________________
૨૦૮
આગમ કથાનુયોગ-૩
એકબીજાના શરીરનો માલિશ કર્યો. માલિશ કરીને પુષ્કરિણી જળમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને સ્નાન કર્યું. સ્નાન કરીને પુષ્કરિણીમાંથી બહાર આવ્યા.
પછી પૃથ્વીશિલાપટ્ટ પર બેઠા, આશ્વસ્ત, શાંત થયા. વિશ્રામ કર્યો, શ્રેષ્ઠ સુખાસને બેઠા. બેસીને ચંપાનગરી, માતાપિતા પાસેથી આજ્ઞા લેવી, લવણસમુદ્રમાં ઉતરવું, તોફાની, પ્રચંડવાયુનું ઉત્પન્ન થવો, પોતવહનનું ભગ્ન થવું, ડૂબી જવું, કાષ્ઠ લકખંડ પ્રાપ્ત થવો. અંતે રત્નદ્વીપમાં ઉતરવું, આવવું. આ બધી જ વાતોનો વારંવાર વિચાર કરતા, ભગ્ર મને સંકલ્પ થઈને હથેલી પર મુખ રાખીને ચિંતામાં ડૂબી ગયો. ૦ રત્નદ્વીપ દેવી સાથે ભોગ ભોગવવા :
ત્યારપછી તે રત્નકીપની દેવીએ તે માકંદીપુત્રોને અવધિજ્ઞાનથી જોયા. જોઈને તેણે હાથમાં ઢાલ અને તલવાર લીધા. સાત-આઠ તાડ પ્રમાણ જેટલી ઊંચાઈએ આકાશમાં ઉડી, ઉડીને ઉત્કૃષ્ટ –- યાવતુ – દેવગતિ વડે ચાલતી–ચાલતી જ્યાં માકંદીપુત્ર હતા ત્યાં આવી, કોપાયમાન થઈ અને રૂક્ષ, કઠોર અને નિષ્ફર વચનો દ્વારા માકંદીપુત્રોને કહ્યું –
' અરે માર્કદી પુત્રો ! અપ્રાર્થિતની ઇચ્છા કરનારા ! જો તમે મારી સાથે વિપુલ કામભોગ ભોગવતા રહેશો તો તમે જીવિત રહેશો અને જો મારી સાથે વિપુલ કામભોગ ભોગવતા એવા વિચરણ નહીં કરો તો આ નીલકમલ, ભેંસના શીંગડા અને અલસીના પુષ્પની પ્રભા સમાન અને છરાની ધાર જેવી તીખી તલવારથી તારા આ મસ્તકના જે ગંડ સ્થળને અને દાઢીમૂછોને લાલ કરનારા છે અને જે માતા આદિ દ્વારા સજાવીને સુશોભિત કરાયેલ વાળ વડે શોભાયમાન છે, તેને તાડફળની માફક કાપીને એકાંતમાં ફેંકી દઈશ.
ત્યારપછી તે માકંદીપુત્ર રત્નદ્વીપની દેવીની આ વાત સાંભળી અને હૃદયમાં અવધારીને ભયભીત થઈ ગયા તથા બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે બોલ્યા
હે દેવાનુપ્રિયા ! આપ જે કહેશો, અમે તે આપની આજ્ઞા, ઉપપાત–આદેશ અને વચન નિર્દેશમાં તત્પર રહીશું.
ત્યારપછી રત્નકીપની દેવીએ માકંદીપુત્રોને ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને જ્યાં પોતાનો ઉત્તમ પ્રાસાદ હતો, ત્યાં આવી, આવીને અશુભ પુદ્ગલોને દૂર કર્યા અને શુભ પુગલોને પ્રક્ષેપિત કર્યા અને ત્યારપછી તેમની સાથે વિપુલ કામભોગોને ભોગવતા વિચારવા લાગ્યા. પ્રતિદિન તેમના માટે અમૃત જેવા મધુર ફળ લાવવા લાગી. ૦ રત્નદ્વીપ દેવીનું ગમન અને માર્કદી પુત્રોને આદેશ :
ત્યારપછી શક્રેન્દ્રની આજ્ઞાથી સુસ્થિત નામના લવણસમુદ્રના અધિપતિ દેવે તે રત્નદ્વીપની દેવીને કહ્યું, તારે લવણસમુદ્રને એકવીશ વખત ચક્કર લગાવવા અને ત્યાં જે કંઈ પ્રણ, પાંદડા, કાષ્ઠ, કચરો, અશુચિ, સડેલ–ગળેલ વસ્તુ કે દૂર્ગધી વસ્તુ આદિ ગંદી વસ્તુઓ હોય, તે બધાંને એકવીસ વખત હલાવી–હલાવીને સમુદ્રથી બહાર કાઢીને એક તરફ ફેંકી દેવી. આ પ્રમાણે કહીને તેને સમુદ્રની સફાઈના કાર્યમાં નિયુક્ત કરી.
ત્યારપછી તે રત્નદીપની દેવીએ તે માકંદીપુત્રોને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! હું શક્રેન્દ્રના વચનાદેશથી સુસ્થિત નામના લવણ સમુદ્રાધિપતિ દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org