________________
શ્રમણ કથાઓ
૧૪૭
વંદના-નમસ્કાર કર્યા. વંદના–નમસ્કાર કરીને થાવચ્ચાપત્ર અણગાર પાસે ખંડિત થઈ દીક્ષિત થઈ ગયા. પછી સામાયિકથી આરંભીને ચૌદ પૂર્વોનું અધ્યયન કર્યું.
ત્યારપછી થાવચ્ચાપત્રે શુકને ૧૦૦૦ સાધુ શિષ્યરૂપે પ્રદાન કર્યા અને થાવસ્ત્રાપુત્ર અણગાર સોગંધિકા નગરી અને નીલાશોક ઉદ્યાનથી નીકળ્યા. નીકળીને બાહ્ય જનપદોમાં વિચરણ કરવા લાગ્યા. ૦ થાવચ્ચપુત્રનું પરિનિર્વાણ :
ત્યારપછી તે થાવગ્ગાપુત્ર ૧૦૦૦ સાધુઓની સાથે જ્યાં પંડરીક (શત્રુંજય) પર્વત હતો, ત્યાં આવ્યા. આવીને ધીમે ધીમે પુંડરીક પર્વત પર ચડ્યા. ચડીને મેઘઘટા સમાન શ્યામ અને જ્યાં દેવોનું આગમન થતું રહે છે, એવા પૃથ્વીશિલા પટ્ટકની પ્રતિલેખના કરી, કરીને – યાવત્ – સંલેખના દ્વારા કર્મક્ષય કરીને આત્મામાં રમણ કરતા – અનશન દ્વારા ભક્તપાનોનું ત્યાગ કરી પાદોપગમન સંથારો ગ્રહણ કર્યો.
ત્યારે તે થાવસ્ત્રાપુત્ર ઘણા વર્ષોપર્વત શ્રમણપર્યાયને પાલન કરીને એક માસની સંખના દ્વારા આત્મરમણ કરતા કરતા, અનશન દ્વારા સાઠ ભક્તોનું છેદન કરીને – ચાવત્ – સર્વોત્કૃષ્ટ કેવળજ્ઞાન દર્શનને ઉત્પન્ન કરીને ત્યારપછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અન્તકૃત–પરિનિવૃત્ત અને સર્વ દુઃખોથી મુક્ત થયા. ૦ શેલક રાજાની અભિનિષ્ક્રમણ—ઇચ્છા :
ત્યારપછી તે શક અણગાર કોઈ સમયે જ્યાં શૈલકપુર નગર હતું, જ્યાં સુભૂમિભાગ ઉદ્યાન હતો, ત્યાં આવ્યા, આવીને યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરણ કરવા લાગ્યા. તેમને વંદનાને માટે પર્ષદા નીકળી. શૈલક રાજા પણ નીકળ્યા.
ત્યારપછી તે શેલકરાજા શુક અણગાર પાસે ધર્મશ્રવણ કરી અને અવધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થયા, શુક અણગારની ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા – હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા રાખું છું – યાવત્ – વિશેષ એ કે, હે દેવાનુપ્રિય ! હું પંથક આદિ ૫૦૦ મંત્રીઓને પૂછી લઉ – અનુમતિ લઈ લઉ. મુંડક કુમારને રાજ્ય પર સ્થાપિત કરું. ત્યારપછી આપ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરી, અનગાર પ્રવજ્યાને અંગીકાર કરીશ.
હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો.
ત્યારપછી શેલક રાજાએ શેલકપુર નગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં પોતાનું ભવન હતું, જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવ્યો. આવીને સિંહાસન પર બેઠો.
ત્યારપછી શેલક રાજાએ ૫૦૦ મંત્રીઓને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! મેં શુક અણગાર પાસે ધર્મ સાંભળેલ છે. તે ધર્મની મેં ઇચ્છા કરી છે, વિશેષ ઇચ્છા કરી છે, તે ધર્મ મને ગમ્યો છે. તેથી હે દેવાનુપ્રિયો ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને જન્મ, જરા, મણથી ભયભીત થઈને શુક અણગાર પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગાર પ્રવજ્યા ગ્રહણ કરીશ, તેથી હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org