ્રગોપરૂપી પઘરાગ આદિ મણીઓથી વિચિત્ર વર્ણવાળો રહે છે અને તેમાં દેડકાઓના સમૂહોના શબ્દરૂપી ઝરણાનો ધ્વનિ સંદેવ થતો રહે છે. ત્યાં મયૂરોનો સમૂહ સદૈવ શિખરો પર વિચરે છે.
હે દેવાનુપ્રિયો ! તે પૂર્વ દિશાના ઉદ્યાનમાં તમે ઘણી વાવડી – ચાવતું – સરોવરોની પંક્તિઓમાં, અનેક લતા મંડપોમાં, વેલોના મંડપમાં – યાવત્ – પુષ્પગૃહોમાં સુખપૂર્વક રમણ કરતાં-કરતાં સમય વ્યતીત કરજો અને જો ત્યાં પણ કંટાળી જાઓ. ઉત્સુક થાઓ કે ઉપદ્રવ થાય તો તમે ઉત્તર દિશાના વનખંડમાં ચાલ્યા જજો. ત્યાં બે ઋતુઓ સદા વિદ્યમાન રહે છે. જેમકે – શરદુ અને હેમંત.
તેમાં શરઋતુરૂપી વૃષભ સદા સ્વાધીન છે. સમચ્છદ વૃક્ષોના પુષ્પ તેના કાંદા છે, નીલોત્પલ પદ્મ અને નલિન સિંગ છે, સારસ અને ચક્રવાલ પક્ષીઓનું કુંજન ઘોષ છે.
- તેમાં હેમંતઋતુરૂપી ચંદ્રમા સદા સ્વાધીન છે. શ્વેત કુંકુસુમ તેની ધવલ જ્યોત્સના છે. કુસુમિત લોધ વનખંડ તેનું મંડલત છે, તુષારના જળબિંદુની ધારા તેના સ્થળ બૃહતું કિરણો છે.
હે દેવાનુપ્રિયો ! ત્યાં તમે ઘણી વાપિકાઓમાં – યાવત્ – સરોવરોની પંક્તિઓમાં, ઘણાં લતાગૃહોમાં, વેલ મંડપોમાં – યાવતુ – પુષ્પ મંડપોમાં સુખપૂર્વક રમણ કરતા કરતા સમય વ્યતીત કરજો અને જો તમે ત્યાં પણ કંટાળી જાઓ કે ઉત્સુક થાઓ અથવા કોઈ ઉપદ્રવ થઈ જાય તો તમે પશ્ચિમ દિશાના વનખંડમાં ચાલ્યા જજો. તે વનખંડમાં પણ બે ઋતુઓ સદૈવ સ્વાધીન છે. યથા – વસંત અને ગ્રીષ્મ
તેમાં વસંતઋતુરૂપી રાજા સદા સ્વાધીન છે. વસંતરૂપી રાજાને આમ્રના પુષ્પોનો મનોહર હાર છે. કિંશુક, કર્ણિકાર અને અશોકના પુષ્પોનો મુગટ છે અને ઊંચા ઊંચા તિલક અને બકુલના પુષ્પોનું છત્ર છે.
તેમાં ગ્રીષ્મઋતુરૂપી સાગર સદા વિદ્યમાન રહે છે. જે પાટલ અને શિરીષના પુષ્પોરૂપી જળથી પરિપૂર્ણ રહે છે. મલિકા અને વાસંતિકી લતાઓના કુસુમ જ તેની ઉજ્વળ વેળા, તટ, કિનારો છે અને તેમાં જે શીતલ અને સુરભિત પવન છે. તે જ ૩/૧૪] For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Gulation International