________________
૩૫૦
આગમ કથાનુયોગ-૩
૦ માર્ગમાં શિથિલ સાધુનો પરીચય :
દેશાન્તર તરફ પ્રયાણ કરતા તે નાગીલ અને સુમતિએ પાંચ સાધુઓ અને છટ્ઠા એક શ્રમણોપાસક તેમણે જોયો ત્યારે નાગિલે સુમતિને કહ્યું, અરે સુમતિ ! ભદ્રમુખ! જો જો આ સાધુઓનો સાથે કેવો છે? તો આપણે સાધુના સમુદાય સાથે જઈએ. તેણે કહ્યું, ભલે તેમ થાઓ. ત્યારપછી તેના સાર્થમાં સાથે ચાલ્યા. એટલામાં માત્ર એક મુકામે જવા માટે પ્રયાણ કરતા હતા. ત્યારે નાગિલે સુમતિને કહ્યું કે
હે ભદ્રમુખ ! હરિવંશના તિલકભૂત મરકત રત્નની સમાન શ્યામ કાંતિવાળા સારી રીતે નામ ગ્રહણ કરવા યોગ્ય બાવીશમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિ ભગવંતના ચરણકમળમાં સુખેથી બેઠેલો હતો, ત્યારે આ પ્રમાણે સાંભળીને અવધારણ કરેલું હતું કે, આવા પ્રકારના અણગાર રૂપને ધારણ કરનારા હોય તે કુશીલ ગણાય છે અને જે કુશીલ હોય તેને દૃષ્ટિથી પણ જોવા કલ્પતા નથી. આ સાધુઓ તેવા છે, તેથી તેઓના સાથે ગમન–સંસર્ગ થોડો પણ કરવો કલ્પતો નથી. માટે તેમને ચાલ્યા જવા દો. આપણે કોઈ નાના સાથે સાથે
જઈશું.
– કારણ કે તીર્થંકરના વચનનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. દેવો અને અસુરોવાળા આ જગમાં તીર્થકરોની વાણી ઉલ્લંઘન કરવા લાયક નથી. બીજી વાત એ છે કે, જ્યાં સુધી તેમની સાથે ચાલીએ ત્યાં સુધી તેના દર્શનની વાત તો જવા દો પણ આલાપ-સંલાપ વગેરે પણ નિયમા કરવા પડે, તો શું આપણે તીર્થકરની વાણીનું ઉલ્લંઘન કરીને ગમન કરવું? એ પ્રમાણે વિચારણા કરીને સુમતિનો હાથ પકડીને નાગિલ સાધુના સાર્થમાંથી નીકળી ગયો.
ચક્ષુ વડે પ્રમાર્જિત, શુદ્ધ અને નિર્જીવ ભૂમિ પર બેઠો. ત્યારપછી સુમતિએ કહ્યું કે, જ્ઞાન આપનાર ગુરુઓ, માતાપિતા, વડીલબંધુ તેમજ બહેન અગર જ્યાં સામો પ્રત્યુત્તર આપી શકાતો ન હોય, ત્યાં હે દેવ? મારે શું કહેવું? તેઓની આજ્ઞા થાય તે પ્રમાણપૂર્વક તહત્તિ” એમ કરીને સ્વીકારવાની જ હોય. આ મારા માટે ઇષ્ટ છે કે અનિષ્ટ છે તેનો તેમાં વિચારવાને અવકાશ હોતો નથી. પરંતુ આજે તો આ વિષયમાં આર્યને (મોટા ભાઈને) માટે આનો ઉત્તર આપવો જ પડશે અને તે પણ આકરા કઠોર કર્કશ અનિષ્ટ દુષ્ટ નિષ્ફર શબ્દોથી જ.
– અથવા તો મોટાભાઈ આગળ આ મારી જીભ કેવી રીતે ઉપડે કે જેના ખોળામાં હું વસ્ત્ર વગરનો અશુચિથી ખરડાએલા અંગવાળો અનેક વખત રમેલો છે અથવા તો તે પોતે આવું અણઘટતું બોલતા કેમ શરમાતા નથી ? કે આ કુશીલો છે અને દૃષ્ટિ વડે તે સાધુઓને જોવા પણ ન જોઈએ. જેટલામાં પોતે વિચારેલ હજુ બોલતો નથી, તેટલામાં ઇંગિત આકાર જાણવામાં કુશળ મોટાભાઈ નાગિલ તેનો હૃદયગત ભાવ જાણી ગયો કે આ સુમતિ ફોગટ ખોટા કષાયવાળો થાય છે. તો હવે મારે તેને કયો પ્રત્યુત્તર આપવો એમ વિચારવા લાગ્યો
વગર કારણે વગર પ્રસંગે ક્રોધાયમાન થયેલ ભલે હાલ એમ જ રહે. અત્યારે તેને કદાચ સમજણ આપવામાં આવે તો પણ તે બહુ માન્ય કરશે નહીં. તો પછી અત્યારે તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org