________________
શ્રમણ કથાઓ
૯૯
© ગંગેય કથા :
તે કાળ, તે સમયે વાણિજ્ય ગ્રામ નામે નગર હતું. ત્યાં શ્રુતિપલાશ નામે ચૈત્ય હતું. ત્યાં શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. સમવસરણ રચાયું, પર્ષદા નીકળી, ભગવંતે ધર્મોપદેશ આપ્યો. પર્ષદા પાછી ફરી.
તે કાળે, તે સમયે પાર્થાપત્ય ગાંગેય નામક અણગાર હતા. તેઓ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવ્યા. શ્રમણ ભગવંત મહાવીરની અતિ નીકટ નહીં અતિ દૂર નહીં. એવા સ્થાને રહીને શ્રમણ ભગવંત મહાવીરને આ પ્રમાણે પૂછ્યું
(અહીં બહુ જ વિસ્તારથી ગંગેય અણગારના પ્રશ્નો અને તેના ભગવંતે આપેલા ઉત્તરો છે. તે આખો વિષય દ્રવ્યાનુયોગ હોવાથી અહીં નોંધેલ નથી. માત્ર તેમણે પૂછેલા પ્રશ્નોનો નિર્દેશ જ કર્યો છે) (૧) નૈરયિકથી લઈને એકેન્દ્રિયાદિથી વૈમાનિક સુધીના જીવોની ઉત્પત્તિ સાન્તર
કે નિરંતર ? (૨) નૈરયિકથી વૈમાનિક પર્યત જીવોનું ઉદ્વર્તન સાંતર કે નિરંતર ? (૩) પ્રવેશનકના ભેદ, નિરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અને ચારે પ્રકારના દેવના
પ્રવેશનક સંબંધિ વિસ્તૃત પ્રશ્નોત્તર. સ-અસત્ નૈરયિકથી વૈમાનિક જીવપર્યંતની ઉત્પત્તિ-ઉદ્વર્તન આદિ સંબંધે
પ્રશ્નોત્તરી (૫) ભગવંતનું જ્ઞાન સ્વયં કે અસ્વયં, સાંભળીને કે સાંભળ્યા વિના ? (૬) નૈરયિકથી વૈમાનિક પર્યત જીવોની ઉત્પત્તિ સ્વયં કે અસ્વયં ?
આવા પ્રકારના પ્રશ્નોના ભગવંત મહાવીર પાસેથી સમાધાન પ્રાપ્ત કરીને ગાંગેય અણગારે શ્રમણ ભગવંત મહાવીરનો સર્વજ્ઞ અને સર્વદર્શરૂપે જાણ્યા પછી ગાંગેય અણગારે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદન– નમસ્કાર કર્યા. ત્યારપછી ભગવંતને કહ્યું
હે ભગવંત ! હું આપની પાસે ચાતુર્યામરૂપ ધર્મને બદલે પાંચ મહાવ્રતરૂપ ધર્મને અંગીકાર કરવા ઇચ્છું છું. એ પ્રમાણે સમગ્ર વર્ણન કાલસ્યવેષિક પુત્ર અણગાર સમાન જાણવું. (જુઓ - કાલસ્યવેષિક અણગારની કથા) – યાવત્ – ગાંગેય અણગાર સર્વદુઃખોથી મુક્ત થયા – હે ભગવનું તે એ જ પ્રમાણે છે.
૦ આગમ સંદર્ભ :ભગ ૪૫૧ થી ૪૫૯;
@ પુદગલ પરિવ્રાજક કથા :
તે કાળે, તે સમયે આલભિકા નામની નગરી હતી. ત્યાં શંખવન નામક ચૈત્ય હતું. તે શખવન ચૈત્યથી થોડે દૂર પુદગલ નામક પરિવ્રાજક રહેતો હતો. તે અન્વેદ, યજુર્વેદ - યાવત્ – બ્રાહ્મણ સંબંધિ અને પરિવ્રાજક સંબંધિ નયોમાં કુશળ હતો. નિરંતર છઠ– છઠનો તપ કરતો હતો. બે હાથ ઊંચા રાખી સૂર્યની સન્મુખ મુખ કરીને આતાપના ભૂમિમાં આતાપના લેતો એવો વિચરણ કરતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org