________________
શ્રમણ કથાઓ
૧૨
રોહિતક નામે એક નગર હતું, ત્યાં લલિતાગોષ્ઠી (એક મંડળી) હતી. ત્યાં રોહિણી નામે એક વૃદ્ધ ગણિકા હતી. બીજો આજીવિકાનો ઉપાય પ્રાપ્ત ન થવાથી તેણી લલિતા મંડળી માટે ભોજન બનાવતી હતી. એ રીતે કાળ પસાર થતો હતો. કોઈ વખતે તેણીના દ્વારા કડવી દૂધી લાવવામાં આવી. તેણીએ ઘણાં મરી-મસાલા આદિથી દૂધીને સંસ્કારિત કરી. પણ મોઢામાં નાંખવા લાયક ન હતી. જો કોઈ ખાય તો મૃત્યુ પામે તેવી ઝેરી–કડવી દૂધી હતી. ત્યારે તેણીએ વિચાર્યું કે, જો હું આને પ્રગટ કરીશ તો આ મંડળી દ્વારા મારી નિંદા થશે.
એમ વિચારી તેણીએ તે શાકને એક તરફ મૂકી દીધું. કોઈ ભિક્ષાચર આવશે તો તેને આપી દઈશ એમ વિચાર્યું. જેથી આવું મસાલેદાર શાક નકામું ન જાય. તે વખતે માસક્ષમણને પારણે ધર્મરુચિ અણગારે ત્યાં પ્રવેશ કર્યો. ત્યારે તે ગણિકાએ તેમને બધું જ શાક વહોરાવી દીધું. ધર્મરચિ એ પર્યાપ્ત આહાર છે તેમ જાણ્યું, તે ઉપાશ્રયે પાછા ફર્યા. ગુરુ ભગવંત પાસે આલોચના કરી. ગુરુ ભગવંતે ગૌચરી પાત્રને હાથમાં લીધું. તેની ગંધથી જાણી લીધું કે આ શાક વિષમય છે. આંગળી વડે ચાખીને ખાતરી કરી, ગુરુ ભગવંતે વિચાર્યું કે, જો આ શાકને વાપરશે તો નક્કી મૃત્યુ પામશે.
ત્યારે ગુરુ ભગવંતે ધર્મચિ અણગારને કહ્યું કે, તમે આ શાકને કોઈ એકાંત સ્થાનમાં પરઠવી દો, આ શાક વિષમય છે, તેથી આહારને યોગ્ય નથી. ધર્મચિ તે લઈને કોઈ અટવીમાં ગયા. તેણે વિચાર્યું કે, કોઈ બળેલા વૃક્ષની છાયામાં હું તેનો ત્યાગ કરી દઈશ (પરઠવી દઈશ). તેઓ પાત્રબંધને છોડવા ગયા, ત્યાં તેનો હાથ લેપાયો. તેણે નિર્જીવ સ્થાને હાથનો સ્પર્શ કર્યા (ઘસ્યો, ત્યારે તેની ગંધથી ઘણી કીડીઓ આવી. જેજે કીડીઓ તેને ખાવા ગઈ, તે-તે કીડી મૃત્યુ પામી.
ત્યારે ધર્મરુચિ અણગારે વિચાર્યું કે, હું એક જ જ મારા જીવનને સમાપ્ત કરીશ તો આટલા જીવોની હત્યા થશે નહીં. પછી એકાંત સ્થંડિલ સ્થાને જઈને મુહપત્તિનું પડિલેહણ કર્યું. આલોચના પ્રતિક્રમણ કરીને તેઓ બધું જ શાક વાપરી ગયા. તેમના શરીરમાં તીવ્રવેદના ઉત્પન્ન થઈ, તે તેમણે સમભાવે સહન કરી અને અંતે (સર્વ કર્મનો ક્ષય કરીને) સિદ્ધ થયા.
-૦- આગમ સંદર્ભ :આવનિ ૧૩૧૮ + 4
આવ.પૂ.ર–પૃ.૫, ૨૧૧; –– –– » –– ૦ ધર્મરુચિ કથા –
(ભાવ ગવેષણા સંબંધિ આ દષ્ટાંત છે...)
વિકુવણાલબ્ધિથી આકાશ માર્ગે ગમન કરવાની શક્તિવાળા ધર્મરુચિ નામે આણગાર હતા. જ્યેષ્ઠ માસમાં તેમને એક વખત અષ્ટમભક્ત તપનું પારણું હતું. કોઈ એક ગામથી બીજે ગામ જતા એવા તેમને કોઈ દેવે જોયા. દેવે અનુકંપાથી કોંકણનું રૂપ વિકુવ્યું. તેણે મુનિને આહારનો લાભ આપવા પ્રાર્થના કરી. સાધુ ભૂખ-તરસથી પિડાઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org