________________
૧૪૮
આગમ કથાનુયોગ-૩
દેવાનુપ્રિયો! હવે તમે શું કરશો ? ક્યાં રહેશો ? શી પ્રવૃત્તિ કરશો ? તમારી હાર્દિક ઇચ્છા અને વિચાર શું છે ?
ત્યારે તે પંથક આદિ ૫૦૦ મંત્રીઓએ શૈલક રાજાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને – યાવત્ – પ્રવ્રુજિત થવા ઇચ્છો છો, તો હે દેવાનુપ્રિય ! અમારે બીજો કોણ આધાર છે ? અમારે અવલંબન કોણ છે ? તેથી અમે પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને – યાવત્ – પ્રવજ્યા અંગીકાર કરીશું.
હે દેવાનુપ્રિય ! જેમ અમારે અહીં – ઘણાં કાર્યોમાં, કારણોમાં, કૌટુંબિક ક્રિયા કલાપોમાં, મંત્રણાઓ અને સલાહ–મશવરામાં, ગુપ્ત વાતોમાં, રહસ્યોમાં, નિશ્ચયોમાં સંમતિ લેવા અને દેવામાં આપ સ્તંભવત્ આધાર, અવલંબનમાં નેત્ર સમાન, આધારભૂત, પ્રમાણભૂત આધાર સદશ, અવલંબન સદશ, ચક્ષુભૂત–માર્ગદર્શક છો, તે જ પ્રમાણે પ્રવ્રજિત થઈને પણ આપ અમારા ઘણાં કાર્યોમાં – યાવત્ – માર્ગદર્શક થશો.
ત્યારપછી શેલકરાજાએ પંથક આદિ ૫૦૦ મંત્રીઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને – યાવત્ – દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છો છો તો, હે દેવાનુપ્રિયો ! જાઓ અને પોતપોતાના કુટુંબોનો ભાર જ્યેષ્ઠ પુત્રને સોંપીને સહસ્ત્રપુરુષવાહિની શિબિકા પર આરૂઢ થઈને મારી પાસે આવો.
તેઓ પણ તેમ કરી શૈલકરાજા પાસે આવ્યા. ૦ મંડકનો રાજ્યાભિષેક :–
ત્યારપછી શેલકરાજા ૫૦૦ મંત્રીઓને પોતાની પાસે આવેલા જુએ છે. જોઈને હર્ષિત અને સંતુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી મંડુકકુમાર માટે મહાર્થ, મહાર્ધ, મહાઈ વિપુલ રાજ્યાભિષેકની તૈયારી કરો.
ત્યારપછી તે કૌટુંબિક પુરુષ મંડુકકુમારના રાજ્યાભિષેક માટે મહાર્થ, મહાઈ, મહાર્ણ વિપુલ સામગ્રી તૈયાર કરાવીને ઉપસ્થિત કરે છે. ત્યારપછી તે શેલકરાજા ઘણાં ગણનાયકો – યાવત્ – સંધિપાલકોથી પરિવૃત્ત થઈને મંડુકકુમારને રાજ્યાભિષેકથી અભિસિંચિત કરે છે.
ત્યારપછી તે મંડુકરાજા થયો – મહાહિમવંત, મહંત, મલય મંદર પર્વતની સમાન એવો રાજા થઈ ગયો – યાવત્ – રાજ્ય પર શાસન કરતો વિચારવા લાગ્યો. ૦ શેલકરાજાની પ્રવજ્યા :
ત્યારપછી શેલકે મંડુકરાજા પાસે દીક્ષા માટે, અનુજ્ઞા માંગી.
ત્યારે મંડુકરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી શેલકપુર નગરને સીંચીને, સ્વચ્છ કરી, લીંપી, ચૂનો કરી – થાવત્ – ઉત્તમ સુગંધિત દ્રવ્યોની સુગંધ વડે ગંધવટ્ટી સમાન કરો અને કરાવો. આ પ્રમાણે કરીને – કરાવીને મારી આ આજ્ઞા મને પાછી સોંપો.
ત્યારપછી મંડુકરાજાએ પુનઃ બીજીવાર કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org