________________
૧૬૦
આગમ કથાનુયોગ-૩
ત્યારે જિતશત્રુ રાજાએ કહ્યું, હે દેવાનુપ્રિય ! જો એમ હોય - યાવત્ – પ્રવજ્યા અંગીકાર કરવા ઇચ્છતા હો તો હે દેવાનુપ્રિય ! તમે જાઓ અને જ્યેષ્ઠપુત્રને કુટુંબમાં સ્થાપિત કરો, સ્થાપિત કરીને સહસ્ત્રપુરુષ દ્વારા વહન કરાનારી એવી શિબિકા પર આરૂઢ થઈને મારી પાસે પ્રગટ થાઓ અર્થાત્ આવો. ત્યારે સુબુદ્ધિ અમાત્ય તે પ્રમાણે કરીને શિબિકા પર આરૂઢ થઈને આવ્યા.
ત્યારપછી જિતશત્રુરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને અદીનશત્ર કુમારના રાજ્યાભિષેકની સામગ્રી ઉપસ્થિત કરો – તૈયાર કરો. ત્યારે કૌટુંબિક પુરુષો પણ રાજાની આજ્ઞાનુસાર રાજ્યાભિષેકની સામગ્રી ઉપસ્થિત કરે છે – યાવતું – અભિષેક કરે છે – યાવત્ – જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યની સાથે પ્રવજ્યા અંગીકાર કરી. ૦ જિતશત્રુ તથા સુબુદ્ધિ મુનિનો મોક્ષ :
દીક્ષા અંગીકાર કર્યા બાદ જિતશત્રુ રાજર્ષિએ અગિયાર અંગોનું અધ્યયન કરીને, ઘણાં વર્ષોનો શ્રમણપર્યાય પાળીને એક મહિનાની સંલેખના દ્વારા આત્માનું શોધન કરીને – થાવત્ – સર્વ દુઃખોનો ક્ષય કરી દીધો (મોક્ષે પધાય).
ત્યારે સુબુદ્ધિ અમાત્યએ પણ દીક્ષા ગ્રહણ કરીને અગિયાર અંગોનું અધ્યયન કર્યું, અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કર્યું, પછી એક માસની સંખના કરીને આત્માનું શોધન કરી સર્વ દુઃખોનો અંત કર્યો (મોલે પધાર્યા). ૦ કથા નિષ્કર્ષ :
જેનું મન મિથ્યાત્વથી મોહિત છે, જે પાપમાં આસક્ત છે અને ગુણહીન છે. તે પણ ઉત્તમગુરુની કૃપાથી, તેમના સત્સંગથી ખાઈના પાણી સમાન ગુણવાનું થાય છે.
૦ આગમ સંદર્ભ :નાયા. ૧૪૩, ૧૪૪;
––
X
-
-
૪
-
© ધર્મરચિ કથા :
ધર્મઘોષ નામના સ્થવિરના શિષ્ય હતા. તેઓ માસક્ષમણને પારણે ચંપાનગરીમાં વહોરવા નીકળેલા. નાગશ્રી બ્રાહ્મણીએ કડવી તુંબડાનું શાક વહોરાવ્યું. ગુરુના આદેશથી પરઠવવા ગયા. તે શાકના તેલનું એક બિંદુ પડતા કીડીઓને મરણ પામી જાણી, વિધિપૂર્વક બધું જ શાક વાપરી જતાં સમાધિમરણ પામ્યા, સર્વાર્થસિદ્ધ વિમાને દેવતા થયા. (વિસ્તારથી આ કથા દ્રૌપદીની કથામાં આવે જ છે – જુઓ કથા – દ્રૌપદી)
૦ આગમ સંદર્ભઃનાયા. ૧૫૯, ૧૬૦;
---
૪
–
X
—
© ધર્મરુચિ કથા :
(ઉપરોક્ત ધર્મચિની કથા જેવી જ આ લઘુકથા છે. જે આવશ્યક નિર્યુક્તિમાં મારણાંતિક વેદનાને સહન કરવા સંબંધે અપાયેલ છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org